________________
૨૫૬
સમ્યકત્વ પ્રકરણ
ગાથાર્થ આ દોષોથી રહિત પિંડ યતિઓને જિનેશ્વરો વડે અનુજ્ઞા કરાયેલ છે. શેષ ક્રિયા કરનારાઓને આ વળી તત્ત્વથી જાણવા યોગ્ય છે. ll૧૧. (૧૨૫)
ભાવાર્થ આ ઉપર કહેલા દોષો વડે રહિત પિંડ યતિઓને જિનેશ્વરો વડે અનુજ્ઞા કરાયેલ છે. પિંડવિશુદ્ધિ ઉત્તરગુણ હોવાથી શેષ ક્રિયામાં રહેલાઓને, મૂલગુણના વ્યાપારનું અનુષ્ઠાન કરનારાઓને વળી આ તત્ત્વથી પરમાર્થ વડે જાણવા યોગ્ય છે. મૂલના અભાવમાં ઉત્તરગુણો અકિંચિકર હોવાથી. ll૧૧/૧૨પા ગૃહસ્થ વડે ભક્તિથી કરાયેલ આધાકર્મને ત્રણ પ્રકારે શુદ્ધ એવા સાધુને ગ્રહણ કરતા શું શેષ થાય ? તો કહે છે.
जस्सट्टा आहारो, आरंभो तस्स होइ नियमेण ।
आरंभे पाणिवहो, पाणिवहे होइ वयभंगो ।।१२।। (१२६) ગાથાર્થ જેને માટે આહાર તેને નિયમ વડે આરંભ થાય છે. આરંભમાં પ્રાણીવધ અને પ્રાણીવધ થયે છતે વ્રત ભંગ થાય છે. I/૧૨ા (૧૨૩)
ભાવાર્થ : અક્ષરાર્થ સ્પષ્ટ છે ભાવાર્થ આ પ્રમાણે છે. જો કે સાધુને પકાવવા આદિમાં વ્યાપાર નથી. તો પણ મારે માટે આ બનાયેલું છે એ પ્રમાણે જાણતા એવા અને નિર્ધસપણે વાપરતા સાધુને અનુમતિના સંભવથી દોષ છે. N/૧૨/૧૨વા આ પ્રમાણે ઉપદેશ કરાય છતે પણ આધાકર્મ વાપરનાર જે છે તેના મહાદોષને બતાવતા કહે છે.
भुंजइ आहाकम्मं, सम्मं न य जो पडिक्कमइ लुद्धो ।
सव्वजिणाणाविमुह-स्स तस्स आराहणा नत्थि ।।१३।। (१२७) ગાથાર્થ : આધાકર્મને જે ખાય છે લુબ્ધ એવો જે સમ્યફ પ્રકારે પ્રતિક્રમણ કરતો નથી એવા સર્વે જીનેશ્વરોની આજ્ઞાથી વિમુખ બનેલા છે. તેને આરાધના નથી.
ભાવાર્થ આધાકર્મ ખાય છે. સમ્યફ પ્રકારે ભાવની શુદ્ધિ વડે અને આલોચનાપૂર્વક જે પ્રતિક્રમણ કરતો નથી. વળી, લોભી આધાકર્મી ભોજનથી પાછો ફરતો નથી. તેને એટલે કે સર્વે જિનોની આજ્ઞાથી વિમુખ બનેલા તેને આરાધના (પરલોકનું સાધકપણું) નથી. ૧૩. (૧૨૭)
જો આ પ્રમાણે છે, તો શા માટે આગમમાં દુષ્કાળાદિ સમયે આધાર્મિક વિગેરેની અનુમતિ આપેલી છે? તે કહે છે.
संथरणम्मि अशुद्धं, दुण्ह वि गिण्हंत दितयाण हियं ।
માહિદંતે, તે વેવ હિયં સંથરને સારા (૨૮) ગાથાર્થ પ્રાસુક એષણીય એવા આહાર આદિ વડે જ્યારે નિર્વાહ શકય હોય ત્યારે આધાકર્માદિથી અશુદ્ધ આહારને ગ્રહણ કરનાર અને આપનાર બંનેને અહિત કરનાર છે. જ્યારે પ્રાસુક એષણીયાદિ આહારાદિથી નિર્વાહ શકય ન હોય ત્યારે રોગીના દષ્ટાંત વડે કરીને તે આધાકર્માદિથી અશુદ્ધ આહાર પણ બંનેને હિતકારી છે.