________________
૨૫૮
સમ્યક્ત્વ પ્રકરણ
उस्सग्गेण निसिद्धाणि, जाणि दव्वाणि संथरे जइणो ।
कारणजाए जाए, अववाए ताणि कप्पंति ।।१६।। (१३०) ગાથાર્થ : યતિને (સંયમ નિર્વાહ થતે છતે) ઉત્સર્ગ વડે જે દ્રવ્યોનો નિષેધ છે તે દ્રવ્યો પણ કારણ ઉત્પન્ન થયે છતે અપવાદે કહ્યું છે.
ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ કારણ ઉત્પન્ન થયે છતે એટલે કે રોગાદિ કારણ ઉત્પન્ન થયે છતે પૈકા (૧૩૦) હવે અપવાદ કયા સ્વરૂપનો છે ? તો કહે છે.
पुढवाइसु आसेवा, उपन्ने कारणंमि जयणाए ।
मिगरहियस्स ठियस्स, अववाओ होइ नायव्वो ।।१७।। (१३१) ગાથાર્થ : મૃગની જેમ અજ્ઞાનથી રહિત (ગીતાર્થ), મૂલ-ઉત્તરગુણમાં સ્થિર એવા સાધુનું કારણ ઉત્પન્ન થયે છતે જયણાપૂર્વક પૃથ્વીકાયાદિનું આસેવન એ અપવાદ જાણવા યોગ્ય છે. ll૧૭l૧૩૧
ભાવાર્થ : પૃથ્વીકાયાદિને વિષે અહીં પષ્ટીના સ્થાને સપ્તમી છે, ગ્લાનત્વાદિ કારણ ઉત્પન્ન થયે છતે પૃથ્વીકાયાદિની જયણા વડે એટલે કે મોટાદોષના ત્યાગ વડે અને અલ્પદોષના સ્વીકાર વડે આસેવાપરિભોગ અપવાદરૂપ જાણવા યોગ્ય છે. કોને ? મૂલોત્તરગુણને વિષે રહેલા સાધુને આ પ્રમાણેનો અપવાદ જાણવા યોગ્ય છે. કેવા પ્રકારનાને ? હરણોની જેમ-અજ્ઞાનતારૂપ હરણનું સામ્યપણું હોવાથી અગીતાર્થો, તેઓ વડે રહિતને એટલે કે અગીતાર્થતાથી રહિતને, કારણ કે અગીતાર્થો પૃથ્વીકાયાદિનો પરિભોગ જોઈને અતિપ્રસંગ અથવા ધર્મ ભ્રંશને કરે છે. હમણાં બહુ વિષયવાળા ઉત્સર્ગ-અપવાદના પરિજ્ઞાનથી કૃત્યના ઉપદેશને કહે છે,
बहुवित्थरमुस्सग्गं, बहुविहमववायवित्थरं नाउं ।
लंघेऊणुत्तविहिं, बहुगुणजुत्तं 'करिज्जाहि ।।१८।। (१३२) ગાથાર્થ ઘણા પ્રકારના ઉત્સર્ગને અને ઘણા પ્રકારના અપવાદને જાણીને કહેલી વિધિનું ઉલ્લંઘન કરીને ઘણા ગુણથી યુક્ત હોય તે કરવું જોઈએ.
ભાવાર્થ સ્પષ્ટ છે. પરંતુ નિશીથાદિ ગ્રંથથી જાણીને અને આ ગાથા વડે શાસ્ત્રને ઉચિત જે પ્રમાણે ગીતાર્થ કરે છે, તે પ્રમાણ છે, આ પ્રમાણે જાણવું. કહ્યું છે કે, જે કોઈપણ કાર્યને અવલંબીને ગીતાર્થો થોડા અપરાધવાળા અને બહુગુણવાળા કાર્યને આચરે છે. તે સર્વેને એટલે કે જિનમતાનુસારી સર્વ સાધુઓએ પ્રમાણ માનવું જોઈએ. (ધર્મરત્ન ૮૫, પંઘવસ્તુ ર૭૬)