________________
લોભપિંડ કથા
૨પપ
આ પ્રમાણે લોભપિંડની કથા : (૧૧, ૧૨) દાનની પૂર્વે અથવા પાછળથી દાતારની સ્તુતિ કરવા વડે અથવા સ્વજનરૂપ સંબંધ ઘટના વડે અથવા પૂર્વના સંબંધી માતા-પિતાદિ વિષયના અથવા પાછળના સંબંધી સાસુ-સસરાદિ વિષયના સંબંધથી પ્રાપ્ત કરાયેલ પિંડ તે પૂર્વ-પશ્ચિાત્ત સંસ્તવપિંડ (૧૩) વિદ્યા-મંત્ર-ચૂર્ણ-યોગાદિ વડે પ્રાપ્ત થયેલ વિદ્યાદિપિંડો તેમાં હોમાદિથી સાધ્ય હોય તે વિદ્યા (૧૪) પાઠ સિદ્ધ તે મંત્ર (૧૫) અંજનાદિ તે ચૂર્ણ (૧૩) પાદ પ્રલેપાદિ તે યોગ
ઉત્પાદના દોષમાં પિંડને પ્રાપ્ત કરવામાં લુબ્ધ એવા સાધુ વડે કરાતા સોળ દોષ, વળી ગર્ભને ખંભિત કરવો, ગર્ભનું આધાનાદિ કે જે કરવા વડે મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત કરાય છે. તેના વ્યાપાર અને તેના વિધાનથી પ્રાપ્ત પિંડ તે મૂલકર્મ પિંડ ૧૨૩ હવે એષણાના દોષોને કહે છે. 'संकिय मक्खिय निक्खित्त, "पिहिय 'साहरिय 'दायगुम्मीसे य ।
પરિણયત્તિછવિ, સોસ હવંતિ પારા (૨૪) ગાથાર્થ : શંકિત, પ્રતિ, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર અપરિણત, લિપ્ત, છર્દિત આ પ્રમાણે એખણાના દસ દોષો હોય છે. ૧૨ (૧૨૪)
ભાવાર્થ: (૧) આધાકર્માદિ દોષ વડે શંકાવાળું તે શક્તિ (૨) પૃથ્વીકાયાદિ વડે ખરડાયેલા હાથ અથવા પાત્ર આદિ વડે અપાતું તે પ્રક્ષિત (૩) પૃથ્વીકાયાદિમાં નંખાયેલ તે નિક્ષિપ્ત (૪) સચિત્ત ફલાદિ વડે ઢંકાયેલ તે પિહિત (૫) દાનમાં નહિ દેવા યોગ્ય વસ્તુ પૃથ્વીકાયાદિ સચિત્ત ઉપર નાખીને તે ખાલી કરેલ ભાજનથી નિર્દોષ એવા આહારાદિ આપવા તે સંહૃત (૯) આપનાર અન્ધાદિ હોય તો તેના હાથે અન્નાદિ ગ્રહણ કરવું યતિને કહ્યું નહિ તે દાયક (૭) સચિત્તથી મિશ્ર તે ઉન્મિશ્ર (૮) જે સારી રીતે અચિત્ત ન થયું હોય તે અપરિણત, (૯) જેનાથી ચીકાશ વિગેરે લેપ લાગે તે દહીં આદિથી લેપાયેલું તે લિપ્ત. આવું પણ કારણ વિના ગ્રહણ ન કરવું જોઈએ, જેથી કહ્યું છે કે,
અપકૃત લેવું જોઈએ. લેપકૃત લેવાથી પશ્ચાત્ કર્માદિ દોષ લાગે છે. અલેપકૃત દ્રવ્ય લેવાથી રસની આસક્તિનો પ્રસંગ નથી આવતો અને વાપરવા છતાં બ્રહ્મચર્યને પણ આંચ નથી આવતી ||૧||
અલેપ કૃત દ્રવ્યને લેવાથી ગુણ થાય છે કે હાથ, માત્રકને ધોવા પડતાં નથી. (૧૦) ઘી-દૂધાદિને ઢોળતાં વહોરાવે તે છર્દિત
એષણાના દોષો ગૃહસ્થ અને સાધુથી ઉત્પન્ન થયેલા આ દસ થાય છે અને સર્વે દોષો ભેગા કરવાથી ૪૨ દોષ થાય છે. ll૧૨૪ આ દોષોથી વિશુદ્ધ જ પિંડને ગ્રહણ કરવો જોઈએ. તેની વિશુદ્ધિના વિષયમાં વિશેષને કહે છે.
एयदोसविमुक्को, जईण पिंडो जिणेहिं णुनाओ । સેરિયાટિયા, સો પુ તત્તમ નેનો પારા (ર)