________________
૧૮૪
સમ્યક્ત્વ પ્રકરણ
નગરમાં એની ખ્યાતિ હતી. //પી તેથી લોકપ્રવાહથી પુત્રની ઈચ્છાવાળા શ્રેષ્ઠીએ પણ પ્રિયા સહિત આદરપૂર્વક તેની આગળ ભટણું કર્યું (ધર્યું). IIકા જો મને પુત્ર થશે તો તેનું નામ તમારી સરખામણીવાળું જ કરીશ અને તમારા ભવનમાં મોટી યાત્રાને પણ કરાવીશ. lી અને ભવિતવ્યતાના યોગે શ્રેષ્ઠિનીને ગર્ભનો સંભવ થયો અને યોગ્ય સમયે પવિત્રતમ દિવસે પુત્રનો જન્મ પણ થયો. ll૮ ઈલા દેવીના સ્થાનમાં મોટી યાત્રા કરાવીને ૧૨મા દિવસે ઈલાપુત્ર એ પ્રમાણે નામ કર્યું. હો ગિરિન્દ્રની ગુફામાં અંદર રહેલા શ્રેષ્ઠ ચંપકવૃક્ષની જેમ પિતાના ઘરમાં વિઘ્ન વિના તે વધ્યો. ૧૦ સર્વ કળાના શાસ્ત્રોને અનુક્રમે તે ભણ્યો અને કળાના સર્જનહારની જેમ થોડા જ દિવસમાં તે તેમાં નિષ્ણાત થયો. ૧ ૧il હવે ઉગતા યૌવનવાળો, સર્વજનને આનંદ આપતો, ખરાબ મિત્રોની સાથે ઈચ્છા મુજબ તે રમતો હતો. ll૧રી
એક વખત નગરની અંદર તે તે અતિશયોને સારી રીતે જાણનારી, નાચતી લેખની પુત્રીને ઈલાપુત્રે જોઈ. I/૧૭ll વિચાર્યું કે અહો ! જગતમાં આ અદ્વિતીય રૂપવાળી છે. અહો ! આના લાવણ્યરૂપી ક્ષીરસમુદ્રની લહરીઓ જાણે કે આકાશને સ્પર્શ કરતી હોય એવી છે. ll૧૪મી આશ્ચર્યની વાત છે કે આ સ્ત્રી કુશળતાના વિલાસનું અંતિમ ઉત્કર્ષ સ્થાન છે. ઘણું કહેવા વડે શું ? આનો સર્જનહાર (બ્રહ્મા સિવાય) કોઈ બીજો જ છે. ૧પ નેત્રોના અપલકપણાને જણાવતો ઈન્દ્ર નાટકમાં અપ્સરાઓને ઝાંખી પાડતી એવી નૃત્ય કરતી આણીને જુએ છે. ૧૯ી આ પ્રમાણે પરમાર્થની જેમ હૃદયમાં તે નટીને વિચારતો તેના ઉંચા ગુણોથી વશ કરાયેલાની જેમ તે ત્યારે થયો. ૧ી હવે ચિત્રમાં રહેલાની જેમ નિશ્ચલ એવા તેને જોઈને મિત્રોએ બાહુથી પકડીને કહ્યું કે હે મિત્ર ! આ તું શું ધ્યાન કરે છે ? I૧૮ મિત્રોનું કહેવું બહેરાની જેમ તેણે કંઈ જ સાંભળ્યું નહિ. મૂઢ બુદ્ધિવાળો તે મૂંગાની જેમ કંઈ પણ બોલ્યો નહિ. ./૧લી કુળની મર્યાદાને, અપકીર્તિના ભયને તેમજ લજ્જાને છોડીને (ત્યાગ કરીને) તે જ નટીમાં લીન આત્મા એવા તેણે મનમાં આ પ્રમાણે નિશ્ચય કર્યો ! આ કમલાક્ષી નટીને જો હું પરણીશ નહિ તો બળતા અગ્નિમાં મારા જીવિતનો હું ત્યાગ કરીશ. l/૨૦-૨૧ આકુલ એવા મિત્રો કોઈ પણ રીતે તેને ઘરમાં લઈ ગયા. ચિંતારૂપી ભરપૂર જવરથી પડાયેલાની જેવો જ ત્યાં પણ રહ્યો. ર૨. ત્યારબાદ અવ્યવસ્થિત તેને જોઈને માતા-પિતાએ તેના મિત્રોને સંભ્રમથી પૂછ્યું કે આ શું થયું છે ? ૨૩ ત્યારબાદ મિત્રોએ આગ્રહથી તેને પૂછ્યું. નિર્લજ્જની જેમ તેણે કહ્યું તે સાંભળીને એકાએક તેના પિતા વજથી હણાયેલા જેવા થયા. ર૪ll
હવે પિતાએ તેની પાસે આવીને કહ્યું કે, હે પુત્ર ! તેં કેવો વિચાર કર્યો છે? ખરેખરચંડાલના ઠંડા પણ પાણીને પીવાને માટે શું બ્રાહ્મણ ક્યારે પણ ઈચ્છે ખરો ? રિપી હે દુષ્કૃત્ર ! શું શ્રેષ્ઠીઓની રૂપવતી પુત્રીઓનો દુકાળ પડ્યો છે કે જે વાત કરવાને પણ અયોગ્ય એવી નદીમાં તું રાગવાળો થયો છે !!ારકા હવે ઈલાપુત્રે પણ કહ્યું ! હે પિતાજી ! હું પણ આ જાણું છું. પરંતુ દુર્જન એવો કામ મને અસહ્ય પીડીને પ્રવર્તી રહ્યો છે. ll૨૭ી સ્મરથી પીડાયેલા મહાન પણ શું કૃત્ય-અકૃત્ય (કાર્ય-અનાર્ય)ને ગણે છે ? તેથી આ જાણતા એવા તમે મને કેમ આ પ્રમાણેનો આદેશ કરો છો ? ll૨૮ll ત્યારબાદ આ ચિકિત્સા કરવા યોગ્ય નથી, એમ જાણીને અને કુબુદ્ધિવાળા ઉપેક્ષા કરવા યોગ્ય છે, એ પ્રમાણે શાસ્ત્રવચનને યાદ કરતા શ્રેષ્ઠીએ તેની ઉપેક્ષા કરી. રહા હવે ઈલાપુત્રે પોતાના મિત્રોની સાથે નટોને કહેવડાવ્યું કે તમારી કન્યાને ભારોભાર સુવર્ણ તોલીને પણ મને આપો. ૩oll તેઓએ કહ્યું કે અમને ઘણા ધનનું પ્રયોજન નથી. વેચવા માટે અમે આ નટીને અહીં લાવ્યા નથી. ૩૧// વળી રાખેલું ઘણું પણ ધન ભોગાદિથી જાય છે. સર્વત્ર (બધે જ ઠેકાણે) હંમેશાં આ નટી અમારા માટે અક્ષયનિધિ