________________
છ પ્રકારની છત્રીશી
૨૬૯
જાણે, (૩) સૂત્ર જાણે અર્થ જાણે, (૪) સૂત્ર જાણે અર્થ ન જાણે. ‘તદુભય પદ વડે ત્રીજો ભાંગો ગ્રહણ કરવાનું કહેવાયું છે. (૨૧) ઉદાહરણ એટલે દૃષ્ટાંત (૨૭) હેતુ = અન્વય વ્યતિરેકી (૨૮) કારણ = દૃષ્ટાંતાદિથી રહિત ઉપપત્તિ માત્ર જેમ કે, અનાબાધ જ્ઞાનના પ્રકર્ષથી સિદ્ધો અનુપમ સુખવાળા છે. અહીં દૃષ્ટાંત નથી. કારણ કે સિદ્ધો સિવાય અન્ય ઠેકાણે નિરૂપમ સુખ છે જનહિ.
અન્વય-વ્યતિરેક લક્ષણ સાધ્ય વસ્તુનો પર્યાય તે હેતુ અને ઉદાહરણ એટલે દૃષ્ટાન્ત તથા ઉપપત્તિ માત્ર હોય તે કારણ II૧al (વિશેષ ભા. ૧૦૭૭ ગાથા)
“શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે.” અહિં અનિત્યપણું સાધ્ય છે, તેના આધારભૂત વસ્તુ શબ્દ તે પક્ષ છે, અને કૃતકપણું હેતુ છે, તેમાં કૃતકપણું એ વસ્તુનો પર્યાય છે, જો તે અન્યનો પર્યાય હોય તો વૈિયધિકરણાદિ દોષયુક્ત થવાથી સાધ્યને સાધી શકે નહિ. (ગુણ સહભાવી હોય અને પર્યાય ક્રમભાવી હોય.)
(૨૯) નયોઃ નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામના સાત નયો તેમાં નિપુણ. જે આવા પ્રકારના ન હોય તે ખરેખર વચન માત્રથી બોધ કરવા માટે સમર્થ નથી. (૩૦) આથી જ ગ્રાહણાકુશલ = બીજાને વિશ્વાસ ઉપજાવવામાં સમર્થ, (૩૧) સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને જાણનાર (૩૨) ગંભીર = અતુચ્છ (૩૩) દિપ્તિમાન : પ્રતાપી (૩૪) શિવ = વિશિષ્ટ તપાદિ લબ્ધિ વડે શ્રેમ કરનાર (૩૫) સૌમ્ય - ક્રોધ રહિત. (૩૬) “ગુણ'થી મૂલગુણો લેવા અને “શતાનિ'થી સો નહિ પણ સેંકડો એમ સમજવું અને તેઓ વડે યુક્ત સિદ્ધાંતના અર્થને કહેવા માટે સમર્થ છે. આ પ્રમાણે ચાર ગાથાનો અર્થ આવા ગુણોથી યુક્ત અને આવા પ્રકારના ગુણના સમૂહથી યુક્ત આચાર્ય દર્શન પ્રભાવક થાય છે. આયખપુટાચાર્યની જેમ. તેનું કથાનક આ પ્રમાણે.
દ્વીપોની નાભિમાન અને વળી તે દ્વીપો વડે પરાભવ નહિ પામેલ, વળી અંદરથી દેદીપ્યમાન જંબુ જેવો જંબુનામનો પ્રખ્યાત દ્વીપ છે. /// પૃથ્વીના લલાટ સમાન ત્યાં ભરત ક્ષેત્ર છે અને ત્યાં સુવર્ણ તિલકની ઉપમાવાળો લાટ દેશ છે. //// તેની મધ્યમાં મુક્તાવલયના વિભ્રમને કરનારું ભૃગુપુર નામનું નગર છે. જેની અંદર અશ્વાવબોધ તીર્થ નામનો હીરો શોભે છે. llll જેને જોવાની ઇચ્છા વડે નર્મદા નદી પણ હંમેશાં તેની પાસે રહેતી. અંગુલીના ભ્રમણની જેમ કલ્લોલો વડે જેનું વર્ણન કરે છે. જો ત્યાં સિદ્ધ થયેલી વિદ્યાવાળા બહુશ્રુત આયખપુટ નામના આચાર્ય, ઘણા શિષ્યના પરિવારવાળા વિહાર કરતા એક વખત આવ્યા આપી અને તેઓના ભાણેજ એક બાલ મુનિ, તીક્ષ્ણ બુદ્ધિવાળા, ગુરુની સેવા વડે પોતાને પાવન કરતા તેમના શિષ્ય હતા. IIકા કર્ણના આસ્ફાલ માત્રથી ગુરુની પાસેથી વિદ્યા ગ્રહણ કરીને તે બાલમુનિ વિદ્યાસિદ્ધાચાર્યના પ્રભાવથી વિદ્યાસિદ્ધ થયા.૭ી.
એક દિવસ ત્યાં કોઈપણ સાધુ સંઘાટક આવ્યા અને તેમણે ગુરુના ચરણોને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. IIટા જ્યાં ગોળના પિંડ વડે શત્રુના બલને ભાગ્યું છે એવું ત્યાં પહેલું ગુડશસ્ત્ર નામ વડે વિખ્યાત નગર છે. હા જેણે પાતાલમાં પ્રવેશીને નાગદેવની સ્ત્રીની વેણીને ગ્રહણ કરી છે એવો ત્યાં વેણીવત્સરાજા નામનો પ્રખ્યાત રાજા છે. //holી ત્યાં પોતાની પ્રજ્ઞા વડે બૃહસ્પતિને પણ શિષ્યરૂપ કરતો એવો વાચાલ, માનરૂપી પર્વતવાળો, પૂર્વે આવેલો એવો પરિવ્રાજક હતો ૧૧ી તે સાધુઓ વડે પરાજિત કરાયેલો, નગરજનો વડે હેલના કરાયેલો તે અપમાન વડે મરેલો સાધુઓને વિષે ઇર્ષાને વહન કરતો