________________
૨૩૪
સખ્યત્વ પ્રકરણ
અને માતાને કહ્યું કે હે માતા ! તું ડર નહિ. બંધાયેલા પિતા હવે ક્યાંય જશે નહિ. તેના પિતાએ કહ્યું કે હે વત્સ ! હું નિશ્ચિત બંધાઈ જ ગયો છું. હે વત્સ ! જેટલા તે તંતુના તાંતણાઓ વીંટાળ્યા છે એટલા વર્ષ તો હું તારા બંધનો વડે રહેવા માટે બંધાઈ ગયો. f/૧૩૩-૧૩૭થી તે હતા બાર તેથી બાર વર્ષ વળી રહ્યા. હવે બાર વર્ષની સમય મર્યાદા પુર્ણ થયે છતે રાત્રીના અંતે જાગી ગયેલા તેણે વિચાર્ય, ||૧૩૮ સંસ સમુદ્રમાંથી ઉતરવા માટે જહાજ સરખા વ્રતને પામીને પ્રમાદથી તેને છોડીને સંસારમાં મગ્ન થયેલો હું મૂઢબુદ્ધિવાળો છું. પહેલાં મનથી ભાંગેલા ચારિત્રવાળો હતો, તેથી જ અનાર્યપણું પામ્યો. અત્યારે સર્વ પ્રકારે ભગ્ન વ્રતવાળા મારી કઈ ગતિ થશે ? ||૧૩૯-૧૪ll જિનેશ્વરના વચનને જે માણસો જાણતા નથી, તે અધમ છે. જે જાણીને પણ કરતા નથી તે અધમોમાં અધમ છે. I/૧૪૧/ સંતાપ વડે સર્યું. હમણાં હું પ્રવ્રજ્યાને ગ્રહણ કરું, પોતાના આત્માને સુવર્ણની જેમ તારૂપી અગ્નિથી પવિત્ર કરું. /૧૪રી પાછલી વયે પણ દીક્ષા સ્વીકારનાર જેઓને તપ, ક્ષમા, બ્રહ્મચર્ય, વ્રત અને ક્રિયા પ્રિય છે તેઓ જલ્દીથી દેવલોકને પામે છે. l/૧૪૩ll સવારમાં પત્ની ને સ્વજનના સમૂહને અને રાજાને પૂછીને ગુફામાંથી સિંહ જેમ બહાર નીકળે, તેમ મુનિવેશને ધારણ કરી, ઘરથી નીકળ્યા. ૧૪૪ll હવે આદ્રકુમાર મુનિ રાજગૃહ તરફ જતાં વચમાં પોતાના પિતાના ૫૦૦ સામંતોને તેણે જોયા. ૧૪પી તેઓએ પણ મુનિને એકાએક જોઈ, ઓળખીને વિસ્મય પામ્યા અને નમ્યા. તેણે પણ તેઓને કહ્યું કે આ વનમાં તમે લોકો ક્યાંથી ? ૧૪વા તેઓએ પણ કહ્યું કે સ્વામિ ! અમને વિશ્વાસ આપીને ત્યારે તમે પલાયન થઈ ગયા. તેથી હે નાથ ! લજ્જા પામેલા અમે રાજા પાસે ગયા નહિ. ll૧૪૭થી પરંતુ આ પૃથ્વી પર ભમતાં ભમતાં તમને શોધતા, કંટાળેલા રહ્યા. ચોરી કરીને આજીવિકા ચલાવીએ છીએ. ll૧૪૮ બુદ્ધિશાળી મુનિએ તેઓને પ્રતિબોધ માટે કહ્યું ! અહો ! શું આ પાપરૂપી આજીવિકા તમોએ સ્વીકારી. તે કલ્યાણ-કારીઓ મહાન (મોટા) કષ્ટમાં પણ કરવા યોગ્ય જ કરવું જોઈએ. બંને લોકને વિરુદ્ધ એવું ન કરવા લાયક ક્યારે પણ ન કરાય. ./૧૪૯-૧૫olી તેઓએ પણ કહ્યું છે કુમાર ! વનવાસથી ખેદ પામેલા (કંટાળેલા) અમે કુટુંબને અને રાજાને મળવા માટે જઈએ છીએ. ૧૫૧ી ત્યારે મુનિએ કહ્યું કે વનવાસથી ઉત્પન્ન થયેલ કષ્ટ શું છે ? સંસારમાં વસવાથી ઉત્પન્ન થયેલા કષ્ટને કેમ ખરેખર વિચારતા નથી ? ચોરો વડે ચોરાયેલાની જેમ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરે અધમ ઋદ્ધિમાં કષ્ટપૂર્વક આ જીવ રહ્યો છે. ll૧૫-૧૫૩ સ્વાર્થમાં રહેલા એવા કુટુંબને વિષે કોણ મોહ કરે ? અથવા તો આ સંસારમાં આપણે કેટલાય કુટુંબો શું મૂકી નથી આવ્યા ? II૧૫૪ કંઈક કર્મ લઘુપણાથી સુમનુષ્યપણાને પ્રાપ્ત કરીને તે ધર્મના ફળ સ્વર્ગ કે અપવર્ગને ગ્રહણ કરો. I/૧૫પી જેમ પહેલાં પણ હું તમારો સ્વામી હતો, તેમ હમણાં પણ તમારો સ્વામી થઈશ. હે સુમેધાવી ! ખરેખર મારી જેમ તમે સંયમને સ્વીકારો. II૧૫ડા ધૂપથી પવિત્ર બનાવેલા વસ્ત્રોની જેમ, લઘુકર્મી એવા તેઓએ આર્ટિકમુનિના ઉપદેશોથી પોતાના આત્માને પવિત્ર બનાવ્યો. |૧૫૭lી ત્યાર પછી હવે સર્વ સેવકોએ સ્વામી પાસેથી પોતાની ચડેલી આજીવિકા (પગાર)ની જેમ પ્રાર્થના કરીને પ્રવજ્યાને ગ્રહણ કરી. ૧૫૮
આ પ્રમાણે બુઝવી, દીક્ષા આપી તેઓની સાથે આÁકમુનિ વીર ભગવાનને વંદન કરવા માટે જેટલામાં રાજગૃહની નજીક આવ્યા. ૧૫૯ો જતાં એવા માર્ગમાં મુનિને સન્મુખ ગોશાળો મળ્યો. પ્રબોધ કરીને સ્વમતમાં લઈ જવાને માટે તેણે વાદનો આરંભ કર્યો. ૧૬૦ત્યારે ત્યાં કેટલાક સભ્ય તરીકે કુતુહલથી ઉંચા થયેલા નેત્રવાળા વિદ્યાધરો દેવો અને મનુષ્યો એકઠાં થયા. ૧૯૧ી ગોશાળાએ કહ્યું કે હે ભો ! સાધુ