________________
૨૦૮
સભ્યત્વ પ્રકરણ
સ્વામીના પિતાનો મિત્ર, પુષ્યલક્ષ્મીના સ્વામી વસંતની જેવો તડિત નામનો અતિ પ્રખ્યાત માળી હતો. //૪૪૮ તેણે પણ જલ્દીથી સામે આવતા મિત્રના પુત્રને જોઈને કહ્યું. ફૂલ વિનાના ફળ ને આપનારી આ વાદળા વગરની વૃષ્ટિ થઈ છે. II૪૪૯ો ખરેખર આજે ભાગ્યયોગથી સારો પ્રાતઃકાળ થયો છે. આજે મારે સુખ થયું છે અને આજે જ સર્વ લક્ષ્મી થઈ છે અથવા આજે મારું શું શું સારું નથી થયું ? અર્થાતું બધું જ આજે શુભ છે, કલ્યાણકારી છે. ll૪૫૦) આજનો દિવસ ખરેખર મારો અત્યંત શ્રેષ્ઠ છે, કેમ કે કલ્યાણના પાત્ર સરખા તમે મારા આજે અતિથિ થયા છો. ૪૫૧ી તમારી ક્રિયાને નહિ જાણતો કરવા યોગ્ય ક્રિયામાં હું જડ જેવો છું. તેથી હે ભગવનું ! તમારું હું શું આતિથ્ય કરું ? II૪પરા વજસ્વામીએ પણ કહ્યું કે હે કલ્યાણકારી, મને પુષ્પનું પ્રયોજન છે. ત્યારે તેણે કહ્યું, અનુગ્રહ કરી ગ્રહણ કરો. બીજા પણ કેટલાક કાર્યોને બતાવો (કહો). I૪પ૩ હે પ્રભુ ! અહીં દરરોજ વીશ લાખ પુષ્પો થાય છે. તેની સુગંધના ઉત્કર્ષથી દેવતાઓ પણ મસ્તક ઉપર તે પુષ્પોને ધારણ કરે છે. ૪૫૪ સ્વામીએ પણ કહ્યું કે હું આગળ જઈને જલ્દીથી પાછો આવું છું. તેટલામાં તે સર્વે એકઠા કરો. I૪પપી આ પ્રમાણે કહીને પવનની જેમ ઉડીને ક્ષણમાત્રમાં સ્વામી આકાશમાર્ગથી લઘુ હિમવંત પર્વત ઉપર ગયા. ll૪પડાગંગા અને સિંધુ નદીના બહાનાથી વહન કરતા મદ સરખા ઝરણાવાળા, કિન્નરીઓના ગીતના બહાનાથી ફેલાતા (પ્રસરતા) ભમરાના ધ્વનિવાળા, ખાણની ભૂમિના દંભ વડે વિવિધ પ્રકારના ચિત્રામણવાળા, ચમરી ગાયના, સેંકડો ભાંભરવા વડે કર્યો છે અદ્ભુત ચમત્કાર જેમાં એવા, હાથીની ગર્જનાવાળા, રુદ્રાક્ષ, ભોજ, કિંપાક, મીંઢળ વગેરેના બહાનાથી ઉંચી કાંતિવાળા દેદીપ્યમાન પીંછાના ધ્વજથી શોભતું હિમાલય જેવું ઉંચું, ઉપર આરૂઢ થયેલ યોધા જેવા સુંદર સિદ્ધાયતનને આકાશમાં રહેલા સ્વામીએ જોયું. I૪૫-૪૬૦ાા તે સિદ્ધાયતનમાં જઈને શાસ્ત્રમાં વર્ણવેલી તે અરિહંતની પ્રતિમાને સ્વયં જોઈને આનંદપૂર્વક સ્વામીએ દર્શન-વંદન કર્યા. II૪૬૧II નર્તકીની જેમ કલ્લોલ વડે નાચતા કમલિનીને જાણે કે જોતો હોય તેમ પવન પણ ત્યાં મંદમંદ વહેતો હતો. ૪૬રા ચારે બાજુ પાણીમાં રહેનારા, હંમેશાં હજાર પાંદડાવાળા, સુગંધી દલિકો વડે જાણે જેને બનાવેલા હોય તેવા કમળો હતા અને શ્રી દેવીના ઘર (મહેલ) રૂપ દેદીપ્યમાન શૃંગારને ધારણ કરતા, પાણીના નિધાન કળશ સરખા પદ્મદ્રહમાં તેઓ ગયા. ll૪૩૩-૪૪૪ll હાથમાં મહાકમળને લઈને પદ્મદ્રહની અધિષ્ઠાત્રી શ્રી નામની (લક્ષ્મી) દેવી ત્યારે જિનેશ્વર ભગવંતની પૂજા કરવા જતી હતી. જલ્દીથી વજસ્વામીને જોઈને ભક્તિસભર તેણીએ નમન કર્યું અને કહ્યું, હે ભગવંત ! અમારા ઉપર કૃપા કરો. કાર્ય ફરમાવો. ૪૬૫-૪૬૦ાા ધર્મલાભના આશીર્વાદ આપીને આચાર્યું પણ કહ્યું કે હમણાં આ જ આદેશ કરવા યોગ્ય છે કે આ કમળને અર્પણ કર. ૪૬૭ીત્યારે તેણીએ હજાર પાંદડીવાળુ કમળ સ્વામીને અર્પણ કર્યું અને કહ્યું, બીજી પણ આજ્ઞા ફરમાવો. હું તમારી કિંકરી છું. ૪૬૮ હમણાં તો આટલું જ કાર્ય છે, એ પ્રમાણે કહીને જલ્દીથી સ્વામી પણ પાછા ફરીને આકાશ માર્ગે ફરીથી હુતાશનવનમાં આવ્યા. ૪૯૯ાા તડિત માળીએ પણ વિશ લાખ પુષ્પો સ્વામીને આપ્યા. વજસ્વામીએ ત્યારે દેવના વિમાન જેવું વિમાન વિકવ્યું. ૪૭lી લક્ષ્મીદેવીએ અર્પણ કરેલું હજાર પત્રવાળું કમળ તે વિમાનની અંદર વચ્ચે મૂક્યું. તેના પરિવારની લીલાની જેમ તે કમળના પડખે બાકીના પુષ્પો મૂક્યા. ll૪૭૧ll
હવે વજસ્વામીએ પોતાના મિત્ર જૈભક દેવોને યાદ કર્યા. ચક્રી (ચક્રવર્તી) જેમ ચક્રરત્નને યાદ કરે તેમ યાદ કરવા માત્રથી જ તેઓ આવ્યા. I૪૭૨ી તે કમળની નીચે છત્રની જેમ કરીને સ્વામી બેઠા અને