________________
સાધુના આચારોનું વર્ણન
|
૨૪૫
૨૪૫
આ પિંડ દોષોની વિભાગ વડે સંખ્યાને કહે છે.
सोलस उग्गमदोसा, सोलस उप्पायणाए दोसा उ ।
दस एसणाइ दोसा, बायालीसं इइ हवंति ।।५।। (११९) ગાથાર્થ : સોલ ઉદ્ગમના દોષો, સોલ ઉત્પાદના દોષો અને દસ એષણાના દોષો આ પ્રમાણે બેતાલીસ દોષો થાય છે. ત્યાં ઉદ્મ ના દોષો કહે છે.
'आहाकम्मुद्देसिय', पूईकम्मे य मीसजाएं य । ઢવાપાડયા', “પામોનરીક્વામિ' સાદા (૨૦) "परियट्टिए अभिहडु-ब्मिन्न मालोहडे५२ इ य ।
"अच्छिज्जे °१५अणिसट्टे, अज्झोयर एय 'सोलसमे ।।७।। (१२१) ગાથાર્થ : આધાકર્મ, દેશિક, પૂતીકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિક, પ્રાદુષ્કરણ, ક્રિીત, પ્રામિત્ય, પરાવર્તિત, અભ્યાહત, ઉર્ભિન્ન માલાપહત, આછઘ, અનિસૃષ્ટ, અધ્યવપૂરક, આ સોળ ઉદ્ગમના દોષો છે.
ભાવાર્થ ઃ (૧) યતિનો મનમાં સંકલ્પ કરીને પકાયનાં આરંભ વડે પચન-પાચન આદિ કરવું તે આધાકર્મ. (૨) જે પૂર્વે કરેલ ઓદન અને લાડવાના ચૂર્ણાદિને સાધુના ઉદ્દેશ વડે દહીં અને ગોળાદિના પાક વડે સંસ્કાર કરાય તે ઔદેશિક. (૩) અશુચીના અંશ વડે જેમ આહાર અપવિત્ર થાય તેમ આધાકર્માદિના અંશ વડે વિશુદ્ધ એવા પણ આહારાદિ અપવિત્ર કરાય તે પૂતિકર્મ. (૪) જે પોતાને માટે અને સાધુને માટે પહેલેથી જ મિશ્ર કરીને રાંધેલુ હોય તે મિશ્રજાત. (૫) સાધુના માટે અમુક કાળ સુધી દૂધાદિ રાખી મૂકવા તે સ્થાપના. (૯) ગુરુઓ પછી આવશે અથવા તો આવેલા છે એ પ્રમાણે વિચારીને વિશિષ્ટ અશનાદિ ગુરુને આપી શકાય માટે વિવાદાદિ ઉત્સવ પહેલા કરવો અથવા પછી કરવો તે પ્રાભૃતિકા. (૭) અંધકારમાં રહેલા આહારાદિને સાધુને માટે બહાર સ્થાપવા અથવા ઝરુખાદિ ખોલીને કે કરાવીને પ્રકાશ કરવો તે પ્રાદુષ્કરણ. (૮) સાધુને માટે મૂલ્ય વડે જે ખરીદાય તે ક્રત. (૯) સાધુને આપવા યોગ્ય ઊછીનું લેવું. સાધુને માટે ઊછીનું લઈને જે અપાય તે મામિત્ય. (૧૦) કોદ્રવાદિ અન્યને આપીને શાલ્યાદિ (ચોખાદિ) પરાવર્તન એટલે અદલાબદલી કરીને લેવાય તે પરાવર્તિત. (૧૧) સ્વગામ અથવા પરગામથી સાધુને માટે લવાય તે અભ્યાહત. (૧૨) સાધુને માટે માટી આદિથી ઢાંકેલા વાસણને ખોલીને અથવા નહિ વપરાતા એવા કબાટાદિને ઉઘાડીને જે અપાય તે ઉભિન્ન. (૧૩) શિકાદિ ઉપરથી અથવા ભોયરાદિમાંથી સાધુને માટે લવાય તે માલાપહૃત. આના ઉપલક્ષણથી દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવા કોઈપણ સ્થાનથી લાવી આપવું તે પણ આ દોષમાં ગણવું. (૧૪) પુત્ર-પત્ની, નોકરાદિ સંબંધી વસ્તુ તેમની પાસેથી છીનવીને સ્વામી સાધુને આપે તે આછેદ્ય. (૧૫) વસ્તુના ઘણા સ્વામી હોય તેવી વસ્તુ એકની પાસેથી ગ્રહણ કરવી તે અનિસૃષ્ટ, (૧૬) પોતાને માટે બનાવેલું હોય અને સાધુઓ આવ્યા છે તેમ સાંભળીને તે સાધુને ઉદ્દેશીને પોતાને માટે રાંધેલ ધાન્યમાં અધિક ધાન્ય ઉમેરવું તે અધ્યવપૂરક. આ ઉદ્ગમના દોષો પિંડની ઉત્પત્તિમાં ગૃહસ્થ વડે સાધુના માટે કરાતા હોવાથી તે ઉદ્દગમના દોષો કહેવાય છે.