________________
૨પર
સમ્યક્ત્વ પ્રકરણ
એક દિવસ તે નગરના સ્વામી સિંહરથ નામના રાજાએ તે નટને સ્ત્રી રહિતનું નાટક કરવા માટે આદેશ કર્યો. ll૪કા તેથી તે અષાઢાભૂતિ તે બંને પ્રિયાને મૂકીને નટના સમૂહથી યુક્ત રાજાના ધામમાં ગયા. ll૪૭થી
હવે નટની પુત્રીઓએ અમારો પતિ લાંબા કાળે પાછો આવશે એમ જાણીને ઇચ્છા પ્રમાણે કંઠ સુધી મદિરાને પીધી. I૪૮) ત્યાર પછી વાસગૃહની અંદર તે બંને સ્ત્રીઓ મદથી વિહ્વળ થયેલી છૂટા વિખરાયેલા વાળના સમૂહવાળી, નીકળી ગયેલા વસ્ત્રવાળી, ચારે બાજુએ પ્રસરતી દુર્ગધવાળી, માખીના સમૂહથી વ્યાપ્ત આમ તેમ હાથપગને પછાડતી મરેલાની જેમ પૃથ્વી પર આળોટતી હતી. હવે આ બાજુ રાજાને ત્યારે નાટકનો અવસર ન હતો. તેથી આષાઢાભૂતિ પાછા ફરીને પોતાના ઘરે આવ્યા. ll૪૯૫oll૫૧/l
હવે વાસઘરમાં પ્રવેશતા મઘની દુર્ગધથી બાધિત આષાઢાભૂતિએ તે અવસ્થાવાળી બંને પ્રિયાને આગળ જોઈ. //પરા ત્યાર પછી ત્યારે જ ઉત્પન્ન થયેલા ભવના વૈરાગ્યવાળા તેમને વિચાર્યું કે, “હે જીવ ! ક્રોડો ભવમાં ભમતાં તારા વડે સ્વર્ગ અને અપવર્ગના કારણભૂત પૂર્વે કયારેય પણ પ્રાપ્ત નહિ થયેલું એવા પ્રકારનું પણ ચારિત્રને પામીને જે બંને માટે છોડાયું. /પ૩પ૪ll એકાંતે અસાર, જોવાને માટે અયોગ્ય, સર્વ અશુચિના ભંડારરૂપ એવી તે બંનેનું સ્વરૂપ. હે આત્મન્ ! તું જ. પપા અથવા અજ્ઞાની એવા તારો આ અપરાધ કે જેના વડે મોહિત થયેલો તું મોક્ષમાર્ગને છોડીને નરકના માર્ગ વડે ચાલ્યો. સંપકા હજું પણ તારી ભવિત વ્યતા અનુકૂલ છે તેમ હું માનું છું કે જેના વડે હમણાં આવા પ્રકારનું સ્વરૂપ આ તારા વડે જોવાયું. //પી. તેથી તું જો આ પ્રમાણે જાણે છે તો જ્યાં સુધી જરા (ઘડપણ) પીડતી નથી, જ્યાં સુધી રોગો વડે તું પીડાયો નથી અને જ્યાં સુધી મૃત્યું આવ્યું નથી. કેપટો ત્યાં સુધી હમણાં પણ તું પ્રયત્નથી સ્વહિતને કર. શત્રુથી નષ્ટ થયેલો પણ પાછો ફરેલો સુભટ ખરેખર જય પામે છે. /પલા
આ પ્રમાણે ભાવના ભાવી ભાવીને વૈરાગ્યના સંગથી મંદિરથી નીકળતા મુનિ કોઈપણ રીતે નટ વડે જોવાયા. Iકવણી હવે હોંશિયાર, ચિત્તને જાણનાર એવા તે નટે તે મુનિના આશયને જાણીને આશંકા સહિત ક્ષણવારમાં જેટલામાં તે વાસ ઘરમાં ગયો. IકII તેઢલામાં તેવી અવસ્થાવાળી પોતાની પુત્રીઓને જોઈને ખેદ પામેલા તેણે કહ્યું, “હે પાપીઓ ! તમારા વડે શું કરાયું ? વિરાગી થયેલો તમારા બંનેનો પતિ જાય છે. Iકરો. હવે તે વચનથી જલ્દીથી ઉતરી ગયેલા મદવાળી તે બંનેએ સંભ્રાન્તથી પિતાને પૂછયું આ અમારો પ્રિય કયાં જાય છે ? Iકall કયાં જાય છે ? નટે કહ્યું, તેના વડે શું? તેનો આશય મારા વડે જણાયો છે. તે તમારા બંને વડે વિરક્ત થયેલો યુગાન્ડે પણ પાછો ફરશે નહિ. ૬૪ll પરંતુ પગને પકડીને કહો કે, હે નાથ ! જોકે તમે વિરકત થયેલા છો તો પણ અમારા બંનેની નિર્વાહની ચિંતા કરીને પછી સ્વાર્થને કરનાર થાઓ. કપા હવે તે બંનેએ દોડીને તેના પગમાં પડીને કહ્યું, “હે કરુણાનિધિ ! હે નાથ ! અનાથ એવી અમને છોડીને તું કયાં જાય છે ? Iકલા હે સ્વામી ! અમારા બંનેનો આ એક પહેલો અપરાધ ખમો. જે કારણથી દોષની ખાણ એવા મનુષ્યને વિષે મહા-પુરુષો ક્ષમાવાળા હોય છે. Iકી હે હૃદયેશ ! એકવાર પાછા ફરો. તેણે તેણીને કહ્યું, “હમણાં પ્રાણના ત્યાગે પણ આ થશે નહિ. કટાં જો શલ્લકીના મનોહરવનવાળા વિધ્યાચલને છોડીને હાથી, નથી પ્રાપ્ત થયું ઘાસ માત્ર એવા પામર સ્થાનને કેમ કરીને પામેલો શું ક્યારે ય ત્યાં જ રતિને બાંધે ? અથવા તો વિધ્યને જ સ્મરણ કરતો તે તરફ જતો શું કોઈના પણ વડે પાછો ફેરવાય ? ક૭ll તે બંનેએ તેના આગ્રહને જાણીને પિતાના આદેશને કહ્યો અને તેના વડે પણ સ્વીકારાયું. કારણ કે, સજ્જન પુરુષો દીન પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે. [૭૧] તેથી પાછા ફરીને