________________
ચંદનબાલા કથા
૧૬૫
અવાજવાળી ચંપા નામની નગરી છે. રી તેમાં સૈન્યનો સમુદ્ર જેવો અને જેના યશરૂપી સમુદ્રની મધ્યમાં રહેલું બ્રહ્માંડ પણ બુદ્ બુદુ જેવું આચરણ કરે તેવો દધિવાહન નામે રાજા હતો. ૩ તેને શુદ્ધ સમ્યકત્વધારી અને અમૂલ્ય સુશીલતારૂપી મહાઅલંકારને ધારણ કરતી ધારિણી નામે રાણી હતી. જો એક વખત રાત્રિમાં સૂતેલી તેણીએ સ્વપ્નમાં દેવલોકની એક કલ્પવેલડી જાણે કે આંગણામાં અવતરી, આ પ્રમાણે જોયું. પણ જાગેલી દેવીએ પતિને પોતાના તે સ્વપ્નની વાત કરી. રાજાએ પણ સ્વપ્ન પાઠકની જેમ તને ઉત્તમ પુત્રીનો લાભ થશે એમ કહ્યું. ગર્ભને વહન કરતી સમયે તેણીએ બીજના ચંદ્રમાની જેમ જગતને આલાદ કરનારી પુત્રીને જન્મ આપ્યો. llી મહોત્સવપૂર્વક તેણીને વસુમતી, એ પ્રમાણે નામકરણ આપ્યું. સિંચાતી વેલડીની જેમ કાંતિ આદિ વડે અનુક્રમે તે વધી. ll૮
આ બાજ વત્સ દેશમાં કૌશાંબી નામની મહાનગરી છે. તેનો શત્રમાં ભયંકર એવો શતાનીક રાજા હતો. Reaો સમરાંગણમાં તેના હાથમાં કમળના ભ્રમથી આવેલા ભમરાઓની શ્રેણી સરખી તલવાર શોભતી હતી. I/૧૦મા ચેટક રાજાની પુત્રી, રૂપથી તિરસ્કૃત કર્યા છે અપ્સરાના રૂપને એવી અને સતીઓમાં પ્રસિદ્ધિ પામેલી મૃગાવતી નામે દેવી હતી. ||૧૧|| એક વખત શતાનીક કૌશાંબીથી નીકળ્યો. સેનાની સાથે ક્ષણવારમાં વિદ્યુત્પાતની જેમ એકાએક ચંપામાં આવી પડ્યો. l/૧૨ા એકાએક તેને આવેલા જોઈને ચંપાનો રાજા દધિવાહન પલાયન થઈ ગયો. નિર્બળ શત્રુથી આક્રમણ પામેલો બળવાન પણ ખરેખર શું કરે ? ll૧૩ll. શતાનીકે સૈન્યની વચ્ચે ઘોષણા કરી કે ઈચ્છા મુજબ ગ્રહણ કરો. તેના સૈનિકોએ ચારે બાજુથી ચંપાને લૂંટી. //૧૩-૧૪પિતાના ઘરમાં જતી એવી દધિવાહનની પત્ની ધારિણીને પુત્રી સહિત કોઈક ઉંટવાળાએ ગ્રહણ કરી. II૧પા સૈન્ય દ્વારા સર્વસ્વને લૂંટાવીને ખુશ થયેલો શતાનીક જયમંગલ પૂર્વક પોતાની રાજધાનીમાં ગયો. II૧કા પૃથ્વી પર પ્રાપ્ત થયેલી ઈન્દ્રાણી જેવી ધારિણીને જોતાં ઉંટવાળાએ મિત્રાદિઓને કહ્યું કે આ મારી પ્રિયા થશે. ૧૭થી આ પુત્રીને વેચીને વિપુલ ધનને મેળવીશ. અહો ! મૃત્યુલોકમાં પણ હમણાં મને સ્વર્ગના સુખ જેવું થશે. ૧૮ll તે સાંભળીને ધારિણીએ વિચાર્યું કે ઉત્તમ કુળમાં હું ઉત્પન્ન થયેલી છું. શુદ્ધ વંશવાળા દધિવાહન રાજાની પત્ની છું. II૧૯ો જન્મથી આરંભી નિષ્કલંક એવા જિનધર્મથી વાસિત છું. હા હા દેવ ! તેં મારી આવી દુ:ખી અવસ્થા કેમ કરી ? ૨૦. પ્રસ્તાવને નહિ જાણનાર હે જીવ ! ભાલા જેવા આના દુષ્ટ વચનો વડે તું અને હું વિંધાયા છીએ. શા માટે દુઃખોને સહન કરવા રહ્યો છે ? ||૧|| જા, જા ! જો નહિં જાય તો બલાત્કારે, તપસ્યાથી જેમ દુષ્કર્મો અને ક્ષમાથી જેમ ક્રોધ ક્ષણવારમાં નાશ પામે તેમ મારા વડે તું (પ્રાણ) કઢાઈશ. ll૨૨ા અવજ્ઞા કરાયેલા સંતની જેમ ત્યારે તેણી વડે તિરસ્કાર પામેલ પ્રાણો, ફૂટી ગયેલા તેના હૃદયમાંથી ક્ષણવારમાં નીકળી ગયા. ll૧૩ll ઊંટવાળો સુભટ પણ મૃત્યુ પામેલી ધારિણીને જોઈને હૃદયમાં કંપ્યો અને જલ્દીથી વિચાર્યું. આ કોઈ પણ મહાસતી છે. જેથી હા, હા, મેં જે કહ્યું તે યોગ્ય નથી. ૨૪ો ખરેખર, સતીઓ શીલભંગના વચનને પણ સહન કરી શકતી નથી. તે સત્ય હમણાં જોવાયું. પહેલા વાણી વડે ફક્ત સાંભળ્યું હતું. ૨પા માતાના શોકથી વિહ્વળ વસુમતી પણ વારંવાર મૂચ્છ પામતી હતી અને વારંવાર રડતી હતી. રિકા વિલાપ કરતી તેણી આ પ્રમાણે બોલી કે હા દેવ ! હે નિર્દય ! બાળક એવી મારી ઉપર પણ ઉપરા ઉપરી દુઃખ આપતાં તું કેમ લજ્જા પામતો નથી ? ||૨૭ll હે જીવ! મનુષ્યલોકમાં પણ નરકના દુઃખોને જોવા માટે જ શું નિચ્ચે આટલો કાળ આપ પણ રહ્યા છો ? l/૨૮ અથવા તો ગર્ભમાં જ કેમ હું ગળાઈ ન ગઈ કે કેમ મારો નાશ ન થયો ? જન્મેલી મને બિલાડો કેમ પકડી ન ગયો ? ઘોડિયું તૂટવા વડે કેમ ન મરી ? મારા આકાશમાંથી પડેલો એકલો જેમ ધરણી (પૃથ્વી)