________________
૧૫૬
સમ્યક્ત્વ પ્રકરણ
દેવદત્તા બોલી, હું શું હાથિણી છું ? જેથી મારી આગળ શેરડીનો ઢગલો કર્યો. ૧૨૭।। હે માતા ! પરીક્ષાને માટે હમણાં મૂળદેવને કહેવાય. તેણીએ કહ્યું એટલે મૂળદેવ પણ જુગા૨ને મૂકીને જલ્દી ઉઠ્યો. II૧૨૮॥ જીતાયેલા દ્રવ્યના લવથી પરીક્ષા કરીને પાંચ-છ શુભ શે૨ડીને લઈને મૂળ અને અગ્રભાગને દૂર કરીને છરીથી તેને છોલીને દુર્ભેદ્ય એવી ગાંઠોને છોડીને અમૃતના એક કુંડ સમાન બે આંગળ જેવા તેના ટુકડા કરીને, તજ, એલચી, તમાલપત્ર, નાગકેસરથી સંસ્કાર આપીને રસના અતિશયને ક૨ના૨ા કપૂરથી અધિવાસિત કરીને હાથના સ્પર્શ વગર લેવાને માટે એકએક સળી વડે વીંધીને કોડિયાના સંપુટમાં મૂકીને તેણે દાસીના હાથમાં આપી. ૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૨।। દેવદત્તાએ સારી રીતે તે જોઈને માતાને બતાવતાં કહ્યું કે, હે માતા ! તું જો બંનેમાં કેટલું અંતર છે ? ।।૧૩૩।। તેથી મૌન ધારણ કરીને ક્રોધરૂપી અગ્નિથી બળતી, દુષ્ટ બુદ્ધિવાળી અક્કા મૂળદેવના છિદ્રોને શોધતી રહી. ૧૩૪॥
એક વખત અચલ સાર્થવાહને અક્કાએ કહ્યું, હે અચલ ! આનો અંતરંગ રાગ મૂળદેવ ૫૨ છે. તારામાં નહિ. ||૧૩૫।। તેથી મૂળદેવને અપમાન કરીને કોઈપણ રીતે તું બહાર કાઢ. જેથી આ દેવદત્તા તારી ઉપર જ દૃઢ પ્રેમવાળી થાય. ||૧૩૬॥ અચલે સવારમાં દેવદત્તાને કહ્યું કે હે પ્રિયા ! આજે બીજા ગામ જઈને બે ત્રણ દિવસમાં હું જલ્દીથી પાછો આવીશ. ||૧૩૭|| આ પ્રમાણે કહીને તે લુચ્ચાઈથી ગયો. હર્ષવાળી દેવદત્તાએ મૂળદેવને બોલાવીને ઈચ્છા મુજબ ૨મવા માટે આરંભ કર્યો. I૧૩૮॥ અક્કાએ જણાવ્યું કે મૂળદેવ આવ્યો છે. તે જાણીને અચલે આવીને પોતાના સૈનિકો વડે દેવદત્તાના આવાસને ઘેરો ઘાલ્યો. ૧૩૯॥ હાથમાં છરી છૂપાવીને મૂળદેવને નહિ જાણતાની જેમ લીલાથી સ્વયં તેણે પ્રવેશ કર્યો. ૧૪૦॥ મધ્યમાં રહેલા શત્રુની જેમ એકાએક તેને આવેલા જોઈને ભયથી દેવદત્તાએ જલદીથી મૂળદેવને પલંગની નીચે સંતાડ્યો. ।।૧૪૧॥ અચલ ઉડીને પલંગ ઉપર બેઠો. પ્રિયાને કહ્યું કે હે દેવી ! અશુકન થવાથી અમે ગામમાં ગયા નથી. ।।૧૪૨॥ આમ તેમ જોતાં મૂળદેવ ક્યાંય પણ ન દેખાયો અને વિચાર્યું કે આ પલંગની નીચે જ હશે, એમાં શંકા નથી. ।।૧૪૩॥ તેથી શઠ એવા તેણે કહ્યું કે, હે પ્રિયા ! આજે રાત્રિના અંતે મેં ખરાબ સ્વપ્ન જોયું. તેણીએ કહ્યું કે હે પ્રિય ! કેવા પ્રકારનું ? ||૧૪૪॥ તેણે પણ કહ્યું કે હે પ્રિય ! આ જ પલંગ પર બેસીને વિધિપૂર્વકના સર્વ અંગે મર્દન કરીને સ્નાનને જાણે કે હું કરું ? ll૧૪૫॥ આ દુઃસ્વપ્ન આપના અમંગલને માટે જ હતું. તેથી હે પ્રિયે ! હમણાં આના પ્રતિઘાતને માટે તું અહીં જ મને સ્નાન કરાવ. II૧૪૬॥ તે સાંભળીને અક્કાએ જલદીથી તે સઘળી સામગ્રીને મંગાવીને ત્યાં જ ત્યારે ક્ષણવારમાં મૂકી. ૧૪૭થી દેવદત્તાએ તેને કહ્યું કે સ્નાનપીઠને અલંકૃત કરો. તેણે પણ કહ્યું, ‘હે સુભ્ર ! શય્યાના વિનાશથી તું ડર નહિ. ।।૧૪૮॥ હે પ્રિયે ! આનાથી દ્વિગુણ મૂલ્યવાળી શય્યા વગેરેને હું કરાવી આપીશ. તું કંજુસાઈ ન કર. ૧૪૯॥ તેણે ત્યાં જ મર્દનપૂર્વક સ્નાન કરવાનો આરંભ કર્યો અને મસ્તક પર પડતા પાણીથી મૂળદેવ વ્યથાને પામ્યો. ।।૧૫૦ તેણે વિચાર્યું, હા હા આજે મારો આ પરાભવ કેવા પ્રકારનો ? અથવા તો વિષયલોલુપોને અનર્થ દુર્લભ કેવો ? ॥૧૫૧|| નહિતર રાજકુમાર હું ક્યાં ? અને આ વાણિયાનો દીકરો ક્યાં ? હું ક્ષયને પામું એટલે આના વડે દુર્બુદ્ધિવાળો હું નીચો કરાયો. ૧૫૨॥ સર્પની જેમ બિલમાંથી તેમ પલંગ નીચેથી તે નીકળ્યો. મદારીની જેમ અચલે હાથ વડે તેને પકડી રાખ્યો. ૧૫૩॥ અને કહ્યું કે હે સાધુ ! શું તારું આ કર્મ સારું છે ? તેણે પણ કહ્યું, સારું નથી. મહાત્માઓને ગર્હ કરવા યોગ્ય છે. ૧૫૪॥ સર્વ અદ્ભૂત કલાના ભંડાર એવા તારું અહીં શું કરાય ? તેણે કહ્યું, જે તને ગમે અને તારા કુળને ઉચિત હોય