________________
પાત્ર શુદ્ધિ ૧૮૦૦૦ શીલાંગ
ભાવાર્થ : અક્ષરાર્થ સુગમ છે. પરંતુ વિધિ અને નિષેધરૂપ વડે શીલ-ચારિત્રને જે અભ્યસ્ત કરે છે. તેના અંગો-અંશો અઢાર હજાર છે અને તેની નિષ્પત્તિ આ પ્રમાણે.
કરણ-યોગ-સંજ્ઞા-ઇન્દ્રિય-ભૂમિ આદિ અને શ્રમણધર્મ આ પ્રમાણે અઢાર હજાર શીલાંગની નિષ્પત્તિ છે.
||૧||
કરણ : કરવું, કરાવવું અને અનુમોદવા સ્વરૂપ ત્રણ પ્રકારે છે.
યોગ : મન, વચન-કાયા સ્વરૂપ ત્રણ પ્રકારે છે.
સંજ્ઞા : આહાર, ભય-મૈથુન-પરિગ્રહ રૂપ ચાર પ્રકારે છે.
ઇન્દ્રિય : શ્રોત્રેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-ઘ્રાણેન્દ્રિય-૨સનેન્દ્રિય-સ્પર્શેન્દ્રિય રૂપ પાંચ પ્રકારે.
ભૂમ્યાદિ : પૃથ્વી-અપ્-તેજ-વાયુ-વનસ્પતિ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ચઉરેન્દ્રિય પંચેન્દ્રિય-અજીવરૂપ દશ પદ છે.
શ્રમણધર્મ : ક્ષાન્તિ-માર્દવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આકિંચન બ્રહ્મ રૂપ દસ પ્રકારે છે. તેઓ વડે અઢાર હજાર શીલાંગની નિષ્પત્તિ થાય છે. તે આ પ્રમાણે (૧) આહાર સંજ્ઞા વડે સંવૃત્ત-શ્રોત્રેન્દ્રિયથી સંવૃત્ત-ક્ષાન્તિથી યુક્ત પૃથ્વીકાય જીવોને મન વડે હણે નહિ આ એક શીલાંગ.
આ પ્રમાણે માર્દવાદિ પદનાં યોગ વડે પણ પૃથ્વીકાયને કહેવા વડે દસ શીલાંગના વિકલ્પો થાય એ પ્રમાણે અપકાયાદિ વડે દશ-દશ થાય માટે ૧૦૪૧૦=૧૦૦ થાય. આ શ્રોત્રેન્દ્રિયની સાથે થયા. આ પ્રત્યેકના ચક્ષુરાદિ વડે પણ થાય માટે ૧૦૦૪૫=૫૦૦ અને આ આહાર સંજ્ઞા વડે થયા. આ પ્રમાણે ભયાદિ સંજ્ઞા વડે પણ થાય માટે ૫૦૦x૪=૨૦૦૦ અને આ મન વડે થયા. આ પ્રમાણે વચન અને કાયા વડે પણ ન હણે માટે ૨૦૦૦x૩=૬૦૦૦ થયા અને આ પોતે ન કરવું તે રૂપે થયા એ પ્રમાણે કરાવવું નહિ અને અનુમોદવું નહિ. તેના પણ થાય માટે ૬૦૦૦X૩=૧૮,૦૦૦ થયા. ૨૬||૧૪૦||
આથી જ,
ऊत्तं न कयाइ वि, इमाण संखं इमं तु अहगि । ન ધરા સુત્તે, નિદ્દિકા વંતળિજ્ઞાન ।।૨૭।। (૪૬)
ગાથાર્થ : શીલાંગની એકાદિ સંખ્યા વડે હીન ક્યારે પણ વંદનીય નથી.
૨૧૩
જે કારણથી આને (અઠાર હજાર શીલાંગને) ધારણ કરનારા જ સૂત્રમાં વંદનીય કહેલા છે.
ભાવાર્થ : ઉનત્વ -એકાદિ વડે હીનપણું દુ:ષમાદિ કાળમાં પણ નથી. આ શીલાં-ગોનું એટલે કે અઢાર હજાર શીલાંગને આશ્રયીને ન્યુનપણું લેવાનું છે. જે કારણથી અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા જ પ્રતિક્રમણ નામના સૂત્રમાં વંદનીય કહેલા છે. ‘અડ્ડારસ સીલ્ડંગ સહસ્સધારા' આ પ્રમાણેના વચન વડે ॥૨૭॥ (૧૪૧)
કહેલા જ અર્થને કાંઈક વિશિષ્ટ કહે છે.
पंचविहायाररओ, अट्ठारसहस्सगुणगणोवेओ ।
સ ગુરૂ મહં સુન્નર, મળિઓ જમ્મટ્ઠમહનેહિં ।।૨૮।। (૪૨)