________________
૧૬૪
સમ્યક્ત્વ પ્રકરણ
હવે રાજાએ તેને (ચોરને) લેખણનો અમાત્ય કર્યો ! કારણ કે વિશ્વાસ વિનાનું સઘળું ગ્રહણ કરવું શક્ય નથી. ૩૪૭ી પાણીના આશ્રયોમાંથી અર્થાત્ સરોવર, નદી, કૂવાદિમાંથી સૂર્ય જેમ પાણીને ગ્રહણ કરે તેમ કાર્યના બહાનાથી રાજાએ તેનું સઘળું દ્રવ્ય ગ્રહણ કર્યું. ll૩૪૮ હવે રાજાએ તેની બહેનને પૂછ્યું કે હે દેવી ! હજુ પણ તારા ભાઈનો ધનનો સંચય કેટલો છે ? તે કહો (બતાવો). Il૩૪૯ો તેણીએ કહ્યું છે દેવ ! સર્વસ્વનું ગ્રહણ કરીને આપના વડે મારો ભાઈ રસ કાઢી લીધેલા શેરડીના સાંઠાની જેમ નિર્ધન કરાયો છે. ll૩૫૦ લાંબા કાળ સુધી રાજાએ તે ચોરને વિડંબના કરીને કેદ કર્યો. ન્યાયમાં પ્રવીણ રાજાઓ અન્યાયને ક્યારે પણ ખરેખર ભૂલતા નથી. ૩૫૧il ત્યાર બાદ કંટક વગરના અપાય (દુઃખ) વગરના નયથી ઉજ્વલ એવા રાજ્યનું પાલન ઈન્દ્રની જેમ પરાક્રમથી મૂળદેવે પણ કર્યું. ઉપરા ભૂખથી પીડિત, અઠ્ઠમને અંતે ગામમાં ફરી થોડા અડદના બાકુળા ભિક્ષામાં મળ્યા હોવા છતાં મહાત્મા મૂલદેવે માસક્ષમણના તપસ્વી મુનિ ભગવંતને વહોરાવી લાભ લીધો તેના પ્રભાવથી આ જન્મમાં રાજા થયો. તેવી જ રીતે અહીં આ સંવિભાગ વ્રતમાં પ્રયત્ન કરવો જોઈએ. ૩૫૩-૩૫૪||
| અતિથિસંવિભાગ દ્વત ઉપર મૂળદેવની કથા સમાપ્ત.ll૧૨ા હવે યતિધર્મને કહે છે : खंती य मद्दवज्जवमुत्तीतवसंजमे य बोधव्वे । सञ्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ।।४।।६४ ।। ગાથાર્થઃ ક્ષમા, માર્દવ, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય આ દસ પ્રકારનો યતિધર્મ જાણવા યોગ્ય છે. ll૪ll (૧૪)
ટીકાર્ય : શાન્તિ એટલે ક્ષમા. માર્દવ એટલે નમ્રતા અક્કડપણું નહિ. આર્જવ એટલે સરળતા (વક્રતા કુટિલતા નહિ) મુક્તિ એટલે નિર્લોભતા. તપ એટલે અનશન, ઊણોદરી વગેરે બાર પ્રકારનો સંયમ ૧૭ પ્રકારે છે. તે આ પ્રમાણે -
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એ ૯ પ્રકારના જીવોની હિંસા મન-વચન-કાયાથી કરવી નહિં, કરાવવી નહિ, અનુમોદવી નહિ. ૧૦મો અજીવ સંયમ, ૧૧ – પ્રેક્ષા સંયમ, ૧૨ - ઉપેક્ષા સંયમ, ૧૩ - પ્રમાર્જના સંયમ, ૧૪ - પરિષ્ઠાપના સંયમ, ૧૫ - મન સંયમ, ૧૭ - વચન સંયમ, ૧૭ - કાય સંયમ. (દશ વૈ. નિ. ૪૬)
સત્ય એટલે સમ્યગુ (સારું, સાચું) બોલવું, શૌચ એટલે અદત્તનો ત્યાગ. અકિંચનપણું એટલે નિષ્પરિગ્રહતા અને બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય – આ યતિના ધર્મો જાણવા યોગ્ય છે.
આ બે પ્રકારનો પણ ધર્મ. દાન, શીલ, તપ, ભાવના ભેદથી ચાર પ્રકારે છે. તેની કથા ભવ્ય જીવના ઉપકારને માટે અહીં કહેવાય છે. તેમાં પ્રથમ દાનકથા. તે આ પ્રમાણે –
સર્વ દ્વીપોમાં પ્રથમ જે જંબુદ્વીપ તેમાં ભરતક્ષેત્રમાં ઉગતા સૂર્ય જેવો સારા રંગવાળો અંગ નામનો દેશ છે. ૧પૃથ્વીરૂપી સ્ત્રીને જેમ સુગંધી અને સ્નિગ્ધ વર્ણથી મનને હરનારી એવી ચંપક પુષ્પની માળા છે, તેમ પશુધનથી સમૃદ્ધ હોવાથી પશુઓના ભાંભરવા (પશુના અવાજ) વગેરે સ્નિગ્ધ અને મનને હરનારા