________________
૨૬૬
સમ્યક્ત્વ પ્રકરણ
ભાવાર્થઃ વ્રતષત્કાદિ અઢાર પહેલા કહેલા છે અને આ ૧૮ આચાર્યના ગુણરૂપ છે. કારણ કે આનાથી અપરાધોમાં સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિત્તનું જ્ઞાન થતું હોવાથી. ભાવમાં લાગતા પ્રત્યયના લોપથી આચારવત્ત્વાદિ આઠ જ છે અને તે આ છે.
(૧) આચારવાન (૨) અવધારવાન (૩) વ્યવહારવાન (૪) અપવ્રીડક (૫) પ્રકુર્તી () નિર્યાપક (૭) અપાયદર્શી (૮) અપરિશ્રાવી આ આઠ જાણવા યોગ્ય છે ||૧|| અને આનો અર્થ આ પ્રમાણે છે. (૧) આચારવાન એટલે કે જ્ઞાન-સેવા વડે પાંચ પ્રકારના આચારથી યુક્ત આ ખરેખર ગુણવાનપણા વડે શ્રદ્ધેય વાક્યવાળો થાય છે.
(૨) અવધારવાનઃ આલોચકે, કહેલા અપરાધોનું અવધારણ તેનાથી યુક્ત, તે ખરેખર સર્વ અપરાધોમાં વિધિ પ્રમાણે શુદ્ધિ કરાવવામાં સમર્થ થાય છે.
(૩) વ્યવહારવાન : આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા-જીત સ્વરૂપ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી કોઈપણ વ્યવહારથી યુક્ત, તે પણ વિધિ પ્રમાણે શુદ્ધિ કરવામાં સમર્થ થાય છે.
(૪) અપવ્રીડકઃ લજ્જાદિ વડે અતિચારને છૂપાવનારને ઉપદેશ વિશેષ વડે ગયેલી લજ્જાવાળો કરે છે. તે જ આલોચકને અત્યંત ઉપકારક થાય છે.
(૫) પ્રકુર્તી: આલોચના કરનારને પ્રાયશ્ચિત આપવા વડે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે. આ પ્રમાણે આ અર્થમાં પારિભાષિક કુર્વ ધાતુ હોવાથી પ્રકુર્તી. (ક) નિર્યાપકઃ જે પ્રમાણે નિર્વાહ થાય તે પ્રમાણે પ્રાયશ્ચિત કરાવે છે. (૭) અપાયદર્શી : અતિચાર સહિતના જે હોય તેને દુર્લભબોધિપણું આદિ અપાયોને બતાવે છે તે. (૮) અપરિશ્રાવી : આલોચકે કહેલા અકૃત્યને જે બીજાને જણાવે નહિ તે. તેનાથી અન્ય ખરેખર આલોચકોને લાઘવ કરનાર જાણવો.
દશ પ્રકારના પ્રાયશ્ચિત જે છે તે આ પ્રમાણે,
આલોચના-પ્રતિક્રમણ-મિશ્ર-વિવેક-કાઉસગ્ન-તેમ જ. તપ-છેદ-મૂલ અનવસ્થાપ્ય અને પારાંચિત (પચાશક ગાથા. ઓઘ.નિ.ગા. ૧૪, ૧૭, ૧૮) આ સર્વે મેલવવાથી સૂરિગુણો છત્રીશ થાય છે. તથા
आयाराई अट्ठ उ, तह चेव य दसविहो य ठिइकप्पो ।
વારસ તવ છાવસT, સૂરિપુ હુંતિ છત્તીસં પારા (૨૪૫) ગાથાર્થ : આઠ આચારાદિ તથા દસ પ્રકારનો સ્થિતિ કલ્પ, બાર પ્રકારનો તપ તથા છ આવશ્યક આમ સૂરિના ગુણો છત્રીશ થાય છે.
ભાવાર્થ આચાર સંપત્તિ વિ. આઠ પહેલા કહેલા તે અને દસ પ્રકારની સ્થિતિ કલ્પ છે અને તે આ પ્રમાણે (૧) અચલક, (૨) ઉદ્દેશિક, (૩) શય્યાતર, (૪) રાજપિંડ, (૫) કૃતિકર્મ, (૯) વ્રત, (૭) જ્યેષ્ઠ, (૮) પ્રતિક્રમણ, (૯) માસકલ્પ (૧૦) પર્યુષણા કલ્પ. /૧//