________________
૨૦૪
સમ્યકત્વ પ્રકરણ :
નામની પુત્રી હતી. જેના રૂપના મત્સર વડે અપ્સરાઓ પૃથ્વી પર આવતી ન હતી અર્થાત્ અત્યંત રૂપવાન હતી. ૩૪રા શ્રેષ્ઠીઓમાં શ્રેષ્ઠ એવા તેની યાનશાળામાં સાધ્વાચારમાં જ તત્પર એવા વજસ્વામીના સાધ્વીઓ ઉતર્યા હતા. ll૩૪all અતિ ઘણા હોવાથી પોતાની છાતીમાં ન માય એની જેમ વજગુરુના ગુણોને હંમેશાં તેઓ ગાતી હતી. ll૩૪૪ll અદ્વિતીય વજસ્વામીના ગુણોના સમુહને સાંભળીને રુકિમણીએ વજ ઉપર પતિનો પ્રેમ કર્યો અને પોતાને આ પ્રમાણે કહ્યું. ll૩૪પા જો વજસ્વામી કોઈ પણ રીતે મારો ભર્તા થશે તો જ હું ભોગોને ભોગવીશ. અન્યથા ભોગો વડે મારે સર્યું. ૩૪ll ઉપસ્થિત વરોને નિષેધ કરતી હતી અને કહેતી, મેં તો વજને વર તરીકે સ્વીકાર્યો છે. તો પછી બીજાને કેવી રીતે હું સ્વીકારું ? ૩૪ll સાધ્વીઓએ તેણીને કહ્યું કે હે ભોળી બાળા ! વૈરાગીઓમાં શ્રેષ્ઠ એવા વજસ્વામી તો વતી છે, સ્ત્રીઓના પાણિગ્રહણને તેઓ તો ઈચ્છતા પણ નથી. //૩૪૮ તેણી ત્યારે કહેતી કે વજસ્વામી જો મને પરણશે નહિ તો હું પણ વ્રત ગ્રહણ કરીશ. કેમ કે નારીઓ હંમેશાં પતિના માર્ગને અનુસરનારી હોય છે. ll૩૪૯ો આ બાજુ દેશનારૂપી સમુદ્ર સરખા વજસ્વામી એક ગામથી બીજા ગામ વિહાર કરતાં પાટલીપુત્રમાં આવ્યા. ll૩૫olી વજસ્વામી પધાર્યા છે તે સાંભળીને રાજા ઈન્દ્રની જેમ મોટી ઋદ્ધિપૂર્વક ત્યારે તેમની સન્મુખ ગયો. /૩પ૧// ત્યારબાદ રસ્તા ઉપરથી પસાર થતા જતા આવતા વૃદોના વૃંદો વડે (ટોળેટોળે રહેલા લોકો વડે) સુનંદાનંદન વજસ્વામીના સાધુઓને જોયા. llઉપરી તેઓને જોતા રાજાએ વિચાર્યું કે અત્યંત દેદીપ્યમાન કાંતિવાળા, અતિશય રૂપ સંપત્તિવાળા, અત્યંત જિતેન્દ્રિય, ઘણા શુભ સંસ્થાન (આકાર)વાળા, ઘણા સમભાવવાળા, ઘણા સમતામાં લીન થયેલા, મધુર બોલનારા. ll૩પ૩-૩૫૪ દિવ્ય એવા આ ઘણા મહર્ષિઓમાં પૂર્વે નહિ જોયેલાં વજસ્વામી કેવી રીતે ઓળખાય ? IIઉપપII
ત્યારબાદ રાજાએ પૂછ્યું કે હે મુનિઓ ! સામાનિક દેવોમાં જેમ ઈન્દ્ર તેમ તમારામાં ખરેખર વજમુનિ કોણ છે ? તે કહો. ૩પકા તેઓએ કહ્યું કે મહારાજ ! અમે વજમુનિના શિષ્યો છીએ. નક્ષત્રોમાં જેમ ચંદ્રમા તેમ સાધુઓમાં સુખપૂર્વક તે ઓળખાઈ જાય તેવા છે. ll૩૫થી આ પ્રમાણે સમસ્ત વૃદોમાં પૂછતાં પૂછતાં રાજાએ પાછળના સાધુવૃંદમાં રહેલા વજસ્વામીને જોયા. ll૩૫૮ ખુશ થયેલા અને ધન્ય માનતા રાજાએ તેમને વંદન કર્યા. તેમની આગળ હર્ષાશ્રુના બિંદુઓ વડે છંટકાવની જેમ કર્યું. રૂપા ત્યારબાદ બહાર ઉદ્યાનમાં અત્યંત મોટા પ્રસાદમાં (મહેલમાં) પાંચશો મુનિથી પરિવરેલા વજસ્વામી પધાર્યા. ૩૬૦ આસન ઉપર બેસીને નગરજનો સહિત રાજાની આગળ વજસ્વામીએ મધુરતામાં દ્રાક્ષને પણ જીતી લે તેવી દેશનાને કરી. ૩૬૧. ત્યારે ક્ષીરાશ્રવ-લબ્ધિથી વજસ્વામીએ રાજાનું મન ધર્મના વ્યાખ્યાનથી હરણ કર્યું, તો પછી બીજાનું શું ? Il૩૬૨ll અત્યંત પ્રમોદવાળા રાજા વ્યાખ્યાન બાદ ઘરે ગયા. સંભ્રમપૂર્વક અંતઃપુરી (રાણીઓ) પાસે સમસ્ત કથા કહી. ૩૬૩ હે પ્રિયે ! અત્યંત દેદીપ્યમાન લાવણ્યવાળા વજઋષિના દર્શનથી ચક્ષુરિન્દ્રિય, પંચાંગ પ્રણિપાત પ્રણામ વંદનથી સ્પર્શેન્દ્રિય, મોક્ષના દ્વારમાં પ્રવેશ આપનાર દેશનાને સાંભળીને શ્રોત્રેન્દ્રિય, લોકોત્તર એવા અદ્ભૂત યશના સૌરભને સૂંઘીને ધ્રાણેન્દ્રિય, અત્યંત (ગણનાતીત) ગુણના સમૂહને પોતાની જિલ્લા વડે સ્તવી સ્તવીને રસનેન્દ્રિય, આમ મારી પાંચે ઈન્દ્રિયો આજે કૃતકૃત્યતાને પામી છે. ll૩૬૪-૩૩૫-૩૬કા હે રાણીઓ ! તે ઋષિ સાક્ષાત્ જાણે ધર્મ હોય તેવા તે લોકોના પ્રતિબોધને માટે નગરના ઉદ્યાનમાં રહેલા છે. ll૩૯૭ી તમે સર્વે પણ તે શ્રેષ્ઠ મુનિપુંગવને નમસ્કાર કરીને તેમના વ્યાખ્યાનને સાંભળીને મનુષ્યરૂપી વૃક્ષના ફળને પ્રાપ્ત કરો. //૩૯૮ તેણીઓએ પણ કહ્યું કે હે નાથ ! અમે