________________
૨૩૮
સમ્યક્ત્વ પ્રકરણ
આ પ્રમાણે હોતે છતે જે કરવા યોગ્ય છે તે જણાવે છે. ता आणाणुमयं जं, तं चेव बुहेहिं सेवियव्वं ।
किमिह बहुणा जणेणं, हंदि न से अत्थिणो बहुया ।।३५।। (१०३) ગાથાર્થ તેથી પંડિતો વડે આજ્ઞાને અનુમત જે ધર્મ છે તે જ સેવવો જોઈએ. ઘણા માણસ વડે શું? મોક્ષને
ઈચ્છનારા બહુ નથી હોતા. ટીકાર્થ : જે કારણથી ઘણા માણસોની પ્રવૃત્તિ એ આલંબન માટે નથી. તેથી આજ્ઞાને અનુસરનારું એટલે
આગમને અનુસરનારું જે અનુષ્ઠાન છે તે જ પંડિતો વડે સેવવા યોગ્ય છે. અહીં ધર્મના વિચારમાં ઘણા માણસો વડે શું ? ‘ઇંરિ' એ અહીં નજીકની બાબતને બતાવવા માટે છે. આજ્ઞાને અનુસાર તેવા ધર્મના અર્થીઓ અથવા કલ્યાણના અર્થી એટલે મોક્ષને ઈચ્છનારા બહુ નથી હોતા. હમણાં મુંડન કરાવેલા ઘણા છે શ્રમણો અલ્પ છે.' એવું વચન હોવાથી ll૩પી૧૦ll આ પ્રમાણે અનેક રીતે વિધિમાર્ગના સમર્થનને સાંભળીને મહામોહથી હણાયેલી બુદ્ધિવાળા જે બોલે છે તે જણાવે છે. दूसमकाले दुलहो, विहिमग्गो तमि चेव कीरंते ।
નાય તિલ્પછે, સિવી દો પારદા (૨૦૪) ગાથાર્થ દુષમકાલમાં વિધિનો માર્ગ દુર્લભ છે તે જ જો કરવામાં આવે તો તીર્થનો ઉચ્છેદ થાય આવો કુગ્રહ
કેટલાકનો છે. ટીકાર્થ દુષમકાલમાં કર્મ ભારે હોવાથી વિધિનો માર્ગ દુર્લભ-દુઃખે કરીને પ્રાપ્ત થાય તેવો છે અને તે જ જો
કરવામાં આવે તો તીર્થનો ઉચ્છેદ થાય. કારણ કે, વિધિમાર્ગનું અનુષ્ઠાન ઘણાં વડે કરવું અશક્ય હોવાથી તીર્થનો ઉચ્છેદ થાય આવો કેટલાકનો કુગ્રહ-ખોટી માન્યતા છે. ll૩૭૧૦૪ો. વિવેકીઓ વડે કુગ્રહ-ખોટી માન્યતા કરવા જેવી નથી એ જણાવે છે -
जम्हा न मुक्खमग्गे, मुत्तूणं आगमं इह पमाणं ।
विजइ छउमत्थाणं, तम्हा तत्थेव जइयव्वं ।।३७।। (१०५) ગાથાર્થ જે કારણથી મોક્ષના માર્ગમાં છદ્મસ્થ જીવોને આગમને છોડીને અહીં બીજું કોઈ પ્રમાણ રૂપ નથી
તે કારણથી તેમાં જ યત્ન કરવા યોગ્ય છે. ll૩૭/૧૦પ ટીકાર્ય સુગમ છે ૩૧૦પા.