Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 241
________________ ૨૧૮ સમ્યકત્વ પ્રકરણ તેમ કહ્યું. ૭૧થી ત્યારે તેઓએ કહ્યું કે અમારા દર્શનને માટે આપે કેમ તેમને ધારી ન રાખ્યા ? (પકડી ન રાખ્યા.) ગુરુએ પણ તેઓને ઈન્દ્ર કહેલું કહ્યું. ll૭૧૮ હવે એક વખત સૂર્યની જેમ ચરણો વડે પૃથ્વીતલને પાવન કરતા દશપુર ગયા અને ત્યાં જ વૃદ્ધાવસ્થાના કારણે સ્થિર થયા. ૭૧૯ આ બાજુ મથુરાપુરીમાં કોઈક નાસ્તિક વાદી આવ્યો. તેણે નગરના લોકોને ખેંચ્યા. તેને જીતવાને માટે કોઈ શક્તિમાન ન થયું. ૭૨૦ળો ત્યારબાદ મથુરાના સંઘે શાસન પ્રભાવના માટે યુગપ્રધાન સરખા, દશપુરમાં રહેલા, આર્યરક્ષિતસૂરિ ને બોલાવવાને માટે બે મુનિ મોકલ્યા. આવીને વિનયથી નમેલા તે બંનેએ સંઘે કહેલું કહ્યું. ૭૨૧. વૃદ્ધપણાથી સ્વયં ત્યાં જવા માટે ગુરુ અસમર્થ હતા. વાદિહસ્તિ સરખા ગોષ્ઠામાહિલ (પોતાના મામા)ને મોકલ્યા. ll૭૨૩ી તે ત્યાં જઈને રાજાની સભામાં તે નાસ્તિકને જીતીને જૈનશાસનની અતિ મોટી પ્રભાવના કરી. ll૭૨૪ જગતના આનંદના અંકુરના સમૂહને પ્રગટ કરવામાં (ભેદ કરવામાં) વાદળવાળી વર્ષારાત્રિ ત્યાં પૃથ્વીતલ ઉપર થઈ. ૭રપા તેથી ખુશ થયેલા સંઘ, રાજા અને નગરજનો વડે ગોષ્ઠામાહિલ ચોમાસું કરાવાયા. II૭રકા હવે પોતાના આયુષ્યના અંતને જાણીને હવે આર્યરક્ષિતસૂરિ પોતાના ગચ્છને એકઠા કરીને કહ્યું કે હે મહાભાગ્યશાળીઓ, હું હવે કાયાને છોડવાની ઈચ્છાવાળો છું. તેથી તમે કહો કે તમારા આચાર્ય કોને કરું ? II૭૨૭-૭૨૮ ગુરુ ઉપરના બહુમાનથી ગચ્છના સાધુઓએ કહ્યું કે આપના નાના ભાઈ ફલ્યુરક્ષિત અથવા તો આપના મામાને કરો. /l૭૨૯ll ગુરુ પણ મધ્યસ્થ ચિત્તવાળા અને ગુણને ગ્રહણ કરનાર હોવાથી ગુણોથી શ્રેષ્ઠ અને ઘણા શ્રતવાળા દુર્બલિકાપુષ્યને માનીને મુનિઓને કહ્યું કે હે શ્રમણપુંગવો ! અહીં ખરેખર વાલ તેલ અને ઘીના ઘડાનું દષ્ટાંત છે તે સાંભળો ! II૭૩૦-૭૩૧// ભોજન કરાવે છતે પણ દરિદ્રના થાળીની જેમ નીચું મુખ કરેલા વાલના ઘડામાં કંઈ પણ રહેતું નથી. ll૭૩રા નિઃસ્નેહપણાથી જલ્દીથી સ્નેહવાળા થતા નથી. વળી તેલના ઘડામાં કંઈક કંઈક અવયવો રહે છે. ૭૩૩ ચંદ્રના ઉદયમાં કમળની જેમ, આકાશમાં વાદળના સમૂહની જેમ, ઘીના ઘડામાં વળગેલા ગુચ્છા રહે છે. ll૭૩૪ll તેમાં દુર્બલિકાપુષ્ય પ્રત્યે હું વાલના કુંભ જેવો છું. જે કારણથી એણે મારી પાસેથી સર્વ શ્રુતને ગ્રહણ કર્યું છે. ll૭૩પા વળી ફલ્યુરક્ષિતને પામીને હું તેલના ઘડા જેવો છું. મારી પાસેથી સવિશેષ શ્રતને ગ્રહણ કર્યું છે. I૭૩વા તેમજ ગોષ્ઠામાહિલ પ્રત્યે હું ઘીના ઘડા જેવો છું એમ હું માનું છું. હજુ પણ તે ઘણા શ્રતને ગ્રહણ કરનાર છે. II૭૩૭ી. તેથી દુર્બલિકાપુષ્ય સૂત્ર અને અર્થ ઉભયથી યુક્ત છે. ગુણોના ભંડાર તમારા આચાર્ય તે જ થાઓ. ll૭૩૮ત્યારબાદ ગચ્છે તે સ્વીકાર્યું. કેમ કે ગુરુનું વચન ઉલ્લંઘનીય હોતું નથી. હવે દુર્બલિકાપુષ્યને ગુરુએ પોતાના પદે સ્થાપ્યા. ll૭૩૯ો અને કહ્યું કે હે વત્સ ! ગુરુભાઈઓ અને ફલ્યુરક્ષિતાદિ સર્વને તું સંભાળજે. મારી જેમ તે બધા પણ જોવા યોગ્ય છે. li૭૪૦ ફલ્યુરક્ષિતાદિ સર્વને પણ કહ્યું કે તમારે પણ મારી જેમ કે મારાથી અધિક આમને માનવા. કેમ કે હમણાં આચાર્યોમાં આનું યુગપ્રધાનપણું છે. તેથી ક્યારે પણ આના વચનને પ્રતિકૂલ કરવું નહિ. I૭૪૧૭૪રી આ પ્રમાણે સર્વ શિષ્યોને હિતશિક્ષા આપીને આર્યરક્ષિતસૂરિ અનશન કરીને નમસ્કાર મહામંત્રમાં પરાયણ થયા. ll૭૪all શ્રી વીતરાગના ચરણોના શરણને સ્વીકારીને ઉપશમ સુખના નિધાન સરખા પ્રધાન ધ્યાનમાં લીન થયા. અંતિમ સર્વ આરાધના અને નિર્ધામણા કરીને દિવ્ય ને અમલ (નિર્મલ) લક્ષ્મીને પ્રાપ્ત કરી (દેલોકમાં ગયા.) li૭૪૪ll. આ પ્રમાણે આર્યરક્ષિતસૂરિનું કથાનક કહ્યું. કા૭િ૪ll

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386