________________
૨૭૨
સમ્યક્ત્વ પ્રકરણ
પણ શિષ્યની જેમ તેની પીઠ પર હાથ મૂક્યો IIઙઙા અને આગળ રહેલા સ્તૂપને કહ્યું, અરે ! તું કેમ વંદન નથી કરતો ? તે જક્ષણે તે પણ આવીને ગુરુના ચરણોમાં પડ્યો. II૬૭।। ફરી તેને ગુરુએ કહ્યું. ધનુષ્ય ૫૨ ચઢાવેલ બાણની જેમ પોતાના સ્થાનમાં ઊભો રહે . સિદ્ધવાણી વડે તે જ પ્રમાણે તે રહ્યો. હજુ પણ આ પ્રમાણે જ તે રહેલો છે. II૬૮૫ બુદ્ધને પણ કહ્યું. હે વત્સ ! સ્વસ્થાને તું પણ જા. ત્યાં એક પડખા વડે રહે અને તે પણ તે જ પ્રમાણે રહ્યો. ॥૬૯॥ જે કારણથી તે નિગ્રંથો વડે નમાવાયેલ તે કારણથી તે બુદ્ધની નિગ્રંથનામિત એ પ્રમાણેની સર્વ ઠેકાણે પ્રસિદ્ધિ થઈ. || ત્યાર પછી વિસ્મયથી વિકસ્વર થયેલ લોચનવાળા, જિનશાસનને વિષે રંજિત થયેલા સઘળા પણ લોકોએ ગુરુની આ પ્રમાણે પ્રશંસા કરી. II૭૧ અહો ! આશ્ચર્ય ! આશ્ચર્ય છે કે આર્યખપુટગુરુને ભક્તિથી નમ્ર થયેલા અંગવાળા સ્થિર એવા પણ દેવતાઓ વંદન કરે છે. II૭૨॥ ઇત્યાદિ અનેક અતિશયો વડે એકાંતે તેના વડે ભાવિત કરાયેલ સમસ્ત જગત જિનધર્મમય થયું. II૭૩||
આ પ્રમાણે ત્યારે આર્યખપુટ નામના શ્રેષ્ઠ સૂરી વડે જિનશાસનની પ્રભાવના કરાઈ હજુ પણ વિવિધ પ્રકારના નિર્મળ અવદાત વડે તેમની કીર્તિ ત્રણે જગતની રંગભૂમિમાં નૃત્ય કરે છે.।।૭૪॥ પ્રભાવનામાં આર્યખપુટાચાર્યની કથા ।।૩૭।। (૧૫૧)
હવે શા માટે ફરી ફરી ગુરુના ગુણોનું અન્વેષણ કરાય છે ? તે આ પ્રમાણે કહે છે.
वूढो गणहरसद्दो, गोयमाईहिं धीरपुरुसेहिं ।
નો તં વરૂ અવત્તે, નાળતો સો મહાપાવો ારૂ૮।। (૧૨)
ગાથાર્થ : ગૌતમાદિ ધીરપુરુષો વડે ગણધર શબ્દ વહન કરાયો છે. જાણતો એવો પણ જે તેને અપાત્રમાં (અયોગ્યમાં) સ્થાપે છે તે મહાપાપી છે. II૩૮૧૫૨॥
અયોગ્ય સ્થાપનાને આશ્રયીને દોષ કહેવાયો હમણાં અસદેશનાને આશ્રયીને દોષને કહે છે.
तिन्नि वि रयणइं देइ गुरु सुपरिक्खियइं न जस्स । सीसहसी हरंतु जिह सो गुरु वइरि उ तस्स । सो गुरु वइरि उ तस्स इत्थ संदेहु न किज्जइ । सीसहसी हरंतु जेम्वनरु नरह भणिज्जइ । सुपरिक्खियइं न जस्स सच संसउ मणिच्छिन्नि वि । કેફ સુરેવુ-સુધમ્મુ-સુગુરુ ગુરુચારૂં તિત્રિ વિ।।રૂŔ।। (૧૩)
ગાથાર્થ : જે ગુરુ સારી પરીક્ષા કર્યા વિના જ શિષ્યને રત્નત્રયી આપે છે, તે ગુરુ તે શિષ્યના ભાવ મસ્તકનો છેદ કરે છે. માટે તે ગુરુ તેનો વેરી છે એમાં સહેજ પણ શંકા કરવી ન જોઈએ. જે ગુરુ શિષ્યના સાચા સંશયને પરીક્ષા કરીને છેદ્યા વિના જ શિષ્યને સુદેવ આદિ રત્નત્રયી આપે છે, તે ગુરુ માણસ હોવા છતાં વાનર જેવા કહેવાય છે. ૩૯।૧૫૩૫
ભાવાર્થ : કુંડલ રુપક સુગમ છે. II૩૯(૧૫૩)