________________
૭૨
સમ્યક્ત્વ પ્રકરણ
કરો. રાજા લજ્જાપૂર્વક બેઠો. હવે ખેદવાળા નળે વિચાર્યું. II૭૫૩॥ જે પ્રમાણે સર્પના વિષથી મૂર્છા પામેલને કિંચિત્ પણ ચેતના નથી હોતી, તેમ હે પૃથ્વી ! મહેરબાની કર, પાતાળમાં જવાવાળી જગ્યાને આપ. II૭૫૪॥ ત્યારબાદ દમયંતીએ કંઈક પ્રદક્ષિણા કરીને ઉંચે જોઈને કહ્યું કે અત્યારે મધ્યાહ્નનો સમય થયો છે. તડકામાં જવા માટે હું શક્તિમાન નથી. II૭૫૫) ઉતાવળથી રાજાએ કહ્યું, સ્ત્રીઓમાં રત્ન સમાન પતિવ્રતા ભૈમી ! તે પાપી પતિનું વારંવાર નામ ગ્રહણ ન કર. II૭૫૬॥ દેહને દાહ ક૨ના૨ા કિરણો વડે સૂર્ય હા ! તું મને કેમ બાળે છે. જો નળ અકારુણ્યવાળો છે, તું પણ તેની જેમ કેમ ? II૭૫૭।। જે કારણથી તેના નામના સાંભળવાથી જ અમે, પર્ષદા, નાટ્યકારો અને આ કુબડો હૂંડિક સઘળા જ ખરેખર પાપથી લેપાયા છીએ.
1194211
નળે રોષપૂર્વક કહ્યું કે રાજા અજ્ઞાતપૂર્વકનું આ શું બોલો છે ? મહાક્રુર નળ હું છું. જે મેં દેવીને તે પ્રકારે ત્યજી હતી. II૭૫૯॥ રાજાએ સંભ્રમપૂર્વક કહ્યું કે કોણ તું ? નલે પોતાના મનમાં વિચાર્યું. વિષાદથી મૂર્છાળુ એવા મેં પોતાના આત્માને કેમ પ્રગટ કર્યો ? Il૭૬૦॥ “થયું” હવે પ્રગટ કહ્યું કે હું કુબડો રસોઈઓ છું. રાજાએ ત્યારે કહ્યું કે હે ભો ! હું નળ છું, એમ કેમ તેં કહ્યું ? ૫૭૬૧॥ નળે કહ્યું, મારા વડે આ પ્રમાણે કહેવાયેલાને અથવા તો નહિ કહેવાયે છતે પણ રાજા વડે નાટકના રસના વશથી આ પ્રમાણે સંભળાયું છે ? એમ અહીં સંશય છે. II૭૬૨ ૨ાજાએ કહ્યું કે હું ખરેખર ભ્રાંત થયો છું. અન્યથા સાક્ષાત્ કામદેવ જેવો નળ રાજા ક્યાં ? સર્વ અંગથી વિકૃત આકૃતિવાળો આ ક્યાં ? ।।૭૬૩॥ હવે નળે સૂર્યને જોઈને વિચાર્યું કે, હે સૂર્ય ! મારા માટે તું યુગાન્તકાળનો સૂર્ય થા જે કારણથી હું ભસ્મસાત્ થાઉં, નહિતર મારા પાપ ભસ્મસાત્ થાઓ. II૭૬૪॥ પિંગલે કહ્યું કે હે ભદ્રે ! સૂર્યના કિરણો વડે જો પીડા પમાય છે, તો શીતળ એવા આંબાની ઝાડીમાં પ્રવેશ કર. II૭૬૫॥ ગંધારે આગળ થઈને કહ્યું કે હે આર્યે ! અહીં આમતેમ સર્વે લોકો ફરે છે. જોઈને ભયથી ગંધાર પાછો ફર્યો. II૭૬૬॥ અને કહ્યું કે આર્યા, તું એકદમ જલદીથી પાછી ફર, પાછી ફર. ભૂખથી કૃશ થયેલી કુક્ષિવાળો ઊંચો વિકરાળ એવો સિંહ આગળ છે. II૭૬૭॥ દમયંતીએ કહ્યું કે હે આર્ય ! સિંહ મધ્યમાં છે. ભાગ્યયોગથી મને દુઃખમાંથી છુટકારો આપશે. પિંગલ તો જોઈને ભાગ્યો. II૭૬૮॥ દમયંતી તેની નજીક ગઈ. નળે સંભ્રમપૂર્વક જોઈને વિચાર્યું કે સિંહ દેવીને મારી નાંખવા માટે કેવી રીતે ઉદ્યત થશે. ૭૬૯॥ હા, હું હણાયો છું, એમ ફરીથી (નળે) વિચાર્યું ! આ તો ખરેખર વીરાગ્રણી છે. આને સામ વડે હું નિષેધ કરું, એ પ્રમાણે ઊઠીને મોટેથી તેને કહ્યું. II૭૭૦॥ એકાકિની, અબલા, માર્ગમાં થાકેલી, દુર્બળ, વિયોગવાળી આણીના ઘાતમાં હે સિંહ ! તારું પરાક્રમ કેવું ? અથવા ભૂખનો ક્ષય પણ કેવી રીતે થાશે ? II૭૭૧॥ જોઈને કોઈ પણ રીતે સામ વડે સિંહ અટક્યો નહિ, ત્યારે તેને દાનયોગ વડે (પોતાને ખાવાને માટે) દેવીની રક્ષાને માટે કહ્યું. II૭૭૨॥ હે સિંહ ! તીવ્ર લાગેલી ભૂખથી કૃશ થયેલો જો તું કાંઈ જાણતો નથી તો આણીને મૂક અને મને ખા. તારી આગળ હું પડેલો (રહેલો) છું. II૭૭૩॥ આ પ્રમાણે કહીને નળ નાટકભૂમિમાં પડવા માટે ઇચ્છે છે. ત્યારે રાજાએ કહ્યું કે સંભ્રમ વડે સર્યું. હે કુબડા, આ તો ખરેખર નાટક છે. II૭૭૪॥ લજ્જા સહિત નલે વિચાર્યું કે શોકથી મા૨ા વડે આ શું કરાયું ? હે રાજન્ ! ખરેખર કારૂણ્યના અતિશય વડે ઉર્જિત આ પ્રકાશ છે અર્થાત્ નાટકનો આ ભાગ અત્યંત કરૂણાથી યુક્ત છે. II૭૭૫॥ તેની પાસે આવીને દમયંતીએ કહ્યું કે હે સિંહ ! તેં મારા પ્રિયને ક્યાંય પણ જોયો છે. જો નહિ તો મને ખાઈને પોતાના પ્રિયને કરે. II૭૭૬॥ દમયંતી વડે આ પ્રમાણે કહેવાયેલો પણ સિંહ તીવ્ર પશ્ચાત્તાપમાં તત્પરની