________________
ક્રિયાની શિથિલતામાં પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા
૨૩
અન્ય રીતે એટલે પહેલા કહેલાથી વિપરીત રીતે જણાવવામાં એ જણાવે છે -
चेइअकुलगणसंघे, आयारियाणं च पवयणसुए य ।
सव्वेसु वि तेण कयं, तवसंजममुज्जमंतेण ।।२०।।८८।। ગાથાર્થ : તપ અને સંયમમાં ઉદ્યમ કરતા એવા તેના વડે ચૈત્ય-કુલ-ગણ-સંઘ-આચાર્ય-પ્રવચન-શ્રુત એ સર્વેને વિષે કાર્ય કરેલું છે.
ટીકાર્થ સહેલો છે, પરંતુ કુલ એટલે એક આચાર્યનો પરિવાર અને ગણ એટલે ત્રણ કુલનો સમુદાય. તપ અને સંયમમાં ઉદ્યમ કરતા તે સાધુ વડે કાર્ય કરાયું. [૨ll૮૮ હવે કલિકાલના વશથી ઉલ્લસિત થયેલા શિથિલ માણસના અભિપ્રાયને કહીને નિરાકરણ કરે છે –
केई भणन्ति भन्नइ, सुहुमवियारो न सावगाण पुरो ।
तं न जओ अंगाइसु, सुव्वइ तव्वन्नणा एवं ।।२१।।८९।। ગાથાર્થ : કેટલાક કહે છે - શ્રાવકની આગળ સૂક્ષ્મ વિચાર ન કહેવા જોઈએ. તે બરાબર નથી. કારણ કે અંગાદિમાં આ પ્રમાણે તેનું વર્ણન સંભળાય છે.
ટીકાર્થ : કેટલાક ભવાભિનંદી જીવો કહે છે કે શ્રાવકોની આગળ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકારીની વિચારણારૂપ સૂક્ષ્મ વિચાર ન કહેવો જોઈએ. કારણ કે સઘળી સામાચારી જાણેલા શ્રાવકો શિથિલ સાધુ સમુદાયને જોઈને ક્યારેક મંદ ધર્મવાળો થાય, પરંતુ એ બરાબર નથી, જે કારણથી અંગ ઉપાંગાદિમાં આ પ્રકારે તેનું વર્ણન સંભળાય છે. ll૧l૮૯l. તે આ પ્રકારે -
लद्धट्ठा गहिअट्ठा, पुच्छियअट्ठा विणिच्छियट्ठा य । अहिगयजीवाईया, अचालणिज्जा पवयणाओ ।।२२।।१०।। तह अट्ठिअट्ठिमज्जाणु, रायरत्ता जिणिंदपन्नत्तो । एसो धम्मो अट्ठो, परमट्ठो सेसगमण8ो ।।२३।।११।। सूत्ते अत्थे कुसला, उस्सग्गववाइए तहा कुसला ।
ववहारभावकुसला, पवयणकुसला य छट्ठाणा ।।२४ ।।१२।। ગાથાર્થ : મેળવેલા અર્થવાળા, ગ્રહણ કરેલા અર્થવાળા, પૂછેલા અર્થવાળા, વિનિશ્ચિત અર્થવાળા જીવાદિ તત્ત્વને જાણનારા, પ્રવચનથી ચલાયમાન ન કરી શકાય તેવા. રર/૯oll
તથા અસ્થિ અને અસ્થિમજ્જાની જેમ અનુરાગથી રક્ત જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મ એ જ અર્થ છે, એ જ પરમાર્થ છે બાકીનો અનર્થ છે એમ માને છે. ર૩૯૧