________________
માનપિંડ કથા
૨૪૯
એક પુરુષ પોતાની પત્ની વડે કહેવાયો કે રાત્રીના છેલ્લા પ્રહ૨માં જો હું પાણી માટે જઈશ તો બાલક રહેશે નહિ. ॥૨૯॥ તેથી હે સ્વામી ! તું જ હમણાં જ્યાં સુધી કોઈ જોવે નહિ ત્યાં સુધી જલ્દી પાણીના બે ઘડાને લઈને આવ. II૩૦ના તે પણ આદેશની જેમ મસ્તક ૫૨ કુંભને જલ્દીથી સ્થાપીને પાણીને લાવવા માટે ગયો. સ્ત્રીને વશ શું ન કરે ? ।।૩૧।। ઘટ વડે પાણીને ગ્રહણ કરવાથી થતા બુડ બુડ અવાજ વડે પાસેના વૃક્ષના માળામાં રહેલા બગલાઓ ઊડતા હતા. II૩૨ દ૨૨ોજ આ પ્રમાણે કરતો તે કોઈના વડે જોવાયો અને બગલાને ઉડાડનાર (બકોડ્ડાયી) આ પ્રમાણે તે ક્રિયા વડે સર્વત્ર પ્રકાશિત કરાયો. ॥૩૩॥
કોઈ પુરુષ પત્નીના વચનને કરી કરીને તેણીને વારંવા૨ હું શું કરું ? એ પ્રમાણે કહેતો હતો તે સાંભળીને લોકો વડે કિંકર આવા નામ વડે તે કહેવાયો. II૩૪।।
વળી સ્નાન કરવાની ઇચ્છાવાળો કોઈક ગ્રામ્ય પુરુષ પોતાની પત્ની વડે કહેવાયો. હે પ્રિય ! પુત્રને ખોળામાં લઈને બેઠેલી હું છું. II૩૫।। આથી તેલના કચોળાને લાવીને તું મારી આગળ બેસ. હવે બેઠેલા એવા તેના મસ્તકમાં તેણીએ તેલને નાંખ્યું. ।।૩૬।। અને કહ્યું, પોતાના હાથ વડે જ મસ્તકને ઘસો સ્વયં જ અંગોને ચોળો મારો હાથ પુત્ર વડે વ્યગ્ર છે. II૩૭ા હે પ્રિય ! નદીમાં જઈને ઘણા પાણી વડે ગૌર માટી વડે સ્નાન કર. જેથી તને સુંદર સ્નાન થાય, વળી તીર્થસ્નાન પુણ્યને કરનારું છે. II૩૮॥ ત્યાર પછી તેની પ્રિયાના વૃત્તાંતને જાણીને અને નદીમાં સ્નાન કરતા તેને જોઈને તીર્થ સ્નાતક આ પ્રમાણે સર્વે લોકો તેને કહેતા હતા. ૩૯)
થાળીની પાસે બેસીને અને પુત્રને ખોળામાં બેસાડીને કોઈક સ્ત્રી વ્યંજનાદિને ઇચ્છતા જમતાં પતિને કહેતી હતી. ||૪૦|| હે પ્રાણેશ ! તું અહીં આવ જે કારણથી આ તને આપું. આ તારો પુત્ર મને ઊઠવા દેતો નથી. II૪૧।। ઊંચુ જોતો લજ્જા પામતો પ્રિયાએ કહેલા વચનને ખંડન નહીં કરતો. તે પુરુષ ગીધની જેમ ચાલતો પાસે જતો હતો અને તે જ પ્રમાણે પાછો ફરતો હતો. ॥૪૨॥ અને એ પ્રમાણે કરતા એવા તેને જોઈને તેથી સઘળા લોકો તેને ગૃદ્ધા વરિરૂિખી આ પ્રમાણે કહેતા હતા. II૪૩॥
હા દેવ ! પ્રિયા રોષાયમાન થયેલી છે. હું તેનો કેવી રીતે થઈશ. એ પ્રમાણે બોલતો છઠ્ઠો પુરુષ લોકો વડે હાદૈવક કહેવાયો. II૪૪॥ હવે હસતા એવા સર્વે ગોષ્ઠીજનોએ મોટેથી કહ્યું, સારું સારું હે ક્ષુલ્લક તારા વડે આ છએ પુરુષ જણાવાયા. I૪૫॥ હવે ક્ષુલ્લકને હાથ પકડીને દેવદત્તે કહ્યું, તું મને હલકો પાડ નહિ તને ઇચ્છા પ્રમાણે ઘણી સેવ આપીશ. ૪૬ ક્ષુલ્લકે કહ્યું, ભય વડે તું આપવાને માટે સમર્થ નથી. કારણ કે, તારા ઘરે વાઘણની જેવી પણ ભયંકર અનાર્ય ભાર્યા છે. II૪૭॥ તેણે કહ્યું, બહુ કહેવા વડે શું ? મારી સાથે ઘરે આવ. ત્યાર પછી તે બંને ત્યાં તેના ઘરે ગયા. II૪૮॥ ફરી ક્ષુલ્લકે તેને કહ્યું, તારી પત્ની મને આપશે નહિ. હું પહેલા પણ તારા ઘરે જઈને આવ્યો છું. તેથી તેણીને હું જાણું છું. II૪૯॥ તેથી હું એકક્ષણ ભ્રમણના શ્રમના સમૂહથી પીડિતની જેમ દ્વા૨ની છાયામાં હું રહું છું. II૫ના વળી, તું અંદર જઈને તારી ભાર્યાને કોઈપણ બહાનાથી માળીયા પર ચઢાવીને નિસરણીને દૂર કરીને મને બોલાવજે. ૫૧૫
હવે દેવદત્તે અંદર જઈને આક્ષેપ સહિત પત્નીને કહ્યું. હજું પણ આસનોને માળિયા ૫૨થી કેમ નથી ઉતાર્યા. ॥૫૨॥ ત્યાર પછી તે માલા પર ચઢી. તેણે વળી નિસરણીને દૂર કરી, દેવદત્તે ક્ષુલ્લકને ઇચ્છિત આપવા માટે બોલાવ્યો. I॥૫॥ ક્ષુલ્લક પણ અંદર પ્રવેશીને મોટેથી ધર્મલાભ બોલ્યો તે સાંભળીને તેણી જેટલામાં આવી તેટલામાં આગળ નિસરણીને જોઈ નહિ. ||૫૪॥ ત્યાં રહેલી પણ કોપથી કંપાયમાન