________________
દોષની વિશુદ્ધિ
૨૬૧
જોઈને સ્ત્રી વિચારે કે સાધુઓના શરીરના અંગો અતિશય મળથી ખરડાયેલા હોય છે, અભંગ, ઉદ્વર્તન, સ્નાન વિગેરેથી રહિત હોય છે, છતાં સાધુપણામાં પણ શરીરની લાવણ્ય શોભા અત્યંત રૂપાળી દેખાય છે. આથી હું માનું છું કે ખરેખર આ સાધુઓની લાવણ્ય શોભા ગૃહવાસમાં શતગણી હતી. જો સ્ત્રીઓના ગીતો, વચનો, હાસ્યો, મધુર સંભાષણો, અલંકારના શબ્દો અને રહસ્યોને સાંભળીને ભુક્તભોગી સાધુને સ્મૃતિ વિગેરે અને અભુક્તભોગીને કૌતુક વિગેરે દોષો થાય છે. //// સાધુઓના સ્વાધ્યાયનો પણ સ્વર ગંભીર, મધુર, સ્પષ્ટ, મોટો, આકર્ષક અને સુંદર રાગવાળો છે, આથી જ મનોહર છે, તો પછી તેમનો ગીતનો સ્વર તો કેવો હશે ? અત્યંત સુંદર હશે ||કા
તથા પશુવર્જિતા' એટલે ગાય, ગધેડી, ઘોડી વિગેરે પશુ સ્ત્રી તેના પુરુષ બળદ, ગધેડા, ઘોડા વિગેરેથી રહિત એવી વસતિ તે પશુવર્જિતા કહેવાય. તેમજ “પંડકવર્જિતા' એટલે નપુંસક રહિત એવી વસતિ. પશુપંડક વિગેરેથી યુક્ત વસતિમાં રહેતા સાધુને દોષો થાય છે. જે પ્રગટ જણાય તેવા છે. ત્યાં મૂલોત્તરગુણથી અશુદ્ધ વસતિમાં આધાકર્માદિ દોષો થાય અને સ્ત્રીયુક્ત વસતિમાં બ્રહ્મચર્યનું ખંડન વિગેરે દોષો થાય. જે કારણથી કહ્યું છે કે, પ્રતિષિદ્ધ વસતિમાં રહેવાથી બ્રહ્મચર્યનો ભંગ થાય પરસ્પર લજ્જાનો નાશ થાય, આસક્તિપૂર્વક વારંવાર જોવાથી પ્રેમ વધે, કારણ કે, જીવનો તેવો સ્વભાવ છે, લોકો “અહો આ સાધુઓનો તપ, વનવાસ' એમ નિંદા મશ્કરી કરે. લોકો વસતિ અને બીજી વસ્તુઓને ન આપે. લોકો સાધુ પાસે આવતા બંધ થઈ જાય એથી નવા જીવો ધર્મમાં ન જોડાવાથી તીર્થનો વિચ્છેદ થાય. ll૧] આ પ્રમાણે પશુ, પંડક સહિતની વસતિમાં ચિત્તનો ક્ષોભ, અભિઘાત વિગેરે દોષો થાય છે અને કહ્યું છે કે – લોકમાં મોહાગ્નિથી બળેલા જીવોની પશુ અને નપુંસકોના નિમિત્તથી પણ પૂર્વભવના અભ્યાસથી અશુભ પ્રવૃત્તિ થાય છે. //// અજ્ઞાનાદિ દોષો સર્વ ઠેકાણે સમાન છે. તેથી ઉપર કહેલા દોષથી વર્જિત જ વસતિ સેવવી જોઈએ. જે કારણથી કહ્યું છે કે, આથી મમત્ત્વથી રહિત અને આલોકના સુખાદિમાં નિરાશસ સાધુ ઉપર્યુક્ત દોષોથી રહિત વસતિમાં રહે, દોષિત વસતિમાં રહેવાથી આજ્ઞા ભંગ વિગેરે દોષો લાગે છે. /૧// આ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૩૪.
जन्न तयट्ठा कीयं, नेय वुयं नेय गहियमन्नेसि ।
સાઇડ-પામિરું વ-ત્તિ તે પૂર વલ્થ iારા () ગાથાર્થ ? જે સાધુ નિમિત્તે ખરીદાયેલું ન હોય, વણેલું ન હોય અને બીજાની પાસેથી વસ્ત્રનું પરાવર્તન કરીને અથવા બલાત્કારથી કોઈનું પડાવી લીધેલું વસ્ત્ર ન હોય તેવું કલ્પ તથા સામે લાવેલ અને ઉછીના લાવેલા વસ્ત્રને છોડીને અન્ય વસ્ત્ર કલ્પ.
ભાવાર્થ તર્થ એટલે પ્રસ્તાવથી સાધુ માટે ખરીદેલું ન હોય, અન્ય પાસેથી વસ્ત્રના બદલામાં અથવા બલાત્કારે આંચકીને ગ્રહણ કરેલું વસ્ત્ર કહ્યું નહિ. આહત અને પ્રામિત્યને વર્જીને.
અને અહીં પિંડની જેમ ઉદ્ગમ-ઉત્પાદના-એષણાદિ દોષો પણ યોગ્ય રીતે જાણવા. જે વળી ક્રતાદિ દોષો માત્ર કહ્યા છે તે બહુલતાથી આ દોષોનો જ સંભવ હોવાથી કહ્યા છે. ll૧૧/૧૩પ.