________________
મૂળદેવ કથા
૧૬૧
રાજાએ કહ્યું કે હે દૂત ! આ પ્રયોજન કેટલું માત્ર છે. અમે તો મૂળદેવને રાજ્યનો વિભાગ માનીએ છીએ. l૨૬૮ી અહીં આવેલા કળાના ભંડાર મૂળદેવને મેં ઓળખ્યો નહિ. તેથી અંદર રહેલા શલ્યની જેમ અમને તે વાતનું અત્યંત દુઃખ છે. ૨૬૯ રાજાએ એકાએક દેવદત્તાને બોલાવીને કહ્યું કે હે કલ્યાણકારી ! તારા મનોરથ રૂપી વૃક્ષના ફળને ગ્રહણ કર. ર૭૦દેવતાના વરદાનથી મૂળદેવ બેન્નાતટ નગરનો રાજા થયો છે. તને બોલાવવાને માટે તેણે આ વિશિષ્ટ પોતાના માણસને મોકલ્યો છે. //ર૭૧ી રાજાના આદેશથી ખુશ થયેલી દેવદત્તા સમગ્ર સામગ્રીની સાથે અનુક્રમે બેન્નાતટ નગર તરફ ગઈ. l૨૭રી પ્રમોદવાળા મૂળદેવ રાજાએ પણ સાક્ષાત્ રતિ જેવી (કામદેવની પત્ની) દેવદત્તાને નગરમાં પ્રવેશ કરાવ્યો. ર૭૩ો અને તેણીને કહ્યું કે હે પ્રિયા ! આજે જ મને રાજ્યનું સુખ થયું. તારા વિના વિશાળ રાજ્યસંપત્તિ ચિત્તમાં શૂન્ય ભાસતી હતી. ૨૭૪ ત્યારબાદ પરસ્પર બાધા ન થાય તે રીતે ધર્મ, અર્થ ને કામ પુરુષાર્થને કરતાં મૂળદેવે પૃથ્વીને સારા રાજાવાળી કરી. /૨૭૫/.
સમુદ્રમાંથી વહાણની જેમ એકવખત વિવિધ કરિયાણાઓથી ભરેલો અચલ પારસકૂલથી ત્યાં આવ્યો. //ર૭ા રત્નાચલ જેવો અચલ પૂર્ણ અક્ષત પાત્રની જેમ રત્નના થાળને ભેટણારૂપે લઈને મહારાજા પાસે ગયો. //ર૭૭ll જોવા માત્રથી કુશળ રાજાએ તેને ઓળખ્યો ને વિચાર્યું કે મારો અપકારી ને ઉપકારી આ અચલ જ છે. l૨૭૮ તેથી આને પણ હમણાં બંને પ્રકારે કરી બતાવું. વેરનો બદલો કરવા માટેની રૂઢિ (રિવાજ) માણસોમાં આ પ્રકારે છે. ll૨૭૯માં અચલ તો રાજાને આ મૂળદેવ છે એ પ્રમાણે ઓળખાતો નથી. ઓળખે પણ કેવી રીતે ? (શા માટે ?) કેમ કે નિર્ધન એવાને રાજ્યસંપત્તિ પ્રાપ્ત થઈ હશે એવો વિચાર પણ ક્યાંથી આવે ? ૨૮૦ણા તે વાણિયાએ રાજાને પ્રાર્થના કરી કે પંચકુળથી લાવેલા કરિયાણાઓને જોઈને જે પ્રકારે જકાત હોય તે ગ્રહણ કરો. If૨૮૧ી રાજાએ કહ્યું કે હે શ્રેષ્ઠીનું, અમે સ્વયં જ આવશું. તેણે પણ કહ્યું કે તો તો કાંકરાની ઈચ્છામાં મારા વડે રત્ન પ્રાપ્ત કરાયું. ૨૮૨ા ત્યારબાદ અચલની સાથે રાજા પણ ગયો અને તેણે રાજપુરુષોને કરિયાણાનો સમૂહ બતાવ્યો. ર૮૩ રાજાએ તેને પૂછ્યું કે હે શ્રેષ્ઠીનું ! જેટલું બતાવ્યું તેટલું જ કરિયાણું છે કે બીજું પણ કેટલુંક વિદ્યમાન છે ? Il૨૮૪ો ફરીથી જોઈને કહ્યું કે મારું યથાવતું જ છે. ખોટું બોલતા નહિ. કેમ કે આ રાજ્યમાં દાણચોરોને પણ ચોરની જેમ જ ગ્રહણ કરાય છે. (પકડાય છે.) ર૮પા અચલે પણ કહ્યું કે હે દેવ ! મને વારંવાર કેમ આમ કહો છો ? શું રાજાની આગળ જૂઠું બોલાય ? છૂપાવાય ? ૨૮ફા ત્યારે ખુશ થયેલા સ્વામીની જેમ રાજાએ કહ્યું કે, હે ભો સત્યવાદી શ્રેષ્ઠિ ! જકાતનું અર્થે દાન તમારે પણ ગ્રહણ કરવા યોગ્ય છે. ૨૮ણી ફરી એકવાર સર્વ કરિયાણાઓ જોઈ લો. જેથી સત્યવાદીઓમાં આનો પટ્ટબંધ કરાય. ૨૮૮ ત્યારબાદ કુશલ એવા રાજ-પુરુષોએ વાંસના વેધથી પગના પ્રહારથી શોધતા કરિયાણામાં રહેલાં રત્નો વગેરે છૂપાયેલા જોયા. ૨૮૯ી ભરેલા તે કરિયાણાઓને ભેદીને અસારમાંથી સારને ખેંચીને તે જ ક્ષણે રાજાને રાજપુરુષોએ કરિયાણા બતાવ્યા. /૨૯olી રાજાએ અચલને કહ્યું, આ તારું સત્યવાદીપણું ! અરે મહાદંભિક ! વારંવાર પૂછવા છતાં પણ સાચું તેં ન જ કહ્યું. l૨૯૧ી તે જ વખતે ક્રોધાયમાન રાજાએ આદેશ કર્યો ! જેથી રાજસુભટોએ અચલને દાણચોરપણાથી બહાર બંધનોથી બાંધ્યો. ll૨૯૨l.
હવે પોતાના આવાસમાં તેને બોલાવડાવીને તેના બંધનો છોડીને મૂળદેવે અચલને પૂછ્યું, શું તું મને ઓળખે છે કે નહિ ? ll૨૯all તેણે કહ્યું, હે દેવ ! ચંદ્ર જેવા શીતલ રાજાને ઉગતા સૂર્ય જેવા શૂરવીર રાજાને