________________
નંદિષેણ કથા
૧૮૧
હોય છે. ll૧પ નાકને મરડાવતી પોતાના સૌભાગ્ય વડે ગર્વિત થયેલી, યૌવન વય પ્રાપ્ત થયેલી સર્વે ગામની તરુણીઓ તેને જોઈને તેના પર થૂકતી હતી. ૧કા અહો, ખરેખર, આના સમાન બીજો કોઈ પણ મનુષ્યમાં શિરોમણિ નથી. આ પ્રમાણે ગ્રામ્યજનો વડે મશ્કરી કરાતો નંદિષેણ ખેદ પામ્યો. ૧૭ી મામાએ ફરીથી કહ્યું કે પગ પ્રમાણેના જોડાની જેમ તને અનુરૂપ જ બીજી કન્યાની હું માંગણી કરીશ. તું ધીરજવાળો થા. ૧૮ તે વાતને નહિ સાંભળીને અતિ ખેદને ભજનાર નંદિષેણે વિચાર્યું. દૌર્ભાગ્યના વિષરૂપી કૂવા સરખા આવા કુરૂપને ધિક્કાર હો. I/૧૯ા જે મામાની પુત્રીઓ મને ઈચ્છતી નથી. નહીં જોયેલી બીજી કન્યાઓ તો મને કેમ ઈચ્છશે ? ૨૦ll
તેથી વૈરાગ્યને પામેલો મામાને જણાવ્યા (કહ્યા) વગર જ ત્યાંથી નીકળીને નંદિષણ રત્નપુર નગરમાં ગયો. l/૨૧ી અપ્સરાઓના સમૂહની સાથે જેમ દેવતાઓ તેમ સ્ત્રીઓની સાથે વિવિધ પ્રકારના અલંકારોથી સજ્જ થયેલા નગરના લોકોને વિલાસ કરતા જોઈને પોતાની વિશેષથી નિંદા કરવા લાગ્યો. દુઃખના સંવેદન માટે જ વિધિએ મને બનાવ્યો છે. ll૨૨-૨૩ll બ્રહ્મા વિધાતા) વડે સર્વ જાણે કે દોર્ભાગ્યનો સમૂહ મારા વિષે જ નાંખ્યો છે. જેથી કોઈ પણ યુવતી મારું મુખ પણ જોતી નથી તો પત્નીની સંભાવના ક્યાંથી ? ૨૪ો તેથી હવે મને જીવિત વડે શું? હમણાં તો મૃત્યુ જ શ્રેષ્ઠ છે. તે પ્રમાણે વિચારીને ફાંસો ખાવાની ઈચ્છાથી તે ઉપવનમાં ગયો. રપા ત્યાં એક લતાગૃહમાં નામને સાર્થક કરતા, અતીન્દ્રિય જ્ઞાની, સાક્ષાત્ ધર્મની મૂર્તિ જેવા સુસ્થિત મુનિને તેણે જોયા. Jરડા ભક્તિથી આનંદિત તેણે મુનિને વંદન કર્યું અને જ્ઞાનના અતિશયથી તેના આશયને જાણીને મુનિએ કહ્યું કે હે ભો ! કલ્યાણકારી ! પુણ્યને ભેગું કર. ફોગટ કરવાનું સાહસ કર નહિ. કેમ કે બીજા ભવમાં જીવની સાથે કર્મ પણ જાય છે. ર૭-૨૮ મૂળથી ઉખડી ગયેલા વૃક્ષને જેમ પક્ષીઓ ત્યજી દે છે તેમ તું એમ માને છે કે આવા પ્રકારનું દૌભાગ્યાદિ મરેલા મને ત્યજી દેશે. /રા કરેલા કર્મ ભોગવવાથી અથવા દુષ્કર એવા તપ વડે ભસ્માતાત્ કરીને ખપાવેલું જાય છે તે સિવાય જતું જ નથી. ૩૦ણા ત્યારે ત્યાં મુનિએ ધર્મદેશના કરવા દ્વારા તેને પ્રતિબોધ પમાડીને કર્મરૂપી વનને બાળવા માટે અગ્નિ સમાન દીક્ષાને આપી. ૩૧. ત્યારબાદ સૂત્રાર્થને ભણ્યા. સંવેગ તરંગવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, એક સાધ્વાચારમાં જ તત્પર, વધતા વૈરાગ્યવાળા, ઉલ્લાસ પામતો છે ભાગ્યનો સમૂહ જેનો તેવા, પોતાના શરીરમાં પણ મમત્વ વિનાના, તારૂપી કમળમાં ભમરા સમાન ગચ્છવાસને સ્વીકારીને મોક્ષની સ્પૃહાવાળા એવા નંદિષેણ મુનિએ હંમેશાં મારે સાધુની વૈયાવચ્ચ કરવી, તેવો અભિગ્રહ લીધો. ll૩૨-૩૩-૩૪ હંમેશાં સાધુઓને વિષે અન્ન, પાન, ઔષધ, શરીરની સેવા-સુશ્રુષા વગેરે વૈયાવચ્ચ તેણે અવિરત ચાલુ કરી. llઉપા! શુદ્ધાત્મા, સંતોષરૂપી અમૃતવાળા તેમણે હંમેશાં છઠ્ઠ આદિથી છ માસ સુધીના તપને કર્યો. ૩ડા વૈયાવચ્ચ કરવાથી અને તેવા પ્રકારના તે તપથી સર્વ સાધુઓમાં નંદિષેણે ચારે બાજુ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી. ll૩ી.
એક વખત અવધિજ્ઞાનથી ભરતને જોતાં શક્રેન્દ્ર નંદિષેણ મુનિની વૈયાવચ્ચથી આશ્ચર્યચકિત થયા. /૩૮ માથું ધૂણાવતા સભાની મધ્યમાં જ વૈયાવચ્ચરૂપ કાર્યથી પ્રસિદ્ધ એવા નદિષેણ મુનિને હાથરૂપી કમળની અંજલિ જોડી નમસ્કાર કરીને, વખાણ કર્યા કે અહો ! નંદિષણ મુનિનો વૈયાવચ્ચ કરવાનો ઉદ્યમ. મહાભાગ્યશાળી મહાસત્ત્વશાળી તે છે. દેવતાઓથી પણ તે ચલાયમાન થઈ શકે તેમ નથી. ૩૯-૪૦ શકના તે વચનની શ્રદ્ધા નહિ કરતો કોઈક દેવ નંદિષેણ મહામુનિની પરીક્ષા કરવા માટે ત્યાં આવ્યો. ૪૧ હવે તેણે જંગલમાં અતિસાર રોગથી રોગિષ્ટ એક સાધુનું રૂ૫ વિક્ર્વીને બીજા મુનિરૂપથી સાધુના ઉપાશ્રયમાં