________________
ઉસૂત્ર પ્રરૂપણાનાં માઠાં ફળ.
૨૨૧
ગાથાર્થ : જૈનશાસનમાં જેના વડે પરમાત્માની આજ્ઞાનું ખંડન નથી કર્યું તેને ભુવનમાં તેવું કોઈ પૂજાકર્મ નથી જે ન કર્યું હોય. ૧૨ા (૮૦). ટીકાર્થ : સ્પષ્ટ છે. પરંતુ અહીં એટલે પ્રવચનમાં – શાસનમાં.
તેથી આટલા વડે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ મહાન છે એ નિશ્ચિત થયું. પરંતુ આ બંનેનું અંતર કેટલું છે તે કહે છે –
मेरुस्स सरिसवस्स य, जत्तियमितं तु अंतरं होइ ।
भावत्थयदव्वत्थयाण, अंतरं तत्तियं नेयं ।।१३।।८१।। ગાથાર્થ : મેરુ અને સરસવનું જેટલું અંતર છે તેટલું અંતર ભાવસ્તવ અને દ્રવ્યસ્તવનું જાણવું. ટીકાર્થ એકદમ સિદ્ધ છે. હવે આવું શાથી છે એ જણાવે છે –
उक्कोसं दव्वथयं, आराहिय जाइ अचुयं जाव ।
भावत्थएण पावइ, अंतमुहुत्तेण निव्वाणं ।।१४ ।।८२।। ગાથાર્થ : દ્રવ્યસ્તવની આરાધના કરીને ઉત્કૃષ્ટથી યાવતુ અચુત દેવલોકમાં જાય છે. ભાવસ્તવથી અંતર્મુહૂર્ત વડે નિર્વાણને પામે છે. ટીકાર્થ અર્થ સહેલો છે. પરંતુ ‘ડોસ' અને “ઘ' જણાતો હોવાથી ઉત્કૃષ્ટથી પણ એ પ્રમાણે અર્થ છે. આ પ્રમાણે હોતે છતે –
मुत्तूणं भावथयं, दव्वथए जो पयट्टए मूढो ।
सो साहू वत्तव्वो, गोअम ! अजओ अविरओ य ।।१५।।८३।। ગાથાર્થ : જે મૂઢ સાધુ ભાવસ્તવને મૂકીને દ્રવ્યસ્તવમાં પ્રયત્ન કરે છે, તેને હે ગૌતમ ! અસંયત અને અવિરત છે એમ કહેવા યોગ્ય છે.
ટીકાર્થ : સહેલો જ છે. પરંતુ “ગૌતમ' એ પ્રમાણે ભગવાન મહાવીર ગૌતમ ગોત્રવાળા ઈન્દ્રભૂતિને બોલાવે છે. આના વડે આ મહાનિશીથ સૂત્રને સૂચવે છે. તે આ પ્રકારે - ભગવન્! જે ભાવસ્તવને મૂકીને દ્રવ્યસ્તવને કરે છે તે શું કહેવાય ? ગૌતમ ! તે અસંયત અથવા અવિરત અથવા પાપકર્મનું પચ્ચખાણ રોક્યું નથી. તેવો અથવા નિધર્મ અથવા ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો અથવા પૂજારી અથવા દેવભોગી વગેરે કહેવાય.
અસંયત છ જવનિકાય વિરાધતો હોવાથી સંયમથી ભ્રષ્ટ છે અને અવિરત હોવાથી શ્રાવક નથી. લિંગ ધારણ કરેલું હોવાથી બંને માર્ગથી ભ્રષ્ટ થયેલ છે. એ પ્રમાણે ભાવ છે. મૂઢ એ પ્રમાણે જે કહ્યું તે દૃષ્ટાંત વડે દઢ કરે છે -
मंसनिवित्तिं काउं, सेवइ 'दंतिक्कयति धणिभेया । इय चइऊणाऽऽरंभ, परववएसा कुणइ बालो ।।१६।।८४ ।।