________________
મૂળદેવ કથા
તેણે ઘ૨ની સા૨ વસ્તુને ચોરી લીધી (હરણ કરી). II૩૨૧|| મૂર્ખ મનુષ્ય જેમ દૂધનું રક્ષણ કરવા માટે બિલાડીને આપે તેમ તે ચોરે તે સર્વ વસ્તુ ઉપાડવા માટે રાજાને અર્પણ કરી. II૩૨૨।। ખેંચી લીધું છે સર્વસ્વ એવા તે શ્રેષ્ઠીના માલના પોટલાને તેની વાણી વડે તેણે પણ ઊપાડ્યું. ખરેખર લૂંટવાની ઈચ્છાવાળા ધૂર્તો માણસને પહેલા વશ કરે છે. II૩૨૩। હવે જીર્ણ બગીચામાં જઈને ભોંય૨ાના દ્વા૨ને ઉઘાડીને હરણ (પશુ)થી યુક્ત શિકારીની જેમ રાજા સહિત ચોરે ત્યાં પ્રવેશ કર્યો. II૩૨૪॥ સાક્ષાત્ પાતાલ કન્યા જેવી સુંદર કરેલા સર્વ અંગવાળી નવા યૌવન રૂપવાળી તેની બહેન કન્યા ત્યાં હતી. II૩૨૫॥ આના પગનું પ્રક્ષાલન ક૨, એ પ્રમાણે ચોરે તેણીને કહ્યું. તેણીએ પણ વધ્યભૂમિ જેવા કૂવાના કાંઠાના તટ ઉપર રાજાને બેસાડ્યા. ॥૩૨૬॥ તેના પગોને ધોતી પગમાં રહેલા લક્ષણો જોઈને સર્વ અંગોને જોયા ને વિચાર્યું કે શું આ સ્વયં કામદેવ છે ? II૩૨૭॥ ત્યારબાદ તેના ઉ૫૨ અનુરાગિણી તેણીએ કહ્યું કે હે સુંદરમાં અગ્રેસર ! અહીં પગ ધોવાના બહાનાથી મનુષ્યોને કૂવામાં નાંખી દેવાય છે. II૩૨૮॥ કલ્યાણકારી (સોમ્યાકૃતિ) આકૃતિવાળો આ કોઈ સામાન્ય પુરુષ નથી. તું જલ્દીથી અહીંથી સ૨કી જા. પૃથ્વી મર્દ (નર) વગરની ન થાઓ. ૩૨૯।। તેણીએ કહેલા સર્વવૃત્તાંતને રાજાએ જાણ્યો. આ સર્વ લઈને આ વધ ક૨વા યોગ્ય છે. એ પ્રમાણે વિચારીએ રાજા
બહાર નીકળ્યો. ૩૩૦||
૧૬૩
થોડીવાર પછી કપટતાથી બુદ્ધિમાન એવી તેણીએ પોતાના તે દોષને અને પુરુષરત્નને રક્ષણ કરવા માટે ‘આ જાય છે' એમ કહ્યું. II૩૩૧॥ પ્રાણને આકર્ષણ કરનાર સાંકળ જેવી લોખંડી તલવારને ખેંચીને તેને હણવાને માટે મૃત્યુદૂત જેવો તે ચોર દોડ્યો. II૩૩૨॥ મહાસાહસિકની જેમ ચોરને નજીક આવતા જોઈને
રાજા પણ ચાર રસ્તા પર પથ્થરના થાંભલાની પાછળ જલ્દીથી ગયો. II૩૩૩।। અભિમાનથી અંધ પથ્થરના થાંભલાને પુરુષ છે, એ પ્રમાણે ગુસ્સાથી પ્રચંડ ચોરે લોખંડી તલવારથી થાંભલાને જ ઘા કર્યો. ।।૩૩૪॥ ત્યારબાદ વિજયી ચોર પોતાના સ્થાને ગયો અને રાજા પણ ચોરની પ્રાપ્તિથી ખુશ થયેલા મનવાળા મહેલે ગયા. II૩૩૫॥ સવારમાં તે ચો૨ને જોવાને માટે રાજા રાજમાર્ગ ૫૨ બહાર નીકળ્યા. તેને ઓળખવાને માટે આમતેમ આંખોને કુશળ એવો તે ફેરવતો હતો. II૩૩૬।। વસ્ત્રની દુકાન પાસે દરજીકામ કરતા, ચરપુરુષનું આચરણ કરતી દૃષ્ટિવાળા, નજીકમાં લાકડી રાખેલા, કપટી પુરુષનો આરંભ કેવો હોય એવું જાણતા હોવાથી, પાટાના બહાનાથી વિશાળ એવા સાથળ-ભુજા અને મસ્તકોવાળા ચોરોની જેમ તે તે સ્થાનોમાં પાટાને ધારણ કરતા, રાત્રિમાં જોયેલા એવા તે ચોરને તે તે ચિહ્નો વડે અનુમાનથી તાર્કિકની જેમ રાજાએ શઠ એવો ‘આ જ ચોર છે' એમ નિશ્ચય કર્યો. II૩૩૭-૩૩૮-૩૩૯થી
રાજા મહેલમાં ગયો અને ચિહ્ન કહેવાપૂર્વક તે દરજી બોલાવવાને માટે રાજપુરુષોને મોકલ્યા. II૩૪૦॥ બોલાવવાથી તેણે પણ વિચાર્યું. રાત્રિમાં તે પુરુષ નિશ્ચે મારા વડે હણાયો નથી. ક્ષુદ્ર એવા તેનું જ આ પ્રગટપણું છે. II૩૪૧॥ તે પણ રાજમહેલમાં આવ્યો. રાજાએ તેનો સત્કાર કર્યો. ખરેખર કારણવશાત્ જ વિચક્ષણો ચોર જેવા ઉપર પણ મહે૨બાનીનું આચરણ કરે છે. II૩૪૨॥ ૨ાજાએ તેને કહ્યું, તારી બહેન મને આપ. કેમ કે અન્ય બીજા કોઈને પણ કન્યા તો આપવાની જ છે. II૩૪૩|| ક્યારે પણ મારી બહેનને જોઈને કોઈ પણ બહાર નીકળ્યો જ નથી. તેથી નિશ્ચે રાત્રિમાં છલ વડે રાજા જ મારી સાથે આવ્યા. ।।૩૪૪॥ આ પ્રમાણે વિચારીને ચોરે કહ્યું કે હે દેવ ! આ શું બોલાય છે ? ફક્ત મારી બહેન જ નહિ, મારું સર્વસ્વ પણ આપનું જ છે. ૩૪૫॥ તે જ વખતે રાજા તે કન્યાને પરણ્યો. પ્રાણદાનના ઉપકારિપણાથી રાજાને અત્યંત (અતીવ) વલ્લભ થઈ. II૩૪૬॥