________________
દોષની વિશુદ્ધિ
૨૫૯
પિંડ વિચાર કહ્યો. હમણાં શવ્યાશુદ્ધિને કહે છે.
मूलुत्तरगुणसुद्धं, थीपसुपंडगविवज्जियं वसहिं ।
सेविज सव्वकालं, विवज्जए हुंति दोसा उ ।।१९।। (१३३) ગાથાર્થ : મૂલોત્તરગુણથી શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત વસતિને સર્વકાલ સેવવી જોઈએ. વળી વિપર્યયમાં (અર્થાત્ નિર્દોષવસતિના વર્જનમાં) દોષા થાય છે. ll૧૯ો (૧૩૩)
ભાવાર્થ સુગમ છે. પરંતુ “મૂલુત્તર ગુણ શુદ્ધ” એટલે કે જેને વિષે પીઠ-ફલક વંશમૂલ-ખંભાદિ સાધુ માટે ન કરાય તે મૂલગુણ શુદ્ધ, જેને વિષે છાદન-લેપનાદિ સાધુ માટે ન કરાય તે ઉત્તરગુણ શુદ્ધ II૧૯ll , (૧૩૩) હવે વસ્ત્ર શુદ્ધિને કહે છે.
*पिट्ठीवंसो दोधार-णाओ चत्तारि मूलवेलीओ ।
मूलगुणे हुववेया, एसा उ अहागडा वसही ।।२०।।१३४ ।। ગાથાર્થઃ પૃષ્ટિવંશ, બે ઉભા થાંભા, ૪ મૂળ વળીઓ - આ સાત (મકાનના આધારભૂત હોવાથી) હોય તે મૂલગુણોથી યુક્ત છે. બીજા માટે કરી હોય તે યથાકૃત વસતિ કહેવાય ૨.ll૧૩૪ો
ભાવાર્થઃ વસતિમાં પૃષ્ટિવંશ એટલે લોકમાં મોભમાં મધ્યભાગમાં આડું રાખેલું લાકડું જે પ્રસિદ્ધ છે. જેના ઉપર પૃષ્ઠવંશ રાખવામાં આવે છે તે બે ઊભા થાંભા, એક થાંભાની બે બાજુ બે વળી અને બીજા થાંભાની બે બાજુ બે વળી આમ ચાર મૂલવળીઓ ચાર ખૂણામાં સ્થાપન કરાય છે. આ સાતે પણ મૂલગુણો છે તે સાધુ માટે બનાવ્યા હોય તે વસતિ મૂલગુણ યુક્ત છે, ‘તુ' શબ્દ એવકાર અર્થવાળો છે. સાધુ માટે બનાવેલી હોવાથી શુદ્ધ નથી, આધાર્મિકી જ છે. ઉત્તરગુણો બે પ્રકારે છે - મૂલઉત્તરગુણો અને ઉત્તરઉત્તરગુણો. તેમાં મૂલોત્તરગુણો : વંશક, કટન, અવલંબન, છાદન, લેપન, ધાર, ભૂમિ આ સાત જેમાં સાધુ માટે બનાવ્યા હોય તેવી વસતિ મૂલોત્તરગુણોમાં સપરિકર્મ છે અર્થાતું મૂલઉત્તર ગુણોથી અશુદ્ધ છે. અહીં વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. “વંશક' એટલે ભીંત ઉપર આડા મૂકેલા દાંડા (વાંસડા), “કડણ' એટલે મકાનને ઢાંકવા દાંડા ઉપર નાંખેલી સાદડી (ચટાઈ), ‘ઘંવ' એટલે છત બાંધવા દાંડાઓને બાંધવા, છાય' એટલે ઘાસ વિગેરેથી ઢાંકવું, “સેવ' એટલે ભીંતો લીંપવી, ‘કુવાર' એટલે ઘરનું બારણું બનાવવું અથવા બારણાને મોટું બનાવવું, “ભૂમિ' એટલે ભોંયતળિયાની વિસમભૂમિને સમાન કરવો. આ સાત જેમાં સાધુ માટે બનાવ્યા હોય તેવી વસતિ ઉત્તરગુણોમાં પરિકર્મવાળી છે અર્થાતું મૂલઉત્તરગુણોથી અશુદ્ધ છે, એ પ્રમાણે અર્થ છે.
અને આ પૃષ્ટિવંશાદિ ચૌદે પણ અવિશોધિકોટિ છે. (મૂલગુણોના ૭ અને મૂલોત્તરગુણોના ૭ એમ ૧૪) (અવિશુદ્ધિ કોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાંખવા છતાં તે મકાન નિર્દોષ ન થાય અને વિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાંખવાથી તે મકાન નિર્દોષ થાય.) વળી, આ ઉત્તરઉત્તરગુણે વિશોધિકોટિ છે. વસતિનો ઉપઘાત કરનારા વિશુદ્ધિકોટિ ઉત્તરઉત્તરગુણો આ છે :