________________
દેવતત્ત્વ
સૂત્રમાં કહેલી વિધિ વડે, પોતાની મતિકલ્પનાથી નહિ. જે કારણથી કહ્યું છે કે - પોતાની બુદ્ધિપૂર્વકની સત્ય એવી પણ ચેષ્ટા (દ્રવ્ય-ભાવસ્તવ વિષયક) આપ્ત પુરુષના ઉપદેશથી શૂન્ય છે એ કારણથી સંસારના ફલવાળી જ છે. (તીર્થકરના ઉદ્દેશ વિનાની પ્રવૃત્તિ તો સંસારફલા છે જપરંતુ તીર્થકરના ઉદ્દેશ=આલંબનવાળી સ્વમતિ કલ્પિત પ્રવૃત્તિ પણ પરમાર્થથી તો સંસારફલા છે અર્થાત્ પરમાર્થથી તો તીર્થકર ઉદ્દેશવાળી પ્રવૃત્તિ સ્વમતિકલ્પિત હોય જ નહીં. માટે જ) આજ્ઞા વડે જે પ્રવર્તે છે તે જ તીર્થંકરના ઉદ્દેશવાળી છે, એમ કહેવાય છે. (અષ્ટમ પચ્ચાશક-૧૩)
અને વિધિ આ છે –
અવસરે સ્નાનાદિથી પવિત્ર થયેલા એવા પ્રાણી વડે વિશિષ્ટ એવા પુષ્પાદિ વડે વિધિપૂર્વક તેમજ પ્રધાન શ્રેષ્ઠ એવા સ્તુતિ (એક શ્લોક પ્રમાણ સ્તુતિ કહેવાય) અને સ્તોત્ર (ઘણા શ્લોક પ્રમાણ સ્તોત્ર કહેવાય) વડે મહાન એવી જિનેશ્વરની પૂજા જાણવા યોગ્ય છે. (ચતુર્થ પચ્ચાશક-૩) હવે ‘વિધિ વડે’ એ પ્રમાણે જે કહેવાયું તેને જ આગળ રજૂ કરતાં કહે છે –
आसनसिद्धियाणं, विहिपरिणामो उ होइ सयकालं ।
विहिचाउ अविहिभत्ती, अभव्वजियदूरभव्वाणं ।।२७।। ગાથાર્થ :- નજદીકમાં સિદ્ધિપદને પામનારાઓને હંમેશાં વિધિનો પરિણામ હોય છે. તેમજ અભવ્યો અને દૂરભવ્યોને વિધિનો ત્યાગ અને અવિધિ ઉપર ભક્તિ હોય છે.
વિધિ એટલે આગમમાં કહેલો ક્રિયાકલ્પ, સયકાલે એટલે સદાકાળ (હંમેશાં) વિહિચાઉ ત્તિ - અર્થાત્ વિધિનો ત્યાગ. ૨૭
તથા
धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना ।
विहिबहुमाणी धन्ना, विहिपक्ख अदूसगा धन्ना ।।२८।। ગાથાર્થ ઃ- ધન્ય જીવોને વિધિનો યોગ પ્રાપ્ત થાય છે. વિધિ પક્ષના આરાધકો હંમેશાં ધન્ય હોય છે. વિધિ ઉપરના બહુમાનવાળા પણ ધન્ય છે. વિધિપક્ષને દૂષિત નહિ કરનાર પણ ધન્ય છે. ર૮ હવે વિધિપક્ષનો ઉપસંહાર કરતા પૂજા પછી વંદન કરવું જોઈએ. એ પ્રમાણે તેના ઉપદેશને કહે છે –
इय आगमविहिपुव्वं, भत्तिभरुल्लसिय बहलरोमंच ।
तं भुवणवंदणिज्जें, वंदह परमाइ भत्तीए ।।२९।। ગાથાર્થ :- આગમમાં બતાવેલી વિધિપૂર્વક ભક્તિના સમૂહથી ઉલ્લસિત થયેલા ગાઢ રોમાંચવાળા હે ભવ્ય જીવો ! ત્રણે ભુવનમાં વંદન કરવા યોગ્ય પરમાત્માને શ્રેષ્ઠ ભક્તિથી તમે વંદન કરો. ૨૯
આ કારણથી આગમમાં કહેલી વિધિપૂર્વક ભક્તિના સમૂહથી ઉલ્લસિત થયેલ ઘણા રોમાંચવાળા એટલે કે હૃદયની પ્રીતિના અતિશયથી ઉઠેલા નિરંતર ગાઢ રોમાંચવાળા એવા હે ભવ્ય જીવો ! ત્રણ ભુવનમાં વંદનીય તે તીર્થંકરના બિંબને તમે વંદન કરો. (ભો ભવ્ય ! એ અધ્યાહારથી લેવું.)