________________
ધર્મરત્નની યોગ્યતાના ૨૧ ગુણો
૧૮૭
આ, નટીમાં રાગી થયેલો મારી પાસે ધન માંગવા માટે આવ્યો. મેં ફરીથી કર આ પ્રમાણે વારંવાર કહ્યું. ll૮૮ી તેથી સંસારરૂપી કારાગૃહમાં સ્વતંત્ર એવો કોણ આત્મા વસે ? જેમાં અમારા જેવાની બુદ્ધિઓ પણ અસ્થાનમાં સ્કૂલનાને પામે છે. ll૮૯ી આ પ્રમાણે ભાવનામાં એકાગ્ર બનેલા તેણે પણ ભાવથી યતિપણું પામીને ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન મેળવ્યું. ll૯olઆ પ્રમાણેની સ્થિતિમાં કેવળી બનેલા તે ચારેયને શાસનદેવતાએ વેષ અર્પણ કર્યો. ll૯૧ા તેઓના ચરિત્રથી ચમત્કાર પામેલા નજીકમાં રહેલા વ્યંતરદેવોએ ત્યાં જ ઈલાપુત્રના વાંસના સ્થાને સુવર્ણ કમળ કર્યું. I૯૨ી તેમાં બેસીને લોકોને પ્રતિબોધ પમાડવા માટે ઈલાપુત્રે ત્યારે પોતાનો જ પૂર્વભવ ઉપદેશ્યો. II૯all
વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ હતો. એક વખત ગુરુ પાસે ધર્મ સાંભળીને વ્રતને ગ્રહણ કર્યું. R૯૪માં તેના રાગથી તેની પત્નીએ પણ પ્રવર્તિની પાસે વ્રતને સ્વીકાર્યું. અધ્યયન કર્યું પણ સાથે જાતિમદ કર્યો. ll૯પી સ્થવિરોની પાસે અગ્નિશર્મા પણ સિદ્ધાન્ત શાસ્ત્રને ભણ્યો. પૂર્વ અભ્યાસથી પત્નીના અનુરાગને તેણે મૂક્યો નહિ. Iકા તે બંનેએ પણ તે મોટા અતિચારની આલોચના કર્યા વગર જ લાંબા કાળ સુધી વ્રતનું પાલન કરીને અનશન કરીને, મરીને દેવલોકમાં ગયા. તે જ હું ઈલાપુત્ર, જાતિમદથી તેણી આ નટી થઈ. ll૯૭-૯૮ી ત્યારબાદ પત્ની ઉપરના સ્નેહની આલોચના કરી ન હોવાથી મને દુઃખ પ્રાપ્ત થયું. તેવા પ્રકારનું તે ચરિત્ર સાંભળીને ઘણા માણસો બોધ પામ્યા. ll૯૯ નિર્મળ, પાપ વગરના, કેવળજ્ઞાની એવા તે ચારે પણ ધર્મને કહેવાથી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી, ભાવનાના પ્રભાવથી, સુવિશદ સુખ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો. તેથી હંમેશાં ભવ્ય જીવોએ પણ ભાવનામાં પ્રયત્ન કરવા યોગ્ય છે. /૧૦૮ll
ભાવના ઉપર ઈલાપુત્રની કથા સમાપ્ત. જો હવે ધર્મને આપનારા અને ગ્રહણ કરનારાના અલ્પત્વને કહે છે.
रयणत्थिणो वि थोवा, तद्दायारो वि जहव लोगंमि ।
इय सुद्धधम्मरयण-त्थि दायगा दढयरं णेया ।।५।।६५।। ગાથાર્થ : રત્નોના અર્થ થોડા તેના દાતારો પણ જગતમાં થોડા છે. તેમાં શુદ્ધ ધર્મરત્નને આપનારા અત્યંત વિરલ જાણવા.
ટીકાર્થ: અક્ષરાર્થ સુગમ છે. ફક્ત દ્રયજં એટલે દઢતર અર્થ છે. ભાવાર્થ આનો આ છે. જેમ ઘાસ, ઈંધન, કણિયા, મીઠા આદિ અસાર દ્રવ્યોને લેનારા અને આપનારા ઘણા હોય, તેમ કુધર્મને ગ્રહણ કરનાર ઘણા બધા હોય છે તેમ તેવા પ્રકારના ભવાભિનંદિઓ ઘણા પરંતુ ધર્મરત્નને ગ્રહણ કરનારા થોડા જ હોય છે. I/પા. હવે ધર્મરત્નને યોગ્ય ત્રણ ગાથા વડે બતાવે છે.
धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रुववं पगइसोमो । लोगप्पिओ अकूरो, भीरु असढो सुदक्खिनो ।६।।६६।।