________________
૨૨૮
સમ્યક્ત્વ પ્રકરણ
. આના વિપર્યયમાં (ઉલ્ટાપણામાં) દોષને કહે છે -
परिवारपूअहेळं, पासत्थाणं च आणुवित्तीए ।
जो न कहेइ विसुद्धं, तं दुल्लहबोहियं जाण ।।२८।।१६।। ગાથાર્થ : પરિવાર અને પૂજાને માટે પાસસ્થાને અનુસરવા વડે જે વિશુદ્ધ માર્ગને કહેતા નથી, તે દુર્લભબોધિ જાણ. ૨૮.
અર્થ તો સુગમ છે, પરંતુ પરિવારપૂર્વક જીત પરિવાર અને પૂજાને માટે - અત્યંત કઠોર (વિશુદ્ધ) માર્ગને જો કહીશ તો કોઈ પણ અમારી પાસે આવશે નહિ. (અમારો પરિવાર થશે નહિ.) કોઈ પણ અમારી પૂજા કરશે નહિ. કોમળ માર્ગ કહેવાથી લોકો આવે. કારણ કે સરલમાર્ગ પર લોકોની રૂચિ હોય છે. ૨૮/૯કો આ પ્રમાણે કહેવાથી મોટો દોષ કેવી રીતે ? બીજી રીતે કહે છે -
मुहमहुरं परिणइ-मंगुलं च गिण्हंति दिति उवएसं ।
मुहकडुयं परिणइ-सुंदरं च विरला चिय भणन्ति ।।२९।।१७।। ગાથાર્થ મુખે મધુર, પરિણામે અસુંદર ને ગ્રહણ કરે છે અને ઉપદેશ આપે છે. મુખમાં કડવા અને પરિણામે સુંદર જે કહે છે તે વિરલા ઘણાં (થોડા જ) છે. રહા ટીકાર્થ : અર્થ-સુગમ (સુલભ) છે. ફક્ત મંગુલ એટલે અસુંદર. હવે યથાવસ્થિત હિતને કહેનારાની પરમોપકારિતાને કહે છે.
भवगिहमज्झम्मि, पमायजलणजलियंमि मोहनिदाए ।
उट्ठवइ जो सुयंतं, सो तस्स जणो परमबन्धू ।।३०।।९८।। ગાથાર્થ : મોહરૂપી નિદ્રાથી પ્રમાદરૂપી અગ્નિથી બળતા એવા ભવ (સંસાર) ઘરની મધ્યે તેમજ સૂતેલાને ઉઠાડે છે (જગાડે છે) તે માણસ તેનો શ્રેષ્ઠ ભાઈ છે.
ટીકાર્થ : સંસાર ગૃહમધ્ય પ્રમાદરૂપી અગ્નિથી બળાતો છતો મોહ અજ્ઞાનરૂપી નિદ્રાથી સૂતેલાને ઉઠાડે છે અર્થાત્ બોધ પમાડે છે. તે માણસથી ગુરુ આદિ લેવા અર્થાતુ ગુરુ વિ. તેના પરમ શ્રેષ્ઠ ભાઈ છે. અભયકુમાર જેમ આર્દ્રકુમારને. ૩oll
અભયકુમાર વડે પ્રમાદરૂપી અગ્નિ વડે બળતા ઘરની અંદર રહેલા મોહરૂપી નિદ્રામાં સૂતેલા આદ્રકુમારને કેવી રીતે બોધ અપાયો ? તેના માટે કથાનક કહેવાય છે. તે આ પ્રમાણે – આદ્રકુમાર કથા
સમુદ્રની અંદર બેટ જેવો આદ્ર નામનો અંતરદ્વીપ હતો. તેમાં લક્ષ્મી વડે જાણે કે રત્નોના ભંડાર સરખું આÁકપુર નામનું નગર હતું. [૧] ત્યાં આર્ટ્સ કનામે રાજા હતો તે હંમેશાં દયાળુ, પ્રથમ મેઘની જેવો, પોતાના ચિત્તરૂપી પાણીથી અર્થીઓમાં ઘણું વરસતો હતો અર્થાત્ દાનવીરોમાં શ્રેષ્ઠ હતો. રા તેને દયાળુ અને પવિત્ર માર્ગને અનુસરનારી એવી આદ્ર નામની રાણી હતી તથા સર્વ ગુણોના એક સ્થાન સરખા આર્દ્રકુમાર નામનો પુત્ર હતો. ૩ એક વખત શ્રેણિકનો મંત્રી આદ્રક રાજા પાસે આવ્યો. સ્નેહરૂપી વૃક્ષને સીંચનાર એવા ભેટાંને રાજા પાસે ધર્યા. ll૪ ઔચિત્ય વ્યવહારમાં કુશળ એવા તેણે ઉચિત સેવા કરીને તેનું