________________
૨૩૬
સમ્યકત્વ પ્રકરણ
અભિનંદન કર્યું. ૧૮પા હવે રાજા મુનિ આગળ બેઠો. મુનિને પૂછ્યું, હે પ્રભો ! હાથીનો બંધનથી છૂટવાનો તેવા પ્રકારનો આશ્ચર્યકારી પ્રસંગ સાંભળવાને ઈચ્છું છું. I/૧૮ી મુનિએ કહ્યું કે હે રાજનું ! હાથીનું બંધનથી છૂટવું આશ્ચર્યકારી નથી. સૂતરના તાંતણાઓના બંધનથી છૂટવું એ મને અતિશય દુષ્કર લાગે છે. I/૧૮ી શ્રેણિકે પૂછ્યું તે કેવી રીતે ? આથી મુનિએ મૂળથી જ પોતાનું ચરિત્ર કહ્યું. પરિવાર સહિત રાજાએ તે સાંભળીને આ પ્રમાણે સ્તુતિ કરી. II૧૮૮ યુદ્ધના મેદાનમાં પડેલા પ્રાયઃ પડેલા જ હોય છે. આ વીર છે જે પડેલો પણ શસ્ત્રને લઈને વળી ઉભો થયો. ૧૮૯ાા તેમ સ્વામી ! એક વીર પરાક્રમી એવા તમે સર્વે શત્રુઓને જીતી લીધા. કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી તમારા માટે નજદીક જ છે. તેમજ મુક્તિનગરી પણ હવે દૂર નથી. l/૧૯oll
હવે આદ્રક મુનિએ અભયકુમારને કહ્યું કે નિષ્કારણ વત્સલ એવા અહો તમે એક જ મારા ધર્મબંધુ છો કે જે ભેટણાના બહાનાથી પણ પ્રથમ જિનની પ્રતિમા મોકલાવી પ્રતિમાનું સારી રીતે અવલોકન કરવાથી ત્યારે જ મને જાતિસ્મરણ થયું અને ત્યારે જ હું અરિહંતનો ઉપાસક થયો. II૧૯૧-૧૯૨ા જે કોઈનાથી પણ ન કરાય તેવું તમે કર્યું અને જે કોઈપણ ન આપે તેવું તમે મને આપ્યું. ખરેખર મને ઉપાય વડે જ તમે અરિહંતના ધર્મને આપ્યો છે. ૧૯૩ll હે મહાભાગ ! અનાર્ય દેશને જોઈને અનાર્યપણાના અંધ કૂવામાં રહેલા મારો તમે બુદ્ધિરૂપી દોરડાથી ઉદ્ધાર કર્યો છે. ll૧૯૪ll સંસારરૂપી સમુદ્રમાં તરવા માટેની આ પ્રવજ્યારૂપી નાવ જે મને પ્રાપ્ત થઈ, એમાં પણ હે અભયકુમાર ! તમારું જ કારણ છે. I/૧૯૫ll ધર્મરૂપી સર્વસ્વના દાનથી તું મારો લેણદાર છે. શ્રેષ્ઠ એવા આશીર્વાદ સિવાય બીજું શું તમને અપાય ? ૧૯વા હે મહાભાગ્યશાળી ! હમણાં આ પ્રમાણે સંસારરૂપી સાગરમાંથી મારી જેમ ઘણા જીવોનો તું ઉધ્ધાર કરજે. એવા અંતરના તને આશીર્વાદ છે. ૧૯૭ી હવે શ્રેણિક રાજા તેમજ અભયકુમાર અને અન્ય નગરજનો તે સાધુ ભગવંતને નમીને, જેવી રીતે આવ્યા હતા તેમ ગયા. ll૧૯૮ll હવે વિનયના સમુદ્ર એવા આદ્રક મુનિએ રાજગૃહનગરમાં પધારેલા ચરમ તીર્થપતિને વંદન કર્યા. સકલ કર્મના નિર્મુલનથી કેવળજ્ઞાન પામીને જગત પર લાંબો કાળ વિચરીને નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું. ll૧૯૯ll
આ પ્રમાણે આર્તકકુમારનું કથાનક સમાપ્ત. ૩૦૯૮ હમણાં પહેલાં પ્રરૂપિત એવા શુદ્ધ પ્રરૂપકની પ્રશંસા કરે છે –
जइ वि हु सकम्मदोसा, मणयं सीयंति चरणकरणेसु ।
सुद्धप्परुवगा तेण, भावओ पूअणिज त्ति ।।३१।।१९।। ગાથાર્થ : જે પોતાના કર્મના દોષથી ચરણકરણમાં જરાક પણ સીદાય છે. પરંતુ શુદ્ધ પ્રરૂપણાથી તે ભાવથી પૂજવા યોગ્ય છે.
ટીકાર્થ : “હુ' એ “જ' કાર અર્થમાં છે અને તે ‘વાર' ‘તેન’ પદ સાથે અર્થવાળો જણાય છે. એટલે જે પોતાના કર્મના દોષથી ચરણસિત્તરિ અને કરણસિત્તરમાં થોડા શિથિલ છે, તો પણ શુદ્ધ પ્રરૂપણા કરનારા, શુદ્ધ પ્રરૂપક ગુણ વડે ભાવથી નિરૂપચાર રીતે પૂજવા યોગ્ય છે. અહીં તિ શબ્દ શરૂ કરેલ પ્રકરણની સમાપ્તિમાં છે. ૩૧ll૯૯ી.