________________
૨૨૬
સમ્યક્ત્વ પ્રકરણ
ધર્મરૂપી રથ વિના બીજું કોઈ નથી. IIT કૂવા ખોદવાની જેમ ખરાબ કર્મોથી માણસ નીચે જાય છે અને સારા કર્મ વડે પ્રાસાદને બનાવનાર (મહેલ)ની જેમ ઉંચે જાય છે. llહા તેથી જ પંડિત (બુદ્ધિશાળી)જનોએ સંસારને વધારનાર જે કર્મ તેને ઉખેડીને સંસારથી પાર ઉતારનાર એવું કર્મ પ્રયત્નથી કરવું જોઈએ. /૧૦ ભવહેતુના કારણરૂપ પ્રાણીવધ, મૃષાવાદ (ખોટું બોલવું) ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, આ પાંચ આશ્રયોને ભવ્ય જીવોએ હંમેશાં ત્યાગ કરવો જોઈએ. જેઓ આ પાંચ આશ્રવોનો સર્વથા ત્યાગ કરવા માટે અસમર્થ છે, તેઓએ પણ દેશથી તો ત્યાગ કરવો જ જોઈએ. એમ થાય તો જ તેને નિર્વાણ પદવી અતિ દૂર નથી. ll૧૧૧૨ા આ પ્રમાણેની દેશના સાંભળીને શ્રેણિક રાજાના પુત્ર નંદિષણમાં પણ સર્વથા આશ્રવના ત્યાગ કરવાની બુદ્ધિ થઈ. ૧૩ll હવે પોતાના આવાસને પ્રાપ્ત થયેલા શ્રેણિક રાજાને વ્રતની આકાંક્ષાવાળા, સ્વચ્છ મનવાળા નંદિષેણે પૂછ્યું. /૧૪ હે પિતાજી ! સંસારથી ઉદ્વિગ્ન મનવાળો હું થયો છું. તેથી અનુજ્ઞા આપો. ચંચળ-ચપળ લક્ષ્મી એશ્વર્યનો ત્યાગ કરીને શાશ્વત અને સ્થિર એવી લક્ષ્મી (એશ્વર્ય)ને હું ઈચ્છું છું. ll૧પણl સિદ્ધિવધૂ (મોક્ષલક્ષ્મી) ના સંગમને ઈચ્છતો એવો પોતાની અંતઃપુરીનો ત્યાગ કરીને દ્રવ્યસ્તવ કરીને ભાવસ્તવ કરવા માટે તે ચાલ્યા. //લકા તે જ વખતે આકાશમાં રહેલી દેવીએ તેને કહ્યું કે હે વત્સ ! વત્સ ! વ્રતની ઈચ્છાવાળો તું ઉત્સુક ન થા. ll૧૭ી હે રાજપુત્ર ! હજુ પણ તારું ભોગાવલી કર્મ છે. ચારિત્રાવરણીય કર્મને ઉલ્લંઘન કરવા માટે અરિહંતો પણ સમર્થ થતા નથી. I૧૮ કેટલોક કાળ અત્રે રહીને તે કર્મને ભોગવીને પછી વ્રતને ગ્રહણ કરજો. વૃક્ષો પણ કાળે (યોગ્ય સમયે) જ ફળને આપે છે. II૧૯ી સાધુ મધ્યમાં રહેલા મને કર્મ શું કરશે ? એ પ્રમાણે તેના વચનનો અનાદર કરીને પ્રભુની પાસે તે ગયા. ૨lી સ્વામીએ પણ કહ્યું કે હે પુણ્યશાળી ! હજુ તારો પ્રવજ્યાનો સમય નથી. તો પણ એકાએક વ્રતના આગ્રહી તેણે જલ્દીથી વ્રતને ગ્રહણ કર્યું. ૨૧//
ત્યારબાદ સ્વામી (પ્રભુ)ની સાથે પૃથ્વીતલ ઉપર નિર્મોહી, મહાસત્ત્વશાળી પરીષહને પરાભવ કરનાર તેણે વિહાર કર્યો. [૨૨શુદ્ધ મનવાળા, બુદ્ધિશાળી એવા તે હંમેશાં સિદ્ધાંતને ભણતાં સૂત્ર અને અર્થના ઉભય તત્ત્વને જાણનાર અનુક્રમે તે ગીતાર્થ થયા. ll૨all ઘણા દુષ્કર એવા તપોને તપસ્વી એવા તેણે તપ્યા. તેના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ પેદા થઈ. //ર૪ો હંમેશાં આતાપનાદિ મહાકષ્ટોને કરતા તેણે પોતાની ઈન્દ્રિયોના સમૂહનો વિકાર સર્વથા ન થાય તેમ કર્યું. રપ હું માનું છું કે, તારૂપી અગ્નિ વડે નંદીષેણ મુનિએ તે દેવતાએ કહેલા ભોગકર્મને ભસ્મસાત્ કર્યું. રડા કર્મભીરૂ (ડરેલો) એવા તેણે સાધુનું સાંનિધ્ય મૂક્યું નહિ. તપ વડે વિજયીની જેમ તે એકલો પણ દઢ થયો. રશી
એકાકી વિહાર કરવાની ઈચ્છાવાળા, સુભટના અગ્રણી (સેનાપતિ) જેવા નંદિષેણ પુરુષાર્થ વડે ભાવરૂપી શત્રુને અવગણીને છઠ્ઠના પારણામાં ભિક્ષા માટે એકાકી નીકળ્યા. અનાભોગથી વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો. l૨lી મહામુનિ “ધર્મલાભ' એ પ્રમાણેની વાણી બોલ્યા. વેશ્યા પણ હસીને વિલાસવાળા મધુર અક્ષર બોલી. હે મુનિ ! હિમમાં અગ્નિનો ઉપચાર ઘટે નહિ, તેમ વ્યભિચારીઓને વિષે શાંતરસ જેવો ધર્મલાભ અહીં ન હોય. અહીં તો માત્ર દ્રવ્યલાભ હોય. ll૩૦, ૩૧// આ બિચારી ગરીબડી મારા ઉપર હસે છે. એ પ્રમાણે વિચારતાં પ્રશમના એક ઘર સરખા નંદિષેણ મુનિ પણ ત્યારે અમર્ષને ભજનાર થયા. ૩રા છાપરા ઉપરથી હાથ વડે એક તણખલાને ખેંચીને તપોલબ્ધિથી મહાધનવાળા તેણે તેના ઘરમાં રત્નનો ઢગલો પાડ્યો. //૩૩ll આ દ્રવ્યલાભને તું ગણી લે, એમ મત્સરથી બોલતા, તપોલબ્ધિથી મહાધનવાળા મુનિ તેના ઘરમાંથી બહાર