________________
આર્યરક્ષિતસૂરિ કથા
ઢગલાને તો તું જો. ર૧olી હે વત્સ ! કેમ તું કંઈ પણ ગ્રહણ કરતો નથી ? મને નિરાશ ન કર. ખરેખર અવગણનાથી મારી છાતી ફાટી જશે. ૨૧૧
વજ બાળક હોવા છતાં પણ મનોહર ખાવા યોગ્ય પદાર્થમાં કે રમકડામાં લાલચ ન હતો. પરંતુ દિીનતાવાળી માતાને જોતાં કંઈક આર્ટ થયો. ર૧૨ા તેણે વિચાર્યું કે આ બાજુ ત્રણે જગતને વંદનીય એવો સંઘ છે. આ બાજુ આધાર વગરની માતા છે. તેથી મારું મન દોલાયમાન થાય છે. ર૧૩ જો હું ગુરુ પાસે જઈશ તો માતા વિલીન થશે. (દુઃખી થશે, નાશ પામશે.) માતા પાસે જઈશ તો સંઘનું અપમાન થશે. //ર૧૪ અતિ દીનતાવાળી આ માતા ત્યાગ કરવા માટે નથી. હમણાં તો બોધ પમાડવા યોગ્ય છે. માતાના ઉપકારનો ત્યાગ કરતો ઋણ વગરનો હું કેવી રીતે થઈશ. ર૧પણ આ પ્રમાણે વિચારતાં આને વળી ચિત્તમાં આ પ્રમાણે થયું કે આ હા ! અનંત સંસારના કારણ સરખું મેં આ શું વિચાર્યું ? ||ર૧ડો મારા માટે જ આ સંઘને છેક રાજા સુધી આવવું પડ્યું અને અગિયાર અંગના અર્થને સારી રીતે જાણનાર (વિદુષ) મારો ભ્રમ ક્યાં ? અહહ ! ર૧ણા જિનેશ્વર ભગવંત પણ જે સંઘને પૂજે છે, નમે છે, તે સંઘ અપમાન કરવા લાયક નથી. તેથી અપમાનિત કરનાર, કુબુદ્ધિવાળા એવા મારી કઈ ગતિ થશે ? ll૨૧૮ પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ, પત્ની, બહેન, મિત્ર વગેરે સર્વે પણ સ્વાર્થી છે. પાછળથી કોઈ પણ પોતાના થતા નથી. ૨૧ વળી અનંતા ભવોમાં અનંતી માતાઓ જીવે કરી છે. તેથી માતાના પ્રેમથી સંઘનું હું અપમાન કેવી રીતે કરું ? /૨૨૦ માતાનું અપમાન કરવાથી તે દુઃખ જરૂર પામશે (મેળવશે). હું પ્રવ્રજિત થઈશ અને મારા ઉપરના પ્રેમથી તે પણ દીક્ષિત થશે. ર૨૧il આ પ્રમાણે વિચારીને મહાત્મા એવા આ ચિત્રમાં રહેલાની જેમ સ્થિર રહ્યા. ક્ષીણ મોહવાળા તેણે સ્નેહ વગરનાની જેમ માતાની સામે જોયું પણ નહિ. |૨૨૨ો હવે રાજાએ સુનંદાને કહ્યું કે હે કલ્યાણકારી ! હમણાં તું વિરામ પામ. કેમ કે આ કુમાર તને તૃણ સમાન પણ ગણતો નથી. ૨૨૩l.
હવે રાજાએ ગુરુને કહ્યું કે આપ બાળકને બોલાવો. ત્યારબાદ ગુરુએ પણ પુત્રને બોલાવવા માટે ધનગિરિ સાધુને કહ્યું. l૨૨૪ ગુરુના આદેશને શિરોધાર્ય કરીને ધનગિરિએ પણ જલ્દીથી રજોહરણ બતાડીને પ્રિય વાણીથી કહ્યું કે હે વજ ! જો તું કૃત અધ્યવસાયવાળો છે તો કર્મરૂપી રજને દૂર કરનાર ઉન્નત એવા ધર્મધ્વજને ગ્રહણ કર. ૨૨૫-૨૨કા લઘુકર્મી એવા વજ પણ આ સાંભળીને ખુશ થયો અને જલ્દીથી ધનગિરિ મહારાજાના હાથમાંથી ધર્મધ્વજ - રજોહરણને લઈને પોતાના વંશમાં ધ્વજને સ્થાપન કર્યો. ||રી ત્યારે સંઘે વિચાર્યું કે સ્પષ્ટ રીતે અરિહંતનો ધર્મ વિજયી છે. વજે ધર્મધ્વજના બહાનાથી જયધ્વજને જ ધારણ કર્યો. ૨૨૮ સેંકડો પ્રલોભનોથી પણ લુબ્ધ (લાલચુ) નહિ થતા એવા તેમજ મહાત્મા સરખા ગ્રહણ કરેલા ધર્મધ્વજવાળા તે બાળકને જોઈને રાજા પણ ત્યારે અત્યંત ખુશ થયો. બાળકના વિવેકથી શ્રાવક થયો. બીજા પણ ઘણા લોકો જિનધર્મમાં પરાયણ થયા. ૨૨૯-૨૩૦II
હવે આનંદ વગરની હાથ વડે મુખને ઢાંકનારી સુનંદા જલ્દીથી દિવસની ચંદ્રલેખાની જેમ વિષાદને પામી. //ર૩૧ી તેણે વિચાર્યું કે પતિ અને પુત્ર વડે ત્યાગ કરાયેલી અધન્ય છું અથવા હું ધન્ય છું કે મારી કુક્ષિમાં આવા પ્રકારનું રત્ન આવ્યું. //ર૩રા પહેલાં જ મારા ભાઈ અને પતિ એ વ્રતને સ્વીકાર્યું હતું અને અત્યારે પુત્ર પણ વ્રત લેવાની ઈચ્છાવાળો છે. તો હું શું કામ તે ગ્રહણ ન કરું ? હમણાં એકલી મને ઘરવાસનું ફળ પણ શું ? આ પ્રમાણે ચિંતામાં પરાયણ એવી તેણી ઘર તરફ ગઈ. ll૨૩૩-૧૩૪ ત્યારે જ ગુરુઓએ