________________
છ પ્રકારની છત્રીશી
૨૬૫
વાદી માયાથી યુક્ત હશે કે અન્યથા હશે ? સાધુથી ભાવિત હશે કે અભાવિત આ પ્રમાણે. (૪) વસ્તુજ્ઞાન : શું આ રાજા, પ્રધાન સભ્યો વિ. ભદ્રક હશે કે અભદ્રક ?
(૮) સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ ચાર પ્રકારની સંગ્રહ - સ્વીકાર. તેની પરિજ્ઞા એટલે જ્ઞાન. આઠમી સંપત્તિ ચાર પ્રકારે (૧) પીઠ ફલકાદિ દ્રવ્ય વિષયવાળી, (૨) બાલાદિ યોગ્ય ક્ષેત્ર વિષયવાળી, (૩) યોગ્ય સમયે સ્વાધ્યાય - ભિક્ષાના વિષયવાળી, (૪) યથોચિત વિનયાદિ વિષયવાળી આ પ્રમાણે છે. તથા વિનય ચાર પ્રકારે છે અને તે
આચાર વિનય, શ્રુત વિનય, વિક્ષેપણ વિનય તથા દોષ પરિઘાત વિષય વિનય એમ વિનય ચાર પ્રકારનો છે. (પ્ર.સા.ગા. ૫૪૬)
આ ગાથાથી જાણવા યોગ્ય છે. ત્યાં (૧) આચાર વિનય સંયમ-તપ-ગણ અને એકાકી વિહારરૂપ ચાર પ્રકારની સામાચારી સ્વરૂપ છે. (૧) ત્યાં પૃથ્વીકાયની રક્ષાદિ સત્તર પદોમાં સ્વયં કરવા રૂપ અને કોઈ કારણે સીદાતા અન્યને સ્થિર કરવા રૂપ યતનાવાળાની પ્રશંસા સ્વરૂપ સંયમ સમાચારી છે. (૨) પાક્ષિક અષ્ટમીચતુર્દશી આદિ પર્વમાં બાર પ્રકારના તપને પોતે કરવા રૂપ અને બીજાને કરાવવારૂપ તપ સામાચારી, (૩) પ્રતિલેખનાદિમાં અને બાલગ્લાનાદિની વૈયાવચ્ચાદિમાં સ્વયં ઉદ્યમવંત રહેવા સાથે આ કાર્યમાં સીદાતા ગણને પ્રવર્તાવવારૂપ ગણ સામાચારી, (૪) એકાકી વિહારની પ્રતિમાને સ્વયં કરવારૂપ અને અન્યને કરાવવારૂપ એકાકી વિહાર સામાચારી, (૨) શ્રત વિનય : સૂત્રગ્રહણ - અર્થશ્રવણ - હિત – સમસ્ત વાચનાત્મક ચાર પ્રકારે છે. હિત એટલે યોગ્યતાના અનુસારે વાચના આપતા, ‘નિઃશેષ' એટલે સમાપ્તિ સુધી. વિક્ષેપણા વિનય : મિથ્યાત્વના વિક્ષેપણથી મિથ્યાદૃષ્ટિને સ્વ સમયમાં સ્થાપવો. (૧) સમ્યગુદૃષ્ટિને વળી આરંભ વિક્ષેપણથી ચારિત્રમાં સ્થાપવો. (૨) ધર્મથી ચુત થયેલાને ધર્મમાં સ્થાપવો. (૩) સ્વીકારેલા ચારિત્રવાળા બીજાને અથવા પોતાને અનેષણીયાદીના નિવારણ વડે હિતને માટે અભ્યત્થાન કરાવવું આ પ્રમાણે છે. (૪)
તથા (૪) દોષ નિર્ધાત વિષય વિનયઃ ક્રોધીનો ક્રોધ દૂર કરાવવો (૧) વિષયાદિ દોષથી દુષ્ટના દોષનું દૂર કરવું (૨) પરશાસ્ત્રની કાંક્ષાવાળાની કાંક્ષાનો નાશ કરવો (૩) અને પોતાના દોષના વિરહથી આત્મ પ્રણિધાન આ પ્રમાણે છે. (૪) આ પ્રમાણે પોતાના અને પરના કર્મોને વિશેષ પ્રકારે દૂર કરે તે વિનય આ તો માત્ર દિશા સૂચન છે. વળી વિશેષ તો વ્યવહારભાષ્યથી જાણવા યોગ્ય છે. આ મળેલા છત્રીશ ગુણો છે તે ગણીના હોય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ||૨૦૧૪all
वयछक्काई अट्ठा-रसेव आयारवाइ अढेव ।
पायच्छित्तं दसहा, सूरिगुणा हुँति छत्तीसं ।।३०।। (१४४) ગાથાર્થઃ વ્રતષકદિ અઢાર, આઠ પ્રકારના આચાર અને દસ પ્રકારના પ્રાયશ્ચિત આ પ્રમાણે સૂરિના છત્રીસ ગુણ છે.