________________
૧૮૦
સમ્યકત્વ પ્રકરણ
ઉત્સુક એવો ગુરુની પાસે આવ્યો. ર૩ી તરસ્યો જેમ અમૃતને, દરિદ્ર જેમ નિધિને જોઈ ખુશ થાય તેમ દીક્ષાની ઈચ્છાવાળો, શુદ્ધ બુદ્ધિવાળો તે ગુરુને જોઈને અત્યંત ખુશ થયો. ll૨૩૮ પ્રણામ કરીને સુશિષ્યની જેમ ગુરુની આગળ તે બેઠો. ગુરુના મુખથી મૃતરૂપી કૂવાની નીક સરખી દેશનાને સાંભળી. ll૨૩૯ll પાસામાં રંગ એકમેક થાય તેમ ગુરુનો ઉપદેશ તેના હૃદયમાં પેઠો. તેમની જ પાસે પોતાની માતા સહિત ઉત્તમ એવા ચારિત્રને ગ્રહણ કર્યું. ર૪lી ત્યારબાદ માતા અને પુત્ર બંને શ્રમણપણાને પાળીને સ્વર્ગમાં દેવ થયા. અનુક્રમે મોક્ષને પણ પ્રાપ્ત કરશે. ર૪૧ી પ્રવર્તિની પણ પોતાના મૃત્યુને નજીક જાણીને અનશન કરીને દેવલોકમાં મહદ્ધિક દેવ થઈ. ર૪રા ત્યાંથી આવીને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં મનોરથ રાજપુત્ર થઈને ન્યાયપૂર્વક અતિ વિશાળ રાજ્યને ભોગવીને પ્રવૃજિત થઈને ક્ષીણ કર્મવાળા થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્ય જીવોને બોધ પમાડીને મુક્તિમહેલને પ્રાપ્ત કરશે. ર૪૩-૨૪૪ કષ્ટમાં પણ સ્ત્રીઓએ નર્મદાસુંદરીની જેમ પુરુષોએ વરદાસની જેમ શુદ્ધ શીલ સદાચારમાં સ્થિર રહેવું જોઈએ. /ર૪પા આ પ્રમાણે ભદ્રબાહુસ્વામીએ બનાવેલ વસુદેવ હિંડીમાં આ લોકમાં નિર્મળ એવી નર્મદાસુંદરીનું ચરિત્ર કર્ણરૂપી પાત્રમાં એક પીવા યોગ્ય છે. ભક્તિવાન (હળુકર્મી) જીવોને મુક્તિનગરીમાં નિવાસ કરાવનારું, આ ચરિત્ર થાઓ. ૧ર૪૬.
તે આ પ્રમાણે શીલધર્મ ઉપર નર્મદાસુંદરીની કથા પારા
હવે તપ ઉપર દૃષ્ટાંત કહે છે : નંદિષેણ કથા અહીં કલ્યાણના નિવાસના સ્થાન સરખો મગધ નામનો દેશ છે. ગામોમાં અગ્રેસર એવું તેમાં નંદિગ્રામ નામનું ગામ છે. /// તે ગામમાં દારિદ્રના સ્થાન સરખો એક બ્રાહ્મણ છે. સર્વ પ્રકારે પોતાને અનુરૂપ એવી તેને વસુમિલા નામની પત્ની છે. રા કુતીર્થીની જેમ ખરાબ દર્શનવાળો તે બંનેને નંદિષેણ નામનો પુત્ર છે. સગડી પર તપાવેલી કાળી થઈ ગયેલી તપેલીના તળીયા સરખો બિલાડા જેવો તે ભૂખરો શ્યામ હતો. ૩ ગણપતિની જેમ લાંબા પેટવાળો, હાથીની જેવા દાંતવાળો, ગધેડા જેવા લાંબા હોઠવાળો, વાંદરા જેવા કાનવાળો, ચપટા નાકવાળો, કોઢ રોગથી અભિભૂત થયેલા ત્રિકોણ મસ્તકવાળો, કુરૂપોના ઉદાહરણ સરખો તે હતો. ll૪-પા બાલ્યકાળમાં જ તેના માતા-પિતા મરી ગયા. તેથી ભિક્ષાચરની જેમ કોઈ પણ રીતે દીનવૃત્તિથી તે આજીવિકા ચલાવતો હતો. liડા કેટલોક કાળ વ્યતીત થયે તે મામાને ત્યાં ગયો અને મામાએ કહ્યું, હે વત્સ ! વિશ્વાસપૂર્વક પોતાના ઘરની જેમ તે અહીં રહે. પછી મને સાત પુત્રીઓ છે. તે યૌવનને પ્રાપ્ત કરશે. ત્યારે તેમાંથી મોટીને તારી સાથે પરણાવીશ, તેથી કોઈપણ ચિતા તે ન કર. ||પ્રૌઢ એવો તે નોકરની જેમ અનુકૂળમનવાળો મામાના ઘરના દરેક કાર્યો કરતો હતો. હવે મામાની પ્રથમ દિકરીએ યૌવનને પ્રાપ્ત કર્યું. મને નંદિષેણ સાથે પરણાવશે. તે સાંભળીને તેણીએ કહ્યું. કુરૂપવાળો દુર્ભાગી જો આ મને પરણશે તો હું કુવામાં પડીને મરી જઈશ, તેમાં સંદેહ નથી. /૧૦-૧૧ા કાનમાં તપાવેલું સીસું રેડવા સરખું આ વચન સાંભળીને નંદીષેણના મનમાં આંબા પર લટકી પડતા વાંદરા સરખી અવૃતિ થઈ. /૧૨ મામાએ તેને કહ્યું કે તું અધૃતિને કર નહિ. બીજી કન્યા આપીશ, ખરેખર સ્થિર મનવાળાને જ લક્ષ્મી મળે છે. II૧all યોગ્ય સમયે તે કન્યાને કહેવાયું કે નંદીષેણ સાથે તને પરણાવીશ. તેણે પણ તે પતિ માટે નાખુશી વ્યક્ત કરી. સાવધાન એવો કોઈ પણ જીવ ક્યારે પણ શું નરકની સ્પૃહા (ઈચ્છા) કરે ? ૧૪ો આ પ્રમાણે બાકીની પાંચને પણ કહ્યું. તે પાંચેય પણ ના જ પાડી. જે કારણથી અહીં પ્રાયઃ લોકો ગતાનુગતિક રીતે વર્તતા