________________
Iકો માર્ગતત્ત્વ છે ધર્મતત્ત્વની વ્યાખ્યાન કરી હવે ધર્મતત્ત્વને કહીને માર્ગતત્ત્વનો અવસર છે. આનો પૂર્વની સાથેનો આ સંબંધ છે. ધર્મ સન્માર્ગને અનુસરવા વડે થાય. આથી માર્ગનું પ્રતિપાદન કરવા માટે શૃંખલા સમાન તેની પ્રસ્તાવના કહે છે.
दुलहा गुरुकम्माणं, जीवाणं सुद्धधम्मबुद्धी वि ।
तीए सुगुरु तंमि वि, कुमग्गठिइ संकलाभंगो ।।१।।६९।। ગાથાર્થ : ભારે કર્મ જીવોને શુદ્ધ ધર્મની બુદ્ધિ દુર્લભ છે. કદાચિત્ થઈ તો તેમાં પણ સુગુરુનો યોગ દુર્લભ છે. તે પણ થયો તો પણ કુમાર્ગની સ્થિતિની શૃંખલાનો ભંગ કરવો (ભાંગી નાંખવી) દુર્લભ છે. /૧
ટીકાર્થઃ ભારેકર્મી જીવોને શુદ્ધ ધર્મની બુદ્ધિ પણ દુર્લભ છે. કાયાથી અનુષ્ઠાન તો દૂર રહો. હવે કોઈ પણ રીતે ભવિતવ્યતાના યોગથી કદાચિત્ બુદ્ધિ થઈ જાય તો પણ તેમાં સુગુરુનો યોગ દુર્લભ છે. કર્મ વિવરથી ક્યાંકથી પણ તે પ્રાપ્ત થાય તો પણ કુમાર્ગ એટલે શિવમાર્ગથી ઉલ્ટો જે માર્ગ તેની સ્થિતિ એટલે વ્યવસ્થા. તે જ શૃંખલા છે. શૃંખલાનો ભંગ (ભાંગવી) તે દુર્લભતમ છે. [૧] કુમાર્ગ પણ સમજાતે છતે જ સારી રીતે નિષેધ થાય. તે બતાવવા માટે જ કહે છે. તે આ પ્રમાણે –
जिणभवणे अहिगारो, जइणो गिहिणो वि गच्छपडिबद्धा - जह तह देयं दाणं, सुविहियपासे वयनिसेहो ।।२।७०।। जिणभवणबिंबपूया-करणं कारावणं जईणंपि ।
आगमपरम्मुहेहिं, मूढेहिं परूविओ मग्गो ।।३।।७१।। ગાથાર્થ : જિનેશ્વરના ભવન વિષે યતિઓને અધિકાર હોય છે. પોતપોતાના આચાર્યને વશ રહેનારા ગૃહસ્થોને પણ અધિકાર હોય છે. જેવું તેવું પણ દાન આપવું અને સુવિહિત સાધુ પાસે વ્રતનો નિષેધ કરે. રા૭િ૦
આગમથી પરાક્ષુખ મૂઢો વડે યતિઓને પણ જિનેશ્વરનું ભવન અને બિંબની પૂજા કરવી અને કરાવવી જોઈએ, એવો માર્ગ પ્રરૂપેલ છે. ૩૭૧
ટીકાર્થ અપિ શબ્દનું ઉભયમાં પણ સંબંધ હોવાથી. તેથી ગૃહસ્થો તો દૂર રહો, પણ સર્વસાવદ્યથી વિરામ પામેલા યતિઓ (મુનિઓ) પણ જિનભવનમાં રહેવા માટે અને જિનદ્રવ્યાદિકનો વિચાર કરવા માટે અધિકારી છે. તેમજ યતિઓ દૂર રહો, પરંતુ સાવદ્ય આરંભવાળા ગૃહસ્થ પણ ગચ્છપ્રતિબદ્ધા એટલે પોતપોતાના આચાર્યના વશમાં રહેલા. જેમ તેમ પણ કરેલું, ખરીદેલું અને સામે લાવેલું આવા દોષવાળું પણ પાત્ર-અપાત્રના વિચાર વગર યતિઓને (સાધુઓને) આપવા યોગ્ય છે. તેમજ સુવિહિત (સુસાધુ) પાસે વ્રત લેવામાં નિષેધ કરે છે. ‘તું મારા ગચ્છનો છે' - આ પ્રમાણે બોલતા, મૂઢ થયેલા ભોળા લોકોને ઠગવાને માટે બોલે છે -
જેની જે સ્થિતિ છે, જેની પૂર્વ પુરુષોએ કરેલી જે મર્યાદા રૂપ પરંપરા છે, તેનું અતિક્રમણ કરતો અનંત સંસારી થાય છે.