________________
૨૨૨૨
સમ્યક્ત્વ પ્રકરણ :
ગાથાર્થ : માંસનો ત્યાગ કરીને જે શબ્દના ભેદથી માંસને સેવે છે તેમ સાધુ આરંભનો ત્યાગ કરીને પરમાત્માના બહાનાથી દ્રવ્યસ્તવ કરી આરંભ કરે છે તે બાલ છે. (“વંતિશય’ આ માંસવાચક દેશ્યભાષાનો શબ્દ છે તેથી શબ્દના ભેદથી કહ્યું છે.) ટીકાર્થ : અર્થ પ્રગટ છે. પરંતુ બીજાના બહાનાથી એટલે દેવ આદિના બહાનાથી.
ખરેખર ધર્મના અર્થપણા વડે ચૈત્ય આદિની ચિંતામાં પ્રવર્તતો કેવી રીતે બાલ કહેવાય ? તેને શિખામણ આપવા માટે કહે છે -
तित्थयरुद्देसेण वि, सिढिलिज न संजमं सुगइमूलं ।
तित्थयरेण वि जम्हा, समयंमि इमं विणिदिटुं ।।१७।।८५।। ગાથાર્થ તીર્થકરના બહાના વડે સદ્ગતિના મૂળ રૂપ સંયમને શિથિલ ન કરે. કારણ કે તીર્થકર વડે પણ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેવાયેલું છે. ટીકાર્થ : સ્પષ્ટ છે - ૧૭૮પા આ જ વાતને કહે છે :
सव्वरयणामएहिं, विभूसियं जिणहरेहिं महिवलयं ।
जो कारिज समग्गं, तउ वि चरणं महड्डियं ।।१८।। (८६) ગાથાર્થ : સર્વરત્નમય જિનાલય વડે પંડિત એવા પૃથ્વીના વલયને જે સમગ્ર રીતે કરે છે તેનાથી પણ ચારિત્ર મોટી ઋદ્ધિવાલું છે.
ટીકાર્થ : સહેલો છે – પરંતુ “સબૂરથમણહિં' એમાં જે દીર્ઘપણું કરેલ છે, તે પ્રાકૃત હોવાથી અને મોટી ઋદ્ધિવાળું એટલે મેરુ અને સરસવની ઉપમા વડે મહાન. //૧૮ટકા જો એ પ્રમાણે છે તો શા માટે સાધુને કરોળિયાની જાળને દૂર કરવાનું કહ્યું છે તે જણાવે છે -
अन्नाभावे जयणाइ, मग्गनासो हविज मा तेण ।
पुवकयाऽऽययणाइसु, ईसिं गुणसम्भवे इहरा ।।१९।।८७।। ગાથાર્થ : બીજાનો અભાવ હોય ત્યારે માર્ગનો નાશ ન થાઓ. તેથી પૂર્વે કરેલા જિનાલયાદિમાં થોડોક ગુણનો સંભવ હોવાથી જયણાપૂર્વક કરે.
ટીકાર્થ : બીજાનો એટલે ભદ્ર પ્રકૃતિવાળા શ્રાવકનો અભાવ હોય તો માર્ગનો નાશ – તીર્થનો નાશ ન થાઓ. તે કારણથી પૂર્વે કરેલા જિનાલયાદિમાં અને આદિ શબ્દથી જિનબિંબોને વિશે કોઈને જિનધર્મના સ્વીકાર સ્વરૂપ થોડા ગુણનો સંભવ હોવાથી જયણા વડે આગમમાં કહેલી ક્રિયા વડે કરોળિયાની જાળને દૂર કરવા યોગ્ય છે એ અધ્યાહારથી છે.