________________
૨૧૬
સમ્યકત્વ પ્રકરણ
સંબંધી ધ્યાનમાં વ્યગ્ર થવાથી તે નહિ મેળવેલા આહારવાળા અથવા રોગથી પીડાતાની જેમ દુર્બલ હતા. IIકકલા છિદ્રવાળા ભાજનમાંથી પાણી જલ્દીથી નીકળી જાય છે, તેમ (અપરાવર્તનમાં) પરાવર્તન નામનો સ્વાધ્યાય ન કરવાથી આનું શ્રુત પણ નાશ પામે છે. ફકર/ આથી સમસ્ત શ્રતને આ રીતે પ્રાપ્ત કરવાથી અતિદૌર્બલ્યપણું તેમને પ્રાપ્ત થયું. તેથી પુષ્યમિત્ર નામ હોવા છતાં પણ દુર્બલિકાપુષ્ય નામથી પ્રસિદ્ધ થયા. Iકકall હવે એક વખત દશપુરમાં રહેવાવાળા અને બૌદ્ધોથી છેતરાયેલા તેના ભાઈઓએ ગુરુને આ પ્રમાણે કહ્યું. ll૧૬૪|| હે પ્રભુ ! બૌદ્ધોમાં જેવું ધ્યાનનું એકપણું છે તે બીજે ક્યાંય જોવાતું નથી. બીજાઓ ફક્ત આજીવિકા માટે વેષધારી છે. કડપા ગુરુએ કહ્યું, આ પ્રમાણે ન બોલો, ન બોલો. આપના જ ભાઈ એકમના ચંદ્રની જેમ ધ્યાનના યોગથી જ કૃશ થયા છે. IIકકકા તેઓએ કહ્યું કે હે પ્રભુ ! તુચ્છ પ્રાન્ત આહારથી આમનું અંગ દુર્બલ થયું છે. પહેલાં અતિ સ્નિગ્ધ ભોજનથી અત્યંત માંસલ (હૃષ્ટ-પુષ્ટ) હતું. IIકકી ગુરુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો કે વૃતપુષ્પ મુનિ હમણાં પણ પોતાના ઈષ્ટ પુત્રની જેમ આને અતિ સ્નિગ્ધ ભોજન વડે પોષે છે. કલ૮ પરંતુ આ શ્રેષ્ઠ મુનિ હંમેશાં ધ્યાનમાં આસક્ત છે. વરુની સામે બતાવાતી બેકરીની જેમ શરીર વડે બળને ગ્રહણ કરતા નથી. અર્થાત્ શરીર બલવાન થતું નથી. કડા જો આ વાત સ્વીકાર્ય નથી તો એની ખાત્રીને માટે હમણાં તમે ઘરમાં લઈ જઈને સ્નિગ્ધ ભોજન વડે પહેલાંની જેમ પોષણ કરો. Iક૭તેઓએ પણ તે પ્રમાણે કર્યું. હંમેશાં (દરરોજ) એકાગ્ર મનવાળા તેઓ હતા. એટલે શ્રતધ્યાનરૂપી અગ્નિથી સ્નિગ્ધ આહારને પણ ભસ્મસાતુ કરતા હતા. ll૧૭૧|| દુર્જનોને વિષે ઘણો પણ સત્કાર નિષ્ફળ થાય, તેમ સરસ આહાર પણ દુર્બલિકા પુષ્ય માટે વિફળ થયો. llઉ૭૨ll પોષીને અને સીંચી સીંચીને વૃક્ષ ફળ ન આપે તેમ ખેદ પામેલા તેઓએ ગુરુને ત્યારે કહ્યું. ક૭૩ ગુરુએ કહ્યું કે હમણાં હે ભો ! આને પ્રાન્ત ભોજન આપો અને તેમને પણ કહ્યું કે થોડાક દિવસો તમારે ધ્યાન વગેરે કંઈ નહિ કરવું. ક૭૪ તેવા પ્રકારનું કર્યું. થોડાક જ દિવસોમાં પ્રાપ્ત યૌવનવાળા બળદની જેમ સર્વ અંગથી માંસલ થયા. ll૧૭પી તે ખાત્રીને જોઈને અને તેની દેશનાને સાંભળીને બૌદ્ધની કુવાસના (ધર્મ)ને છોડીને તેઓ શ્રેષ્ઠ શ્રાવક થયા. ક૭વા તે ગચ્છમાં ચાર સાધુઓ સાક્ષાત્ જાણે કે દાન, શીલ, તપ, ભાવરૂપી ધર્મ જ ન હોય તેવા શ્રુતને પામેલા હતા. Iક૭થી તેઓમાં સૌ પ્રથમ દુર્બલિકાપુષ્ય તેમ જ ગુરુના નાના ભાઈ ફલ્લુરક્ષિત તે બીજા, ગોષ્ઠામાહિલ નામના ત્રીજા તે ગુરુના મામા, વિધ્ય પર્વતના ગુણરૂપી હાથીઓની જેમ ચોથા વિધ્ય નામના હતા. ક૭૯ તેમાં અત્યંત બુદ્ધિશાળી વિધ્ય ક્રમપૂર્વકની વાચનાથી ખિન્ન (દુઃખી) હતા. તેમણે ગુરુને કહ્યું કે પોતાને બીજા વાચનાચાર્ય આપો. ૯૮૭ll ગુરુએ તેમના વાચનાચાર્ય દુર્બલિકાપુષ્યને બનાવ્યા. તેથી કેટલાક દિવસો તો તેમને વાચના આપી. II૬૮૧વાચના આપતા તેણે ગુરુને કહ્યું, હે પ્રભુ ! નહિ યાદ કરાતું બાકીનું રાષ્ટ્રની જેમ મારું શ્રત ગયું. ૩૮રા હે આર્ય ! કેટલાક દિવસો ભાઈના ઘરે જે હું રહ્યો અને ત્યારે શ્રુતનું સ્મરણ ન કરાયું. તેથી તે શ્રુત હમણાં હીંચકા ખાતું (ડોલતું) છે. llફ૮all તે સાંભળીને ગુરુએ વિચાર્યું કે સ્મરણ કરતા (યાદ કરતા) પણ આ બુદ્ધિશાળીનું શ્રુત જો જાય (નાશ પામે) તો પછી બીજાઓની તો ગણના ક્યાં કરવી ? ફ૮૪ ગણને ધારણ કરનારા શ્રેષ્ઠ એવા ગુરુને શ્રુતના ઉપયોગથી જણાયું કે હવેથી શિષ્યોના મતિવૈભવો ઓછા થશે. Iકટપા હવે શ્રી આર્યરક્ષિતસૂરિએ તેઓના અનુગ્રહને માટે પૃથફ પૃથક (જુદા જુદા) ચાર અનુયોગો ઉપદેશ્યા. II૬૮કો તેમાં પહેલું ચરણકરણાનુયોગ કાલિકશ્રુતમાં, સૂર્યપ્રજ્ઞપ્તિઆદિમાં ગણિતાનુયોગ. l૯૮૭થી ધર્મકથાનુયોગ ઋષિએ કહેલા વિષયવાળો અને ચોથો દ્રવ્યાનુયોગ દૃષ્ટિવાદમાં યોજ્યા. ૧૮૮