________________
૧૫૮
સમ્યક્ત્વ પ્રકરણ
મેં આપને જણાવ્યું ન હતું. મારી બુદ્ધિની બેવકૂફી છે. //૧૮all હવે પ્રણામ કરીને તેણીએ રાજાની પાસે વરદાન માંગ્યું. હે દેવ ! હવેથી તમારા વડે હું કોઈને પણ આપવા યોગ્ય નથી. (હવેથી તમે કોઈને પણ મોકલતા નહિ.) I/૧૮૪ો રાજાએ પણ તેનું ઈચ્છિત વરદાન આપ્યું. જે કારણથી કલ્પાંત કાળમાં પણ સજ્જનોની વાણી અન્યથા થતી નથી. /૧૮પી ત્યારે મૂળદેવ વિના અન્ય પુરુષોનો નિષેધ કરતી તેણીએ ચોથા અણુવ્રતને ધારણ કર્યું. ll૧૮૬ll
આ બાજુ મૂળદેવ પણ એક ગામથી બીજા ગામ જતો ત્રણ દિવસે ઓળંગી શકાય એવી મહાઇટવીના મુખમાં ગયો. ll૧૮ી સાર્થને શોધતો અને ભાથા વગરનો જેટલામાં ત્યાં રહ્યો તેટલામાં તો એક નિર્ગુણ બ્રાહ્મણને આવતો જોયો. ૧૮૮ ભાથાની કોથળી (થેલી)ને ધારણ કરેલા તેને જોઈને વિચાર્યું કે આના ભાથાથી હું પણ મહાઇટવીને ઓળંગીશ. /૧૮૯ll નજીક આવ્યો એટલે તેને કહ્યું કે હે કલ્યાણકારી ! સારું થયું કે અહીં માર્ગમાં તમે મને બીજા મળ્યા. ૧૯olી નથી જણાઈ થાકની પીડા એવા આપણા બંનેને લીલામાત્રમાં પરસ્પર વાર્તાના વિનોદથી માર્ગ પસાર થશે. ૧૯૧ી બ્રાહ્મણે કહ્યું હે મહાભાગ ! તું ક્યાં જવાને ઈચ્છે છે ? મૂળદેવે કહ્યું કે હું બેન્નાતટ નગરમાં જવાનો છું. I/૧૯૨ી તેણે પણ કહ્યું કે હું વીરનિધાનક ગામમાં જવાનો છું. તેથી તે કલ્યાણકારી ! જંગલ (અટવી) સુધી આપણા બંનેનો સાથ થશે. I/૧૯all સિદ્ધાંતમાં ઉત્સર્ગ અને અપવાદ જેમ સાથે જ ચાલે છે. તેમ રસ્તા ઉપર ચાલવા માટે તે બં વૃિત્ત થયા. //૧૯૪lી છત્રની શોભાને સૂર્ય ધારણ કરતે છતે પણ તાપથી પીડિત તે બંને એક સરોવરને જોઈને વિશ્રામને માટે ઉતર્યા ! II૧૯પી. ત્યાં મહાબળવાન મૂળદેવે સ્નાન કરીને અને તેનું પાણી પીને સરોવરના કિનારે રહેલા વૃક્ષોની છાયામાં વિશ્રામ કર્યો. ૧૯કો નિર્લજ્જ એવા બ્રાહ્મણે પણ સરોવરમાં પાણી જોઈને ભાથાને ખોલીને એકલપેટાની જેમ એકલાએ જમવાનો આરંભ કર્યો. ll૧૯ી ત્યારે મૂળદેવે વિચાર્યું કે સુધાથી પીડિત છે, તેથી સ્વયં પહેલાં પોતે ખાઈને પછી મને આપશે. ll૧૯૮ ખાધા પછી થેલીના મુખને બાંધતા જોઈને વિચાર્યું, હમણાં તો નથી આપ્યું. સવારના મને ખાવાનું આપશે. //૧૯૯થી હવે તે બ્રાહ્મણે કહ્યું, ચાલો હવે જવાય તે પણ આશારૂપી લાકડીનું આલંબન લઈને ભુખ્યો પણ માર્ગમાં આગળ વધ્યો. ૨૦૦માં બીજા દિવસે પણ આપ્યા વગર જ ખાતે છતે મૂલદેવે વિચાર્યું કે, આપીશ તો પૂરું થઈ જશે, એમ ભય વડે હજી પણ તેણે મને ભાથાને ન આપ્યું. સવારના આપશે. આપવું ખરેખર ખૂબ દુષ્કર છે. આ પ્રમાણે આશાના વશને પામેલા ત્રીજા દિવસે અરણ્યના પારને પામ્યા. ર૦રા હવે બ્રાહ્મણે મૂળદેવને કહ્યું, હું જાઉં છું. હે કલ્યાણકારી ! તારું કલ્યાણ થાઓ. મારા ગામનો માર્ગ નજીક દેખાય છે. ll૨૦૩ll મૂળદેવે પણ કહ્યું કે, તે સજ્જન ! વહાણ વડે જેમ મહા નદી તેમ તારી સહાયથી આ અરણ્યનો પાર પામ્યો. ૨૦૪ll બેન્નાતટમાં હું જઉં છું. નામથી મૂળદેવ છું. ક્યાંથી પણ સાંભળે કે મને રાજ્ય પ્રાપ્ત થયું છે, તે સાંભળીને મારી પાસે આવજે. ૨૦પા વળી તારું નામ શું છે ? તે કહો. તેણે કહ્યું, સદ્વડ નામ છે. પણ સર્વે લોકો મને નિર્ગુણ શર્મા એ પ્રમાણે કહે છે. l/૨૦૧ી મૂળદેવે પણ કહ્યું કે વ્યાકરણમાં સ્વર-વ્યંજનાદિની સંજ્ઞાની જેમ લોકોએ કહેલું તારું નામ સાર્થક છે. ૨૦થી તારી આવા પ્રકારની ક્રિયાથી અહીં મને ખાત્રી થઈ ગઈ છે. આ પ્રમાણે હાસ્યથી મૂળદેવે સ્તુતિ કરી અને તે ગયો. ll૨૦૮
બેન્નાતટ તરફ પ્રયાણ કરતાં મૂળદેવ પણ હવે સમુદ્રમાં દ્વીપની જેમ વચ્ચે વસંત ગામને પ્રાપ્ત કર્યું. l/૨૦ાા ભૂખથી ક્ષામકુક્ષિવાળો રાજપુત્ર એવા તેણે ભિક્ષાને માટે ત્યાં પ્રવેશ કર્યો. હા હા ! દુર્દશાનું