________________
૨૧૪
સમ્યક્ત્વ પ્રકરણ
વંદન કરવા યોગ્ય નથી. II૬૦૬ હવે ગુરુએ પણ કહ્યું કે હે આર્ય ! તમારે આ જનોઈનું શું પ્રયોજન છે ? કેમ કે જનોઈ વિના પણ બ્રાહ્મણ એવા અમને કોણ નથી જાણતું (બધા જ જાણે છે.) ૬૦૮॥ આ પ્રમાણે સર્વ મૂકતે છતે બાળકોએ ફરીથી કહ્યું કે વસ્ત્ર પહે૨ના૨ સાધુને મૂકીને બાકી બધાને વંદન કરીએ. I૬૦૮॥ તે સાંભળીને ગુસ્સાવાળા આર્યે રોષપૂર્વક કર્કશ શબ્દો કહ્યા. તમારા દાદા સાથે ય ક્યારે પણ વંદન કરતા નહિ. II૬૦૯।। બીજા કોઈપણ વંદન કરશે અથવા ન પણ વંદન કરે તો પણ હું આ કટીપટને (નીચેના વસ્ત્રને) મૂકીશ નહિ. કેમ કે હું નિર્લજ્જ નથી. (લજ્જાળુ છું.) I૬૧૦
એક વખત કોઈક એક સાધુ સુસમાધિપૂર્ક અંતિમ આરાધના કરવા પૂર્વક શુદ્ધ ચિત્તવાળા કાળધર્મ પામ્યા. ૬૧૧|| હવે ત્યારે આચાર્યે પોતાના તાતના કટીપટને છોડાવવાને માટે સર્વ સાધુઓ તરફ અને તેમની સમક્ષ કહ્યું કે ચારિત્ર પાત્ર એવા સાધુનું શરીર જે વહન કરે (ઉપાડે) તેને અત્યંત મોટી (વિશાળ) કર્મનિર્જરા થાય છે. II૬૧૨-૬૧૩॥ પૂર્વે સંકેત કરી રાખેલા વિનયમાં તત્પર એવા મુનિઓ હું પહેલા ઉપાડું. હું પહેલા તેમ દેહને ઉપાડવાને માટે તૈયાર થયા. ॥૬૧૪।। ઘણી નિર્જરાને ઈચ્છતા સોમ મુનિએ તેઓને જોઈને કહ્યું કે હે વત્સ ! જો આ પ્રમાણે છે તો આને હું જ ઉપાડું. ॥૬૧૫॥ ગુરુએ પણ કહ્યું કે તમારું કહેલું યુક્ત કલ્યાણકર છે. પરંતુ બાળકોથી નિર્માણ કરેલા ત્યારે ત્યાં ઉપસર્ગો પણ થાય. ॥૬૧૬॥ હે આર્ય ! તે ઉપસર્ગો સહન કરવાને માટે પા૨ પામો તો વહન કરો નહિતર તે મારા અનર્થના કારણને માટે થશે. II૬૧૭ સારી રીતે સહન કરીશ, એ પ્રમાણે કહીને તે ઉપાડવાને માટે લાગ્યા. ત્યારબાદ સાધુઓ તેમની આગળ સંઘ અને સાધ્વીઓ તેમની પાછળ રહ્યા. II૬૧૮॥ પહેલા સંકેત કરેલા બાળકોએ તેનો કટીપટ હરણ કરી લીધો, ત્યારે પુત્રવધૂઓ વગેરે આવા પ્રકારના તેમને જોવાથી અત્યંત લજ્જાવાળા થયા છતાં પણ. II૬૧૯] મારા પુત્રને અનર્થ કરનાર ઉપસર્ગ ન થાઓ. એ પ્રમાણે પુત્ર ઉપરના અનુરાગથી બંધ આંખ કરીને તેને સહન કર્યું. ।।૬૨૦॥ ત્યારબાદ અન્ય સાધુઓએ તેમને ચોલપટ્ટો કંદોરા વડે બાંધ્યો. મૌનપૂર્વક વહન કરતા ચાલ્યા. II૬૨૧॥ હવે ઉપાશ્રયમાં આવેલા તેમને ગુરુએ કહ્યું હે આર્ય ! આ શું ? તેમણે જે રીતનો વૃત્તાંત હતો, તે કહ્યો. કેમ કે ગુરુની પાસે છૂપાવવા જેવું કંઈ હોતું નથી. II૬૨૨।। કોઈ મુનિપાસેથી પટને લવડાવીને ગુરુએ કહ્યું, હે આર્ય ! આને ગ્રહણ કરો અને આ પટ પહેરો. II૬૨૩॥ તેણે પણ કહ્યું, હે વત્સ ! જે જોવા યોગ્ય હતું તે જોવાયું. આથી સાધુઓની સ૨ખાપણાવાળા મને હમણાં ચોલપટ્ટ જ થાઓ. II૬૨૪॥
હવે ગુરુએ વિચાર્યું કે મારા પિતા હવે તો તેવા પ્રકારના મુનિવેષવાળા થઈ ગયા. હજુ પણ અભિમાનથી ભિક્ષાને માટે તેઓ જતા નથી. II૬૨૫। ક્યારેક જો એકલા રહેવાનું થાય તો આ કેવી રીતે ભોજન ક૨શે ? અને ભિક્ષાચર્યા વિના કેવી રીતે મોટી નિર્જરા પણ થાય ? ।।૬૨૬॥ ત્યારબાદ સંકેતને કહીને સાધુને ગુરુએ કહ્યું, આજે અમુક ગામે જઈને સવા૨ના અમે આવશું. II૬૨૭।। તેથી આ આર્ય પિતા મારી જેમ તમારા વડે જોવા યોગ્ય છે. તેની સારસંભાળ રાખજો. તેઓએ પણ ગુર્વજ્ઞાને સ્વીકારી. ત્યારબાદ ગુરુ ગામે ગયા. ||૬૨૮॥ હવે ભોજનવેળામાં તે સર્વે પણ વિહરીને કાર્પેટિકની જેમ જુદા જુદા થઈને ખાધું. ૬૨૯॥ ક ોઈએ પણ સોમદેવ મુનિને નિયંત્રણ કર્યું નહિ. તેથી તેમણે વિચાર્યું કે ગુર્વાશાનો લોપ કરનારા આ પાપીઓને ધિક્કાર હો. ॥૬૩૦॥ ભીલની જેમ આક્રોશવાળા શું આ ખરેખર સાધુઓ છે ? હું ભૂખ્યો છું અને અધમો, તે બધાએ મજેથી ખાધું. II૬૩૧|| આ પ્રમાણે આર્ત્તધ્યાન અને દુઃખથી પીડિત ભૂખથી ઉંડા ઉતરી ગયેલ પેટવાળા તેને કેમે કરીને તે અહોરાત્રને યુગની જેમ પસાર કર્યો. ॥૬૩૨૫ સવારમાં આવેલા ગુરુને રડતા