________________
૨૧૦
સમ્યકત્વ પ્રકરણ
આચાર્યો અસમસ્ત દશપૂર્વવાળા છે. પ00ા તે જાણીને ખુશ થતાં વજસ્વામીએ તેને કહ્યું, હે વત્સ ! રહેવાનું પવિત્ર સ્થાન શું છે ? I૫૦૧ાા તેણે પણ કહ્યું કે હે ભગવન્! બહાર જ રહેવાની સ્થિતિ કરેલી છે. સ્વામીએ કહ્યું કે બહાર રહેલા કેવી રીતે ભણવાનો પાર પામશો ? પ૦રા તેણે પણ કહ્યું કે મહાશ્રેષ્ઠ શ્રમણ ભદ્રગુપ્તસૂરિ વડે આજ્ઞા કરાયેલો હું હે સ્વામિનું ! બહાર બીજા ઉપાશ્રયમાં ઉતરેલો છું. પ૦૩ll હવે શ્રતના ઉપયોગથી તે કારણને જાણીને સ્વામીએ પણ કહ્યું કે હે કલ્યાણકારી ! એ પ્રમાણે જ થાઓ. કેમ કે પૂજ્યોનો આદેશ ફોગટ હોતો નથી. I૫૦૪ll.
હવે અન્ય ઉપાશ્રયમાં રહેલા આર્યરક્ષિતને પોતાના શિષ્યની જેમ આદરપૂર્વક વજસ્વામીએ ભણાવવાનો આરંભ કર્યો. //પ૦પા લીલા માત્રમાં આર્યરક્ષિત નવ પૂર્વે ભણ્યા. શ્રુતને ભણવાની લાલસાવાળા તેમણે દશમા પૂર્વનો પ્રારંભ કર્યો. પ૦૬ો ત્યારબાદ આર્યરક્ષિત દશમા પૂર્વના બેવડા, સૂક્ષ્મ અને ઘણા વિષમ એવા પદાર્થોને ભણતા હતા. //પ૦૭ી. એટલામાં શોકથી વિદ્યુલ તેમના માતા-પિતાએ સમાચાર મોકલ્યા કે હે વત્સ! તું અમને બંનેને કેમ ભૂલી ગયો ? I૫૦૮ જો તમે ભણીને અહીં આવશો તો અમારા ઉદ્યોતને માટે થશે. તમે ત્યાં જ રહેશો અત્રે નહિ આવો તો વિશેષથી અમારા અંધકાર માટે થશે. પ૦૯માં ઈત્યાદિ ઘણા પ્રકારના પિતાના સંદેશાને અવગણીને ગીતમાં આસક્ત હરણની જેમ તેઓ અધ્યયનમાં (ભણવામાં)
પક્ત રહ્યા. |૧૦| ત્યારબાદ માતાપિતાએ તેમના મોટા ભાઈને બોલાવવાને માટે નાના ભાઈ ફલ્લુરક્ષિતને મોકલ્યા. જેની સાથે તે આવે. //પ૧૧/ તે પણ તેમની પાસે જઈને ભાઈ મુનિને નમીને સ્નેહથી કહ્યું કે હે ભાઈ ! હું આપને પૂછું છું કે શું આપને બીજો જન્મ પ્રાપ્ત થયો છે ? /પ૧રો હે ભાઈ ! જો પ્રેમના બંધનને નિર્મમસ્વરૂપ તલવાર વડે છેદનારા આપની શું પોતાના કુટુંબને ઉદ્ધાર કરવાને માટે તેવા પ્રકારની કૃપા કેમ નથી ? I૫૧૩ી તેના વડે આ પ્રમાણે કહેવાયેલા સ્વચ્છ બુદ્ધિવાળા તેણે સ્વામીને આગ્રહથી પૂછ્યું, હે ભગવન્! આ બોલાવે છે. તમે કહો તે હું કરું. //પ૧૪. સ્વામીએ કહ્યું, ભણ. મોહ ન પામ. વળી આવા પ્રકારની સામગ્રી ક્યાંથી ? ત્યારબાદ ગુરુની દાક્ષિણ્ય-તાથી ફરી તે ભણવા લાગ્યો. //પ૧પા હવે ફરીથી ફલ્યુરક્ષિતે આર્યરક્ષિતને કહ્યું કે તમારા આગમનને ઈચ્છતા સર્વે પણ વ્રતની ઈચ્છાવાળા છે. પ૧ વળી તમે ભણવામાં વ્યગ્ર બીજું કંઈ પણ વિચારતા નથી. એકલપેટાની જેમ હંમેશાં સ્વાર્થમાં એક તત્પર જેવા દેખાવ છો. I૫૧૭થી તેણે કહ્યું, જો તારું વચન સત્ય જ છે તો પણ તું જગપૂજ્ય અને જગતનું હિત કરનારી એવી પરિવજ્યા (દીક્ષા)ને ગ્રહણ કર. /પ૧૮એ પ્રમાણે થાઓ, એમ કહીને જલ્દીથી ભાઈની પાસે ત્યારે જ વૈભવના અંશની જેમ ચારિત્રને તેણે ગ્રહણ કર્યું. //પ૧૯ો ભણતા એવા તેના વડે (ફલ્યુરક્ષિત) એકવાર ફરી જવાને માટે કહેવાયેલા (આર્યરક્ષિતે) ભણાઈ ગયા છે અનેક યમકો જેના એવા તેણે જવાને માટે ગુરુને પૂછયું. //પ૨ll ફરીથી ગુરુએ નિષેધ કર્યો. ખેદને ભજનારા તેણે વિચાર્યું, એક સાંધતા ખરેખર મારે બીજું તૂટશે. પરની એક બાજુ સ્વજનોએ બોલાવવા મોકલ્યો. બીજી બાજુ ગુર્વાજ્ઞા, તેથી અહીં હું શું કરું ? પાઠથી પરાભવ પામેલાની જેવો હું છું. //પ૨૨ll,
હવે એક વખત ભક્તિથી વિનયપૂર્વક સ્વામીને તેણે પૂછ્યું, દશમાં પૂર્વનું કેટલું ભણાયું ? અને મારું કેટલું બાકી છે ? પર૩ી હસીને કહ્યું કે તમે દશમા પૂર્વનું સમુદ્રના પાણીના બિંદુ જેટલું અથવા તો મેરુ પર્વત પાસે સરસવ જેટલું મેળવ્યું છે. /પ૨૪ો તે સાંભળીને ભય પામેલા તેણે કહ્યું કે હે પ્રભુ, સમગ્ર દશ પૂર્વને ભણવાને માટે અસમર્થ છું જે કારણથી હું અભાગ્યવાન છું. પરપા વળી ગુરુએ કહ્યું, અહો ! મહાનું પણ