________________
૧૮૬
સમ્યક્ત્વ પ્રકરણ
એમ કહેતી સ્ત્રીના દર્શનથી પણ નિર્વિકારી જિતેન્દ્રિય અને પિંડેષણામાં દઢ રાગવાળા મુનિના ચિત્તમાં પણ કામવિકાર જરાપણ થયો નહિ. //૫૯-૬૦-૬૧-૬૨ા આટલું જોવાથી સંવેગરસને ભજનારા ઈલાપુત્રે વિચાર્યું કે આ વિસ્મય સૂચક એવા જીવલોકમાં મહામોહનું પ્રગટપણું કેવું છે ? કેવા પ્રકારના સમૃદ્ધ અને ગુણવાળા કુળમાં હુ જન્મ્યો અને મારા માટે હંમેશાં કેટલીય રૂપવતી શ્રેષ્ઠી કન્યાઓની માંગણી આવતી હતી. પરંતુ આ નદીના સંગની સ્પૃહાથી તેમાં રાગી થયો અને ખરેખર હતા. અહીં પણ આવા પ્રકારના અનર્થોનું ભાજન થયો. ૬૩-૬૪-૬પી અકાર્યને કરનાર પાપી એવા મને ખરેખર કોણ જોતું નથી. અજ્ઞાનમાં અંધ થયેલા ત્યારે મેં માતાપિતાની સેવા પ્રકારની વ્યથાને કરી. ડકા પોતાના લાઘવપણાનો પણ વિચાર કર્યો નહિ. સ્વજનોએ કહેલું પણ સાંભળ્યું નહિ. કુલાચારને પણ ગણ્યો નહિ અને પોતાના ગુણોનો પણ વિચાર કર્યો નહિ. ક૭ી પાણીના પ્રવાહની જેમ નીચગામી એવા મેં મત્ત થઈને અકાર્યને કર્યું. આ રાજા તો વળી મારાથી પણ અધિક છે. કેમ કે અપ્સરા સરખી રૂપવાળી અનેક રાજકન્યાઓને પરણીને ઈચ્છા મુજબ વિષય સુખોને ભોગવતો હજુ તૃપ્ત થયો નથી. ૬૮-૬૯ અસ્પૃશ્ય એવી આ નટીમાં હમણાં રાગવાળો થયો છે. તેથી જલ્દીથી રાજ્યનો ભ્રંશ અને અપકીર્તિને પ્રાપ્ત કરશે. ૭ll એક આત્મામાં જ એક ચિત્તવાળા આ સાધુ સિવાય સર્વત્ર અખ્ખલિત એવી રીતે મોહરાજાની આજ્ઞા નિચે પ્રવર્તે છે. [૭૧] આ રીતે શૃંગારરસથી યુક્ત એવી સ્ત્રીને જોવા છતાં પણ જરા મનમાં પણ તેની ઈચ્છા સરખી કરતા નથી. li૭૨ll નિર્મળ બ્રહ્મચારી એવા અહીં આ જ ધન્ય છે. હમણાં જ જઈને હું પણ ઉજ્વળ એવા માર્ગને (વ્રતને) સ્વીકારું. ૭૩ી આ પ્રમાણેની ભાવના ભાવતાં તેના ઘાતિકર્મનો નાશ થયો. ભાવચારિત્રના યોગથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૭૪ો
તે નટીએ રાજાના મનમાં રહેલા ભાવને જાણીને વિચાર્યું કે ધિક્કાર હો મારા રૂપને, ધિક્કાર હો યૌવનને, ધિક્કાર હો મારા મનોહર લાવણ્યને. ૭પણ એક મારા માટે જ કામથી વ્યામૂઢ મનવાળા આણે પોતાના કુલાચારનો અને સંપત્તિ માતા-પિતાદિનો ત્યાગ કર્યો. ll૭કા અને બીજું વળી આ રાજા તેવું કાંઈક વિચારે છે કે જે વિવેકવાળા જનો વડે કહેવાને માટે પણ પાર પમાય નહિ. II૭ી શ્રેષ્ઠ વિવેકરૂપી ચક્ષુ વડે વિચારાતો આ સંસાર અનર્થોરૂપી કેળના ગાંઠા (મૂળ) જેવો સર્વ પ્રકારે કુસેવ્ય છે. ll૭૮ આ પ્રમાણે સંસાર ઉપરના વૈરાગ્યના તરંગોવાળા મનથી ક્ષીણ કર્મવાળી તેણીને પણ કેવળજ્ઞાન થયું. li૭૯ નાટકને જોવાના રંગથી રંગમંચ પર રહેલી પટ્ટરાણીએ પણ દૃષ્ટિના વિકારને ઈંગિત આકારોથી રાજાના ભાવને જાણીને વિચાર્યું કે હા હા ! કામથી વિહ્વલ મનવાળા મોટાઓ પણ ગ્રહના આવેશથી વશ થયેલાની જેમ અત્યને પણ જાણતા નથી. ll૮૦-૮૧ી જો એમ ન હોય તો, આ મહારાજા ક્યાં ? અને ક્યાં આ નટની પુત્રી ? અમારા સાનિધ્યમાં રાજાનો આવો અધ્યવસાય ક્યાં ? ll૮૨ો ભવમાં નચાવતા આવા પ્રકારના વિબનાના ફળને જાણીને પણ જેને વિષયોમાં વિરાગ થતો નથી તે અહીં મૂઢ બુદ્ધિવાળા જ છે. al૮૩) આ પ્રમાણે ભાવનાનો પ્રકર્ષ પ્રાપ્ત થતાં મહાબુદ્ધિશાળી તેણીને પણ ત્યારે જ કેવળજ્ઞાનની સંપત્તિ થઈ (કેવલજ્ઞાન થયું). HI૮૪ll તેવા પ્રકારના પોતાના વંશને લજ્જા કરનાર અને જનના અસંતોષને જોઈને વિરક્ત આત્મા એવા રાજાએ વિચાર્યું. I૮પા અમારું પ્રભુત્વ હણાયું. અમારી વિવેકરૂપી દષ્ટિ હણાઈ. જે આવા પ્રકારના લોકવિરુદ્ધ અકૃત્યોને મેં વિચાર્યા. l૮ી સમુદ્ર પાણી વડે જેમ અને અગ્નિ ઈંધનો વડે દુઃખેથી પણ પૂરી શકાતો નથી. તેમ વૈષયિક સુખો વડે આત્મા પણ દુષ્પર છે. ll૮૭ળી કુલ ઐશ્વર્યાદિનો ત્યાગ કરતો મૂઢ એવો