________________
૨૨૦
સમ્યક્ત્વ પ્રકરણ
ગાથાર્થ : અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય, અસંગતા", ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ આઠ પુષ્પો કહેલા છે. આ આઠ પુષ્પો સ્વર્ગ અને મોક્ષને સાધી આપનારા કહેલા છે અને હંમેશાં સાધુઓને દેવની પૂજા - આ આઠ પુષ્પો વડે માનેલી છે. દ્રવ્ય વડે સ્તવ-પૂજા એ દ્રવ્યસ્તવ છે. એ શ્રાવક ધર્મ છે. Iટાકડા હવે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવનું સ્વરૂપ ગ્રંથકાર પોતે જ કહે છે -
जावजीवं आगमविहिणा, चारित्तपालणं पढमो ।
નાઝિયāri, નીમ નિમવMRUITછું ISI૭૭TI ગાથાર્થ : આગમની વિધિ વડે યાવજીવ ચારિત્રનું પાલન કરવું તે પ્રથમ ભાવસ્તવ છે અને ન્યાયથી મેળવેલ દ્રવ્ય વડે જિનભવન કરાવવા વગેરે બીજું દ્રવ્યસ્તવ છે. ટીકાર્થ : આ પણ પાઠથી સિદ્ધ જ છે. હવે “જિનભવનને કરાવવું” એ પદનું વિવરણ કરે છે -
जिणभवणबिंबठावण-जत्तापूआ य सुत्तओ विहिणा ।
दव्वत्थउ त्ति नेयं, भावत्थयकारणत्तेण ।।१०।।७८।। ગાથાર્થ સૂત્ર મુજબની વિધિથી જિનભવન કરાવવું, બિંબસ્થાપન કરવું, યાત્રા, પૂજા એ દ્રવ્યસ્તવ જાણવું અને તે ભાવસ્તવનું કારણ છે.
ટીકાર્થ : જિનભવન, બિંબ સ્થાપન, યાત્રા, પૂજા વગેરે. યાત્રા એટલે રથ કાઢવો અને અષ્ટાહ્નિકા વગેરે યાત્રાત્રિક છે. સૂત્ર મુજબ એટલે આગમને આશ્રયીને - વિધિ વડે કરાતું અનુષ્ઠાન એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. ભાવસ્તવનું કારણ છે એટલે ભાવસ્તવને ઉત્પન્ન કરનારું છે. ll૧oll૭૮|| આ દ્રવ્યસ્તવ સાવદ્ય રૂપ હોવાથી સાધુને યોગ્ય નથી, એ જણાવવા માટે કહે છે -
छण्हं जीवनिकायाण, संजमो जेण पावए भंगं ।
तो जइणो जगगुरुणो, पुप्फाइयं न इच्छंति ।।११।।७९।। ગાથાર્થ : છ જવનિકાયનો સંયમ જેના વડે ભંગને પામે છે, તેથી જગત ગુરુના યતિઓ પુષ્પાદિને ઈચ્છતા નથી.
ટીકાર્થ છે જીવનિકાયનો સંયમ જે કારણથી ભંગ થાય છે તે કારણથી જગદ્ગુરુ તીર્થકરો સાધુઓને પુષ્પાદિને એટલે પુષ્પાદિ પૂજાને ઉપલક્ષણથી સર્વ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી. એટલે અનુજ્ઞા આપતા નથી. |૧૧|૭૯ll હવે વિશિષ્ટ ભાવસ્તવનું કારણ પૂજા છે. તે સાધુને શા માટે નિષેધ કરાય છે. આથી કહે છે –
तं नत्थि भुवणमज्झे, पूआकम्मं न जं कयं तस्स । जेणेह परमआणा, न खंडिआ परमदेवस्स ।।१२।।८० ।।