________________
૧૭૮
સમ્યક્ત્વ પ્રકરણ
હવે નવરા એવા લોકોથી વીંટળાયેલી તેણી ગરબા ગાતી, નૃત્ય કરતી જિનેશ્વરદેવોના રાસને ગાતી હતી. ૧૮૫II તેણીને જોઈને જિનદેવે પૂછ્યું, અરિહંત ભક્ત એવી તું કોણ ગ્રહ છે ? (કયા ગ્રહ વડે ગ્રહણ કરાઈ છે ?) તેણીએ કહ્યું અહિં લોકો છે, તેથી પોતાનું નામ નહિં કહું. II૧૮૬॥ બીજા દિવસે તેણી ઉઘાન સન્મુખ બહાર ચાલી. તેથી બાળકો પાછા ફર્યા. નિરર્થક (પ્રયોજન વગર) કોણ દૂર જાય ? ।।૧૮૭|| ધર્માનુષ્ઠાનમાં તત્પર એવી તેણીના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જિનદેવ વનની અંદર તેની પાછળ ગયો. I૧૮૮॥ તેણીને જોઈને અંજલિ જોડીને વંદન કરીને જિનદેવે કહ્યું, “બહેન તને પ્રણામ.’’ ત્યારબાદ તેને શ્રાવક છે એમ માનીને તેણે પોતાનો સઘળો વૃત્તાંત કહ્યો. II૧૮૯૫ જિનદેવે પણ કહ્યું કે હે વત્સા ! તારા માટે જ હું અહીં આવ્યો છું. મારા મિત્ર વી૨દાસે ભરુચ શહે૨થી તારા માટે જ મને મોકલ્યો છે. II૧૯૦ તેથી ખેદ ન કર. સવારમાં રાજમાર્ગ પર રહેલા મારા હજારો ઘીના ઘડાને લાકડીથી તારે કૂટવા. ||૧૯૧॥ આ પ્રમાણે સંકેત કરીને બીજા દિવસે બંનેએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગ પર રહેલા ઘીના ઘડાને તેણીએ ભાંગી નાંખ્યા. ૧૯૨॥ હા ! તારા ગાંડપણથી મોટી હાનિ કેમ કરી ? ત્યારબાદ રાજાએ જિનદેવને બોલાવીને કહ્યું કે અમારા આગ્રહથી સમુદ્રના પેલે પાર આને મૂકી આવો. જેથી અહીં રહેતી વિવિધ પ્રકારના અનર્થોને ક૨શે. ||૧૯૩-૧૯૪|| રાજાના આદેશને સ્વીકારીને રાજા વડે ઘણો સત્કા૨ કરાયેલો તે દૃઢ બેડીઓથી બાંધીને તેણીને પોતાના સ્થાનમાં તે લઈ ગયો. ૧૯૫|| ત્યારબાદ જલદીથી બેડીઓને દૂર કરી સ્નાન કરાવીને વસ્ત્રો પહેરાવ્યા અને ભોજન કરાવીને વહાણમાં ચઢાવીને જલ્દીથી ભરૂચ તરફ ગયો. ।।૧૯૭।। પોતાના ઘરમાં પ્રવેશ કરીને નર્મદાપુરમાં સમાચાર મોકલ્યા. ખુશ થયેલા તેઓએ પણ તેડવા માટેની તૈયારીઓ કરાવી. ।।૧૯૭।। જેટલામાં ચાલવાની શરૂઆત કરે છે તેટલામાં તે જિનદેવ તેણીને લઈને નર્મદાપુર આવ્યો. માતા-પિતાદિકને જોઈને ગળે વળગીને તેણી રડવા લાગી. ||૧૯૮|| ઋષભસેન વગેરે સર્વ સ્વજનો વરસાદની જેમ આનંદાશ્રુવાળા ત્યાં ભેગા થયા. ।।૧૯૯॥ તેઓએ તેણીને તેનો વૃત્તાંત પૂછ્યો. તેણીએ પણ પોતાનો વૃત્તાંત કહ્યો. તે વખતે જાણે તેઓ સ્વયં દુઃખને અનુભવતા હોય તેવું દુ:ખ થયું. II૨૦૦
નર્મદાસુંદરીનો સંગમ થવાથી દેરાસરમાં ઉત્સવો કર્યા. ઘણા દાનો આપ્યા. સંઘ વગેરેની પૂજા કરી. ૨૦૧॥ નર્મદાને લાવી આપનાર સબુદ્ધિવાળા જિનદેવનો સર્વેએ સત્કાર-સન્માન કર્યો. જિનદેવ પોતાના નગરે ગયો. II૨૦૨॥ નર્મદાસુંદરીને પ્રાપ્ત કરીને દેવલોકના દેવોની જેમ સર્વે સ્વજનોના પ્રેમપૂર્વક સુખમાં દિવસો પસાર થતા હતા. II૨૦૩॥ એક વખત ત્યાં સર્વજ્ઞના પ્રતિનિધિ સરખા દશ પૂર્વધર આર્યસુહસ્તિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. II૨૦૪॥ સૂરીશ્વર પધારેલા જાણીને નર્મદાસુંદરીની સાથે ઋષભસેન વગેરે સર્વે પરિવાર તેમને વંદન કરવા માટે ગયા. II૨૦૫ વંદન કરીને ગુરુની નજીક બેઠા. ગુરુએ પણ મોક્ષ સુખને આપના૨ નિર્મળ એવા ધર્મનો ઉપદેશ આપ્યો. ૨૦૬॥ આ અપાર એવા સંસારમાં પોતાના કર્મને ભોગવનારા જીવો પહેલા કરેલા સુખ દુઃખને પ્રાપ્ત કરે છે. II૨૦૭ તે સાંભળીને મસ્તક નમાવીને અંજલિ જોડીને વી૨દાસે પૂછ્યું કે હે પ્રભુ ! મારા ભાઈની પુત્રી નર્મદાએ પૂર્વ ભવમાં કયું કર્મ કર્યું ? કે જેથી અદ્ભૂત શીલસંપન્ન પણ તેણીએ આવા પ્રકારની દુર્દશાને પ્રાપ્ત કરી ? ગુરુએ પણ અમૃતમય વાણીથી તેણીનો પૂર્વભવ કહ્યો. ૨૦૮-૨૦૯॥
અહીં ભરતક્ષેત્રના મધ્યખંડમાં રહેલો વિંધ્ય પર્વત છે. જેની ઉપર ઉગેલા ધાન્યના ઢગલાને સુખપૂર્વક સૂર્યના ઘોડાઓ ચરે છે. ૨૧૦|| જ્યાંથી મહાવેગથી નર્મદા મહાનદી નીકળતી હતી અને તેની અધિષ્ઠાયિકા