________________
મૂળદેવ કથા
૧૫૯
પ્રગટીપણું. ર૧૦ળી અથવા દુર્ભાગ્યના યોગથી હરિશ્ચન્દ્ર રાજાએ પણ ચંડાળના ઘરમાં પહેલાં શું પાણી નહોતું વહન કર્યું ? ૧૧ભમતાં એવા તેને ક્યાંકથી પણ કષ્ટપૂર્વક અડદના બાકળા પ્રાપ્ત થયા. તેના વડે જ પ્રાણવૃત્તિ (આજીવિકા)ને માટે જળાશયની નજદીક ગયો. ર૧૨ો મહાસત્ત્વશાળી એવા તેણે સંમુખ આવતા, માસક્ષમણ વડે કૃશ પણ દેદીપ્યમાન કાંતિવાળા એક મુનિને જોયા. ર૧all અને વિચાર્યું કે આ ગામ કંજુસોની જન્મભૂમિ સરખું છે. તેથી અહીં પરિભ્રમણ કરતાં ક્લેશને પામશે - મેળવશે. ll૧૪ તેથી આજે નિધન એવો પણ હું સાધુને અડદના બાકળા આપવાના દાનથી પુણ્યાત્ય થઈશ. આવા પ્રકારનું પાત્ર
ક્યાં મને મળશે ? ર૧પી તેથી મુનિરાજની નજીક જઈને વિનંતિ કરી, હે પ્રભુ ! મહેરબાની કરો. અડદના બાકળા ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો. ૨૧કા પવિત્રાત્મા, રસગૃદ્ધિ વિનાના મુનિરાજે પણ દ્રવ્યાદિ વડે શુદ્ધ ભિક્ષા જાણીને પાત્રને ધારણ કર્યું. ર૧થી અવિરત ભક્તિવાળા મૂળદેવે પણ આનંદપૂર્વક સમસ્ત બાકળાને પાત્રમાં વહોરાવ્યા. ર૧૮ ધન્ય માનતો નૃત્ય કરતો ગાય છે કે ધન્ય માણસોના અડદના બાકળા સાધુના પારણામાં વપરાયા. ll૧૯ો આ પ્રમાણે વારંવાર ગાતા નજીક રહેલા દેવતાએ સાંભળીને તેના ભાવથી રંજિત થઈ ગયા અને કહ્યું કે હે ભો ! અર્ધા શ્લોક વડે તું ઈચ્છિતને માંગ. ર૨lી તે દિવ્ય આકાશવાણીને સાંભળીને હર્ષપૂર્વક બોલ્યો કે દેવદત્તા વેશ્યા સાથે હજાર હાથી સહિતનું રાજ્ય મને મળે. /૨૨૧ દેવતાએ કહ્યું કે, મહાભાગ્યશાળી ! ઈચ્છિત એવું રાજ્ય તને જલ્દીથી મળશે, તેમાં સંશય નથી. /૨૨૨ા વળી તારા પુણ્યરૂપી વૃક્ષનું આ તાત્કાલિક ફળ છે. ભવિષ્યમાં સ્વર્ગને મુક્તિના સુખરૂપી ફળો વડે ફળશે. ll૨૨૩ll તે સાંભળીને અત્યંત ખુશ થયેલા તેણે મહામુનિને નમસ્કાર કરીને ફરી ભ્રમણ કરીને અટ્ટમનું પારણું કર્યું. /૨૨૪ો.
હવે તે બેન્નાતટ નગરમાં જઈને તેની નજદીક બહાર ધર્મશાળામાં રહ્યો. કેમ કે સ્થાન વગરનાઓનું સ્થાન ધર્મશાળા જ છે. ll૨૨પી વદનરૂપી કમળમાં સંપૂર્ણ ચંદ્રમંડલને પોતાના મુખમાં પ્રવેશ કર્યો એવું સ્વપ્ન રાત્રિમાં તેણે જોયું. ૨૨ડી ત્યાં રહેલા એક કાપેટિકે પણ તેવા જ પ્રકારનું સ્વપ્ન જોયું. તેના વિચાર અર્થે તેણે સાથે રહેલાને કહ્યું. ર૨થી તેણે કહ્યું કે તને આજે ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં ગોળથી યુક્ત ચંદ્રમંડલના વર્તુળ જેવો મંડલ (રોટલો) મળશે. ૨૨૮ તે સાંભળીને તેના શરીરમાં પણ હર્ષ માતો નહોતો. ખરેખર, તેવા પ્રકારના દરિદ્રીઓને તો એક કાકીણીની પ્રાપ્તિ પણ કોટી દ્રવ્ય સમાન છે. ll૨૨૯ રત્નની પરીક્ષા માટે મીઠાનો વેપારી શું સમર્થ બને ? તેમ વિચક્ષણ એવા મૂળદેવે કોઈને પણ સ્વપ્ન કહ્યું નહિ. //ર૩ ll ભિક્ષામાં તે કાર્પટિકે ગોળ સાથેના રોટલાને મેળવ્યો. કેમકે પ્રાયઃ વિચારને અનુરૂપ ફળ સ્વપ્ન આપે છે. ૧૨૩૧ માળીની જેમ મુળદેવ સવારમાં બગીચામાં ગયો. પપ્પાદિ ચૂંટવા, ભેગા કરવા વગેરે સહાયથી તેના માલિકને ખુશ કર્યો. ll૨૩૨ા તેની પાસેથી કેટલાંક પુષ્પ-ફળાદિ પ્રાપ્ત કરીને પવિત્ર થઈને ચૈત્યની જેમ સ્વપ્નના અર્થને જાણનારના ઘરે ગયો. ll૧૩૩ તેને પ્રણામ કરીને સુગંધી પુષ્પફળને આપીને સ્વપ્નને કહીને વિનયથી નમેલા તેણે તેના અર્થને પૂછુયો. ૨૩૪ll તે મહાસ્વપ્નથી આશ્ચર્ય ચકિત થયેલા સ્વખપાઠકે પણ કહ્યું કે હે વત્સ ! સારા લગ્નમાં વિદ્યાની જેમ સ્વપ્નના અર્થને કહીશ. If૨૩પા આ પ્રમાણે કહીને લાંબા કાળે આવેલા પ્રિય અતિથિની જેમ આદરપૂર્વક નવડાવ્યા. કપડા વગેરે પહેરાવ્યા અને ભોજન કરાવ્યું. ૨૩કા આવતી રાજ્યસંપત્તિની શોક્ય પત્ની કરવાને માટે પોતાની તે કન્યાને તેને આપવાને માટે તેની નજીક બોલાવી. ૨૩૭ી મૂળદેવે પણ કહ્યું કે હે તાત ! આ તમારી કેવી વિદ્વત્તા ? કે મારા કુળ વગેરે