________________
૨૩૦
સમ્યકત્વ પ્રકરણ
મોક્ષમાં જનાર) હોવાથી મારી સાથે પ્રીતિને ઈચ્છે છે. ર૯-૩૦Iી અભવ્યો, દુર્ભવ્યો કે કેટલાક ભારેકર્મીઓ મારી સાથેની મૈત્રીની સર્વથા સ્પૃહા સરખી પણ કરતા નથી. ૩૧// સમાન સ્વભાવપણાથી, એક જ કાર્યને કરવાની ઈચ્છા વડે પ્રાયઃ સમાન ધર્મવાળા જીવોની પરસ્પર પ્રીતિ કરવાની ઈચ્છા થાય છે. ૩રો તેથી કોઈપણ ઉપાયપૂર્વક ભવસાગરમાં પડતાં આને બચાવું. જિનધર્મમાં બોધ પમાડીને શ્રેષ્ઠ મૈત્રીપણું શોભાવું. l૩૭ll જિનેશ્વરની પ્રતિમાના દર્શનથી ક્યારેક પણ જાતિસ્મરણ પામશે અને તેથી ભેટણાના બહાનાથી તેને હું તે મોકલાવું. ૩૪
આ પ્રમાણે વિચારીને કાર્યને જાણનાર તેણે શ્રી યુગાદિનાથની દિવ્ય રત્નમયી પ્રતિમાને તૈયાર કરીને નાની પેટીની અંદર તેને મૂકીને ઘંટ, ધૂપ, દીપ વગેરે પૂજાના ઉપકરણોને મૂકીને પૂજાના વસ્ત્રો અને સર્વ અંગના અલંકારો મૂકીને સ્વયં તાળુ આપીને તે પેટીને મુદ્રા વડે મુદ્રિત (પેકીંગ વડે પેક) કરી. ll૩૫-૩૬૩૭ી ત્યારબાદ આર્દક રાજા માટે વિશિષ્ટ અને રાજાને યોગ્ય એવા ઘણાં ભંટણાંઓ શ્રેણિકે અર્પણ કરીને તેમના માણસોને વિસર્જન કર્યા. ll૩૮ ત્યારે અભયકુમારે પણ તેને એક પેટી અર્પણ કરીને તેઓનું વસ્ત્રાદિથી સન્માન કરીને મધુર અક્ષરે કહ્યું. /૩૯ હે કલ્યાણકારી ! મારો જે મિત્ર છે તેને આ ભેટણારૂપ પેટી તમારે આપવી અને મુખેથી સંદેશો કહેવો કે તમારી જેમ મારો પણ સ્નેહ છે. Ivoll અને સ્નાન કરીને એકાંતમાં રહીને સ્વયં (સીલ) પેકીંગને ખોલીને પેટી ઉઘાડીને તેની અંદર રહેલી એકેક વસ્તુઓને બરાબર જોવી. ll૪૧ી એ પ્રમાણે જ કરશું, એમ કહીને તેઓ પોતાના વતન ગયા. શ્રેણિક રાજાના સર્વ ભેટમાં રજાને અર્પણ કર્યા. l૪રા હવે કુમારના ઘરે જઈને તે પેટી સમર્પણ કરીને જે પ્રમાણે મૌખિક સમાચાર (સંદેશા) કહ્યા હતા તે પણ કહ્યા. ૪૩હવે આદ્રકુમારે પણ સ્નાન કરીને ઘરની મધ્યની મધ્યમાં પ્રવેશ કરીને એકાંતમાં રહીને (સીલ) પેકીંગને છોડીને તે પેટી ઉઘાડી. II૪૪ો તેમાં રહેલા દિવ્ય વસ્ત્રોને જોઈને પહેર્યા અને દરેક અંગના આભૂષણોને તે તે અંગે મૂક્યા. II૪પ પેટીની અંદર રહેલી નાની પેટીને જેટલામાં આદ્રકકુમાર આદરપૂર્વક જુવે છે, તેટલામાં તેજસ્વી કાંતિમય દિવ્ય પ્રથમ અરિહંતની પ્રતિમાને જોઈ. //૪ો અહો, અત્યંત અદ્દભૂત આ આભૂષણ ક્યાં પહેરાય ? શું મસ્તકે પહેરાય ? શું કાનમાં, કંઠમાં, હાથ ઉપર, બાહુ ઉપર, વક્ષસ્થળ પર, જ્યાં પહેરાય ? Il૪થી આ પૂર્વે જોવાયેલું લાગે છે તે મેં ક્યારે જોયું હશે ? આ ભવમાં, પરભવમાં કે તેના પછીના ભવમાં આ પ્રમાણે વિચારતાં મૂર્છાથી તે પડ્યો. ll૪૮ હવે તે ઉક્યા, સ્વયં જ આશ્વાસન પામીને, ક્ષણાન્તરમાં તો ઉત્પન્ન થયું છે જાતિ સ્મરણ એવા તે પૂર્વભવમાં અનુભવેલાને આ પ્રમાણે વિચારવા લાગ્યા. ll૪૯માં
પૂર્વભવમાં મારો જીવ મગધ દેશમાં વસંતપુર નામના નગરમાં સામાયિક નામનો કુટુંબી (કણબી) હતો. I૫oll અને તેને બંધુમતી નામની પ્રાણપ્રિયા હતી. એક વખત બંને સુસ્થિતઆચાર્ય પાસેથી ધર્મને સાંભળીને સંસારથી ખેદ પામ્યા અને સર્વ સંપત્તિને સાતક્ષેત્રમાં વાપરીને તે જ ગુરુની પાસે બંનેએ સંયમ સ્વીકાર્યું. /૫૧-પરી શ્રુતને ભણતા ગુરુની સાથે તેમણે વિહાર કર્યો અને મારી પ્રિયાએ પ્રવર્તિની સાથે અન્યત્ર બીજે
ક્યાંક વિહાર કર્યો. પ૩ll ઘણો કાળ પસાર થયે છતે કોઈક એક જ નગરમાં ગુરુઓ આવ્યા અને પ્રવર્તિની પણ ત્યાં જ આવ્યા. ll૧૪સામાયિક નામના સાધુએ પોતાની પ્રિયાને લાંબા કાળે જોઈને પૂર્વક્રીડાનું સ્મરણ કરીને તેણી ઉપર તેમનું મન અનુરાગી થયું. પપા અનેક દૃષ્ટાંતો વડે પોતાના મનને વાળતા હતા. છતાં પણ પરવશ થયેલું મન મત્ત થયેલા હાથીની જેમ પાછું વળ્યું નહિ. Wપવા બીજાઓને પણ તેણે કહ્યું છે