________________
નળ દમયંતી
જેમ જલ્દીથી અવળા મુખવાળો થયો. II૭૭ી રાજાએ કહ્યું કે હે કુબડા ! દીપક વડે જેમ અંધકાર નાશ થાય, તેમ પતિવ્રતના વ્રત વડે જ આ સિંહ સ્વયં પાછો ફર્યો. ll૭૭૮ નળે વિચાર્યું ! ભવ્ય (સારું) થયું કે આપત્તિ સ્વયં જ ગઈ. દેવીનું નહિં સાંભળવા યોગ્ય હું ન સાંભળું, એ પ્રમાણે ઉઠીને હવે તેણે કહ્યું. II૭૭૯માં હે નટો ! પ્રાણના રક્ષણ માટે આણીનું સત્ત્વ કેટલીવાર સ્કુરાયમાન થશે ? સ્કુરિત થયું છતું પણ કેટલીકવાર સફળ થશે ? તેથી તે નાટક કરવા યોગ્ય નથી. જે કારણથી સ્ત્રી વધને રાજાઓ જોવાને માટે યોગ્ય નથી. ૭૮૦ણી મંત્રીએ કહ્યું કે હે હુંડિક ! વારંવાર આ પોતાની વિસ્મૃતિ શું? આ નાટકને પણ સાક્ષાત્ ન માન. પોતાના સ્થાને બેસી જા. II૭૮૧ી દમયંતીએ કહ્યું, આણે પણ (સિંહે) કેમ મને દુ:ખમાંથી છુટકારો ન અપાવ્યો ? તો હું આ આંબાના ઝાડ ઉપર સ્વયં ગળે ફાંસો ખાઈને નિવૃત્ત થાઉં. ll૭૮૨ા દિશાઓને જોઈને દમયંતીએ કહ્યું, હે આર્યપુત્ર ! નિર્દય એવા તારા વડે દોષ વિના ત્યજાએલી શરણ વિનાની (દમયંતી) મરે છે. ૭૮૩ હે વનદેવીઓ ! આર્યપુત્રને મારી ક્રિયાને કહેજો. તેમ જ હે પિતાજી ! હે માતાજી ! પોતાની પુત્રી એવી મને જાણો. ll૭૮૪ો.
એ પ્રમાણે કહીને રડતી લાપાશને ગળામાં નાંખ્યો. (ગળે ફાંસો ખાધો) સંભ્રમપૂર્વક ઉઠીને ઊંચા હાથવાળા રાજાએ કહ્યું. ll૭૮૫ll હે મહાસતિ ! પોતાને હણીને સર્યું. સપણે પણ કહ્યું કે હે શુભે ! આ શું? VI૭૮વા જીવલે પણ કહ્યું કે હે આર્યા ! ફોગટ પ્રાણોનો ત્યાગ ન કર. સંભ્રમવાળા નળ પણ ઊઠીને જલ્દી મોટેથી કહ્યું. ૭૮૭થી હે દેવી સર્યું ! અતિ સાહસ ન કર, ન કર. પાપી એવા મને પોતાના વધથી પાપના ભારવાળો ન બનાવ. //૭૮૮ી મર્યાદારહિત પાપ કરનાર અને પતિના આભાસવાળા એવા આ મારા માટે સતીઓના સમૂહમાં મુગટ સમાન પોતાને તું શા માટે ફોગટ મારી નાંખે છે ? ||૭૮૯ો તેણીને જોઈને ભય અને સંભ્રમપૂર્વક ગંધાર બોલ્યો કે, હે પિંગલ, પિંગલ. જ્યાં સુધી આ જીવે છે (શ્વાસ ચાલે છે) ત્યાં સુધીમાં લત્તાપાશને જલદીથી છેદ છેદ. પિંગલે પણ વેગથી દોડીને લતાપાશને છેલ્લો. દમયંતી મૂચ્છિત થયેલી પડી. ll૭૯૦-૭૯૧// ગંધારે કહ્યું : હે પિંગલ, ખરેખર આ પોતાના પ્રિય (વલ્લભ)ને નહીં જોતી મરી જશે. તેથી હમણાં જ આને ઉપાડીને સાર્થપતિને અર્પણ કર. જેથી ક્રમપૂર્વક ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે. એ પ્રમાણે કહીને તેમ કરીને તે બંને જણ રંગભૂમિથી બહાર નીકળ્યા. ll૭૯૨-૭૯૩ી રાજા હવે ઉપર જોઈને બોલ્યો કે સૂર્યાસ્ત પણ કેવી રીતે થઈ ગયો. ખબર પડી નહિ. રસના અતિરેકથી અમારા વડે સાયંકાળની વિધિ પણ ઓળંગી જવાઈ. II૭૯૪ll નાટ્યકર્મમાં હોંશિયાર એવા કુશલને આગળ જોઈને સપર્ણ મંત્રીશ્વરને આદેશ કર્યો. હે ભો ! તું આને કૃતાર્થ કર. ll૭૯પા અમે હમણાં યુગાદિદેવની સાંજની પૂજા કરવા માટે જઈએ છીએ. એ પ્રમાણે બધા જ બહાર નીકળ્યા. li૭૯કા
હવે નાટક પૂર્ણ થયા બાદ કુશળ કુબડાને કહ્યું કે આપ જે પ્રકારે આદ્ર થયેલ અને હું નળ છું, તેમ નાટકની વચમાં કહેલ તેથી તમે પ્રગટ નળ છો II૭૯ી અને વળી દધિપર્ણ રાજા વડે વિશેષણપૂર્વક ભીમરાજાને જણાવેલ કે તમે સૂર્યપાક રસોઈને જાણનાર છો. તેથી પણ તમે પ્રગટ નળ જ છો. II૭૯૮ દમયંતીએ રાજાને પ્રાર્થના કરીને તે કલ્યાણકારી ! તમને જોવાને માટે મને મોકલ્યો છે. માર્ગમાં અનુકૂળ શુકનો દ્વારા પણ તમે સાક્ષાત્ નળ છો. ૭૯૯ હે કુન્જ ! અતિશયવાળી એવી તારી સઘળી કળાઓ નળના જેવી જ છે. ફક્ત તારું રૂપ જ વિસંવાદવાળુ છે. ll૮૦૦ કુબડાએ કહ્યું, તેવા પ્રકારનો નળ ક્યાં ? આવા પ્રકારનો હું ક્યાં ? વળી નાટકમાં તો રસ વડે કોણ કોણ ત્યારે પરવશ નથી થયા ? l૮૦૧ી આ પ્રમાણે વાર્તાલાપ