________________
૧૭૬
સમ્યક્ત્વ પ્રકરણ
ત્યાં રાજાની કૃપાપાત્ર અને વિલાસની રમતગૃહ સરખી હરિણી નામની વેશ્યા રહેતી હતી. ll૧૩પ પોતાના સૌંદર્યના ગર્વથી અપ્સરાઓને પણ હસતી દેશાંતરોમાં પણ સર્વ વેશ્યાઓમાં તેણીની ખ્યાતિ હતી. /૧૩કી જકાત ઉઘરાવનારી તે ગણિકા સર્વ વેશ્યાઓના ભાડાને તથા પોતાની કમાણીના અંશને ગ્રહણ કરીને સર્વ રાજાને આપતી હતી. II૧૩ી બહારથી આવેલા સાર્થવાહો તે સર્વે રાજાની આજ્ઞાથી તેણીને એક હજારને આઠ સોનામહોરો આપે છે. II૧૩૮ી એક વખત તે વેશ્યાએ વીરદાસની પાસે દાસી મોકલી અને કહેવડાવ્યું કે હે દેવ ! મૃત્યુલોકની ઈન્દ્રાણી હરિણી તમારી સાથે રમવાને ઈચ્છે છે. ૧૩૯તેણે કહ્યું કે હે કલ્યાણકારી ! ઈન્દ્રાણીથી પણ અધિક ગુણવાળી તેણી હોવા છતાં તેની કામની ઈચ્છા હું પૂર્ણ નહીં કરી શકું. હું સ્વ પત્નીમાં સંતોષવાળો છું. /૧૪olી દાસીએ એક હજાર આઠ સોનામહોરની વ્યવસ્થાની વાત કરી. એટલે વીરદાસે તેને યોગ્ય ૧૦૦૮ સોનામહોરો આપી દીધી. દાસી પણ તે લઈ જઈને હરિણીને ધન આપ્યું. //૧૪૧// તેણીએ કહ્યું કે આ ધનથી શું? તું વણિપુત્રને અહીં લઈ આવ. આથી ફરી દાસીએ જઈને પોતાની સ્વામીના વચન તેને કહ્યા. ૧૪૨ી તે સાંભળીને વીરદાસે વિચાર્યું કે તેણી મને શું કરી શકશે ? કેમકે મહાપ્રલયકાળ હોતે છતે પણ હું શીલનો ત્યાગ નહિ કરું. ./૧૪all તેથી બહાદુર થઈને હું જાઉં. કાયરો ખરેખર જતા નથી. મારા શીલરૂપી સુવર્ણની પરીક્ષા માટે આણી કસોટીનો પથ્થર થાઓ. ll૧૪૪ો. આ પ્રમાણે વિચારીને તે ત્યાં ગયો. દાંભિકી વેશ્યાએ વિવિધ પ્રકારના હાવભાવોથી તેને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન કર્યો. પણ મેરુ જેવો તે ચલાયમાન ન થયો. ૧૪પી કર્ણોપકર્ણની જેમ દાસીએ તેના કાનમાં કહ્યું કે હે દેવી ! આની પ્રિયા ઈન્દ્રાણી જેવી છે. બીજું આને વર્ણન કરાય ! I૧૪૬ll જો તેણી તમારે આધીન બને, તમારી દાસી થાય તો તમારો મહેલ નિચ્ચે રત્નોથી રોહણાચલ થાય. ll૧૪થી ઘણું કહેવા વડે શું? તેણીના સરખી બીજી સ્ત્રી ક્યાંય પણ નથી. તેને મેળવવાની ઈચ્છાવાળી હરિણીએ પણ તે સાંભળીને વિચાર્યું. ૧૪૮
તાત્કાલિક બુદ્ધિવાળી વેશ્યાએ ઉપાયને વિચારીને કહ્યું કે હે સૌભાગ્ય અગ્રેસર ! તમારું મુદ્રારત્ન આ (વીંટી) અદ્ભુત છે. ૧૪૯ી થોડીવાર માટે મને આપો. જેથી હું આવા જ પ્રકારની મારે યોગ્ય બનાવડાવીશ. વીરદાસે તેને વીંટી આપી. /૧૫olી હવે તેણીએ પણ દાસીને ગુપ્ત શિખામણ આપી હાથમાં વીંટી સોંપી. ત્યારબાદ દાસીએ નર્મદાની પાસે જલ્દીથી જઈને આ પ્રમાણે કહ્યું. ૧૫૧ હે કલ્યાણકારી ! વીરદાસ તમને બોલાવે છે. તેથી સાથે ચાલ તારી ખાત્રીને માટે મોકલેલા આ મુદ્રારત્ન અર્થાત્ વીંટીને જો. /૧૫રી વીરદાસના નામની અંકિત વીંટીને જોઈને નિર્વિકલ્પ મનવાળી નર્મદાસુંદરી તેની સાથે વેશ્યાના ઘરે ગઈ. ૧૫૩ બીજા બારણેથી તેને અંદર લઈ જઈને ભોંયરામાં રાખી. વીરદાસને વીંટી વેશ્યાએ પાછી આપી દીધી. ૧૫૪ll હવે વીરદાસ પોતાના સ્થાને ગયો. નર્મદાસુંદરીને નહિ જોતાં સર્વ સેવકોને પૂછયું. ચારે બાજુ શોધ કરી. ૧૫પી પોતાના આવાસમાં ક્યાંય પણ તેની વાર્તા સાંભળવા મળી નહિ. તેથી તેણે બીજે વન દેવકુલો વગેરેમાં શોધ કરાવી. ૧૫કા ત્યાં ક્યાંય પણ તેને નહીં જોઈને દુઃખથી પીડાયેલા તેણે વિચાર્યું. જેણે માયાથી નિષ્કપટ આ સતીનું અપહરણ કર્યું છે, તે હું અહીં હોઉં ત્યાં સુધી મારી બીકથી કેવી રીતે પ્રગટ કરશે ? (અર્થાત્ પ્રગટ નહિ કરે.) તેથી અહીંથી હું જાઉં એટલે તેણીને પ્રગટ કરશે. આ પ્રમાણે આશાથી વહાણોને ભરીને (તૈયાર કરાવીને) તે પોતાના ઘર તરફ પાછો ફર્યો. ૧૫૭-૧૫૮
જે વહાવદભો સાથે તે ભરૂચ આવ્યો. ત્યાં જનદેવ નામનો તેના મિત્ર હતો. (૧૧૯ તેણે તેણીનાં