________________
આર્યરક્ષિતસૂરિ કથા
૨૦૯
સ્વામીની પાસે વ્યંતર દેવોએ સંગીતને કર્યું. I૪૭૩ જુંભકોના વિમાનોથી વીંટળાયેલા વજસ્વામી વિમાનમાં બેઠેલા ઈન્દ્રની જેમ દેવો વડે વખાણ કરતા ગુણોવાળા ચાલ્યા. ll૪૭૪ આકાશ માર્ગે સંચરતા આંખના પલકારા માત્રમાં શ્રીમદ્ વજમહામુનિ પુરી નામની નગરીમાં આવ્યા. I૪૭પી તે વિમાનના સમૂહને જોઈને સંભ્રાંત થયેલા બૌદ્ધો બોલ્યા કે નિચ્ચે બુદ્ધને પૂજવાને માટે દેવતાઓ આવી રહ્યા છે. II૪૭કો અહો ! ખરેખર બુદ્ધની પ્રાતિહાર્ય અદ્વિતીય છે. આ પ્રમાણે બોલતા તેઓના તે સ્થાનને ઓળંગીને અદ્ભુત એવા વિમાનના સમૂહની સાથે વજસ્વામી કલ્યાણને પ્રાપ્ત કરીને મનુષ્યોને પ્રત્યક્ષ સ્વર્ગ બતાવવાની જેમ અરિહંતના મંદિરમાં ગયા. //૪૭૮ વિષાદરૂપી અંધકારથી (શ્યામ) આવૃત થયેલા બૌદ્ધોએ ત્યારે ત્યાં વિચાર્યું કે આપણે અરિહંતની પૂજાનો નિષેધ કર્યો તો દેવોએ હમણાં તેમની પૂજા કરી. Il૪૭૯ પર્યુષણ પર્વમાં કોઈપણ તીર્થકરના ચૈત્યમાં અતિશયથી યુક્ત એવો મહિમા છંભક, દેવોએ કર્યો. Il૪૮lી દેવ દ્વારા કરાયેલી તે અરિહંતની પ્રભાવનાને જોઈને પ્રજા સહિત રાજા બૌદ્ધ ધર્મને છોડીને અરિહંતનો ઉપાસક થયો. l૪૮૧ી ખરેખર સંઘના પરાભવને દૂર કરવા માટે અને આ પ્રમાણેની પ્રભાવનાને માટે વજસ્વામીએ સાવદ્ય પણ કાર્ય કર્યું. ૪૮૨ા તે વજસ્વામી હમણાં પણ આ જ મહાપુરી નગરીમાં છે. તેથી હે વત્સ ! દૃષ્ટિવાદ ભણવા માટે હું તેમની પાસે જા. //૪૮૩
આર્યરક્ષિતસૂરિ :- ત્યારબાદ તોસલિપુત્ર નામના પોતાના ગુરુની આજ્ઞાથી આર્યરક્ષિત મુનિએ પણ જવાને માટે પ્રયાણ કર્યું. ૪૮૪ જતા એવા વચમાં જ ઉજ્જયિની નગરીમાં ગયા. ત્યાં ભદ્રગુપ્ત નામના અતિ મોટા ગુરુને વાંદ્યા. તેઓએ પણ પ્રજ્ઞા (બુદ્ધિ) રત્નરૂપી સમુદ્ર જેવા આર્યરક્ષિતને જાણીને લાંબા કાળે જોવાયેલા પોતાના પુત્રની જેમ પ્રેમથી તેને ભેટ્યા. ll૪૮૫-૪૮ડા હે વત્સ ! મિથ્યાત્વરૂપી અંધકૂવામાં પડેલા અમારા જેવાને બહાર કાઢવાને માટે આપની જેમ કોણ શક્તિમાન થાય ? સ્વચ્છ બુદ્ધિવાળા પણ અન્ય નહિ. ll૪૮૭ી હે ભો ! અનશનરૂપી વહાણ વડે શેષ આયુષ્યરૂપી પાણીને તરવાની ઈચ્છાવાળો હું છું. મને તારવાને માટે તું જ યોગ્ય છે. તેથી તું મારો નિર્યામક થઈને મને તાર. l૪૮૮ એ પ્રમાણે થાઓ, એમ તેણે સ્વીકાર્યું. એટલે ગુરુ પણ ખુશ થયા. પોતાના શરીર ઉપર પણ મમત્વને મૂકીને અનશન સ્વીકાર્યું. I૪૮૯ો અને શિખામણ આપી કે હે વત્સ! તું વજસ્વામીની સાથે એક જ ઉપાશ્રયમાં રહેતો નહિ. પણ જુદો રહીને તું ભણજે. ૪૯olી સોપક્રમ આયુષ્યવાળો જે આની સાથે એક પણ રાત્રિ વસે તે નિચ્ચે કાળ પણ એની સાથે જ કરશે. I૪૯૧// તહત્તિ કરીને તેણે પણ ગુરુના આદેશને સ્વીકાર્યો. તેમનું અંતિમ સમસ્ત કાર્ય કરીને મહાપુરી નામની નગરીમાં આર્યરક્ષિત ગયા. ૪૯રો સંધ્યા સમયે ગયેલા તે બહાર જ રહ્યા અને રાત્રિના અંતે વજસ્વામીએ આ સ્વપ્નને જોયું. l૪૯૩il દૂધથી પૂર્ણ ભરેલા મારા પાત્રમાંથી કોઈકે આવીને તૃષ્ણાળુની જેમ દૂધ પીધું. તેમાંથી કેટલુંક ઉદ્ધર્યું. ૪૯૪ો સવારમાં મુનિઓને સ્વપ્ન અને સ્વપ્નનું ફળ કહ્યું કે આજે અહીં કોઈક આગંતુક સાધુ કૃત ભણવાને માટે આવશે. ll૪૯પા મારી પાસેથી પૂર્વમાં રહેલા ઘણા ઘણાશ્રુતને તે ગ્રહણ કરશે. અલ્પતર એવું શ્રત મારી પાસે રહેશે. II૪૯કો હવે આર્યરક્ષિતે ત્યાં જલ્દીથી સંમુખ આવીને શ્રી વજસ્વામીને દ્વાદશાવર્ત વંદન કર્યું. ૪૯ી તેને વજસ્વામીએ પૂછ્યું કે તું કોણ છે ? તેણે પણ કહ્યું કે હું તોસલિપુત્ર નામના ગુરુનો શિષ્ય છું. I૪૯૮ ત્યારે સંભ્રાન્તપૂર્વક વજસ્વામીએ કહ્યું કે શું તમે આર્યરક્ષિત છો ? પ્રણામપૂર્વક તેણે પણ કહ્યું કે હા, હું તે જ છું. I૪૯૯ હે પૂર્વને આપનાર ! તમારી પાસે પૂર્વોને ભણવા માટે હું અહીં આવ્યો છું. હે પ્રભો ! ખરેખર હમણાં અન્ય