________________
આર્યરક્ષિતસૂરિ કથા
૧૫
કર્મના વિપાકથી કેટલોક કાળ ધનગિરિ તેણીની સાથે રહ્યા. ૧૦લા આ બાજુ અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમસ્વામીએ ઉપદેશેલ પુંડરિક અધ્યયનનું અવધારણ જેના વડે કરાયું, તે વૈશ્રમણ યક્ષનો સામાનિક દેવ તિર્યંચજુંભક ત્યાંથી આવીને સુનંદાની કુક્ષિમાં અવતર્યો. ૧૦૭-૧૦૮ ગર્ભ ધારણ કરનારી પ્રિયાને જોઈને ધનગિરિએ કહ્યું કે હે પ્રિયે ! હવે તને પુત્રરત્ન આલંબન થશે. /૧૦૯ો ભોગાવલી કર્મથી તારી સાથેનો સંબંધ ઘડાયો હતો. કેમ કે અરિહંતોને પણ કર્મ પોતાનું ફળ આપ્યા વગર દૂર થતું નથી. (નિકાચિત કર્મો અરિહંતોને પણ ભોગવવાં જ પડે છે.) I/૧૧oll મને તો ચારિત્રરૂપી લક્ષ્મી જીવિતથી પણ વલ્લભ છે. ચારિત્રની પ્રીતિથી જ મોક્ષલક્ષ્મી સાથે સગાઈ થઈ શકે છે. ||૧૧૧આ પ્રમાણે કહીને સર્પ જેમ કાંચળી ઉતારે તેમ ધનગિરિએ પણ તેણીને મૂકીને સિંહગિરિ ગુરુ પાસે જઈને ચારિત્ર સ્વીકાર્યું. ૧૧૨ તેઓની સાથે એક ગામથી બીજા ગામ, એક નગરથી બીજા નગરમાં વિહાર કર્યો. તીવ્ર તપને તપ્યા અને પરિષહોને સારી રીતે સહન કર્યા. ll૧૧૩ રત્નગિરિમાંથી જેમ રત્ન તેમ વિજ્યાદિ ગુણોના સમૂહરૂપી વૃક્ષવાળા બગીચા સરખા ભૃતરૂપી સમુદ્રમાંથી શ્રુતને ગ્રહણ કર્યું. ૧૧૪ો આ બાજુ રોહણાચલની પૃથ્વી જેમ રત્નાકુરને તેમ સુનંદાએ પણ યોગ્ય સમયે અભૂત એવા દિવ્ય કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. ૧૧પ/l નંદનને જોવા માત્રથી આનંદવાળી, બોલવામાં હોંશિયાર એવી સુનંદાની બહેનપણીઓએ બાળકને ઉદ્દેશીને કહ્યું કે હે વત્સ ! જો તારા પિતાએ વ્રતને ગ્રહણ કર્યું ન હોત (સાધુ બન્યા ન હોત, તો આજે જન્મોત્સવ કંઈ જુદા જ પ્રકારનો હોત. ll૧૧૬, ૧૧૭ી હે વત્સ ઉત્સવમાં પણ પુરુષ વગરના ઘરમાં ઉત્સાહ હોતો નથી. દિવસમાં પણ ઢાંકેલા સૂર્યવાળું આકાશ શું શોભે છે ? ||૧૧૮ લઘુકર્મીપણાથી ઉત્પન્ન થવા માત્રથી જ સંજ્ઞી એવા તે બાળકે એકાગ્ર મનપૂર્વક તેઓની કથાને સાંભળી. II૧૧૯ો મારા પિતા સાધુ થયા છે. આ પ્રમાણે વિચારતા તેને જાગેલાની જેમ તે જ ક્ષણે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ૧૨૦ પૂર્વભવમાં સાંભળેલા ભવભ્રમણની વિષમતાને વિચારીને પિતાના માર્ગે જવાને ઈચ્છતા, પ્રૌઢ બુદ્ધિવાળા બાળકે વિચાર્યું કે આલંબન વગરની માતા વ્રત માટે અનુમતિ આપશે નહિ અથવા ગાઢ કંટાળેલી છતી કદાચિત્ અનુમતિ આપે. /૧૨૧-૧૨૨ા આથી તેના ઉપરના ઉદ્વેગને માટે અહોરાત્ર (દિવસ અને રાત) રડતા તે બાળકે માતાને સૂવા પણ દીધી નહિ અને સુખપૂર્વક ખાવા પણ દીધું નહિ. II૧૨૩ ઉલ્લાપન વડે અને નવા નવા મધુર ગાવા વડે, હિંચકા વડે, હિંડોળામાં ઝુલાવવા વડે, પાલન પોષણ વડે, ચલાવવા વડે, રમતો વડે, નવું નવું દેખાડવા વડે, ખોળામાં આરોપણ કરવા વડે, લાલન વડે, હસાવવા વડે, આલિંગનો કરવા વડે આટઆટલા પ્રયત્નો કરવા છતાં પણ તે રડવાથી અટક્યો નહિ. I/૧૨૪-૧૨પણી આ પ્રમાણે ઘણું રડતા તે બાળકથી ૬ મહિના વીત્યા અને માત્ર સુનંદા જ નહિ, પરંતુ આડોશી-પાડોશી વર્ગ કંટાળી ગયો. ૧૨વા
એક વખત ત્યાં સિંહગિરિ ગુરુ સમવસર્યા. ધનગિરિ અને આર્યસમિતે ગુરુને પૂછ્યું. ૧૨૭ી અહીં અમારા સ્વજનો છે. આપના આદેશથી તેમના ઘરે જઈને હે પ્રભુ ! તેઓને વંદન કરાવીએ. ll૧૨૮ કહેલાને સાંભળીને અને તે જ વખતે શુભ સૂચવનાર શુકન વડે ગુરુએ તેમને કહ્યું કે આજે તમને મોટો લાભ થશે. ૧૨૯ી આજે આપ બંનેને સચિત્ત અચિત્ત જે મળે તે સર્વ સંશય વગર અમારા આદેશથી લેવું. II૧૩૦Iી ત્યાર પછી તે બંને મુનિ સુનંદાના ઘરે ગયા અને જલ્દીથી પાડોશીઓએ તેણીને તેના આગમનને કહ્યું. ૧૩૧// સાથે કહ્યું કે હે પ્રિય સખી ! આ પુત્ર ધનગિરિને તું અર્પણ કર અને તે શું કરે છે ? તે બારીકાઈથી જો. ll૧૩રીખેદથી મંદ થયેલી સુનંદા પણ હાથમાં તે પુત્રને લઈને મુનિને કહ્યું કે,